Botany

સામો

સામો : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echinocloa frumentacea Link syn. Panicum frumentaceum Roxb. (સં. શ્યામાક; હિં. સાંવા, સમા; બં. શમુલા, શ્યામાવાસ; ગુ. સામો; મ. જંગલી સામો, સામુલ; તે. શ્યામાલુ, બોન્ટા શામા; ત. કુદ્રૈવાલી પીલ્લુ; ક. સામાઈ; ફા. શામાખ; અં. જાપાની બાર્નયાર્ડ મિલેટ, જંગલ રાઈસ)…

વધુ વાંચો >

સાયકેડેલ્સ

સાયકેડેલ્સ : વનસ્પતિઓના અનાવૃતબીજધારી વિભાગમાં આવેલા સાયકેડોપ્સીડા વર્ગનું એક જીવંત અને અશ્મીભૂત વનસ્પતિઓ ધરાવતું ગોત્ર. એવું માનવામાં આવે છે કે સાયકેડેલ્સની ઉત્પત્તિ સંભવત: સાયકેડોફિલિકેસમાંથી કાર્બનિફેરસ (Carboniferous) ભૂસ્તરીય યુગમાં થઈ છે. જોકે કેટલાક અશ્મીવિજ્ઞાનીઓ આ વિચાર સાથે સંમત થતા નથી. તેનાં અશ્મીભૂત સ્વરૂપો 20 કરોડ વર્ષ પહેલાં મધ્યજીવી કલ્પ(Mesozoic Era)માં પ્રભાવી…

વધુ વાંચો >

સાયકેડોફિલિકેલ્સ

સાયકેડોફિલિકેલ્સ : વનસ્પતિઓના અનાવૃત બીજધારી વિભાગના ટેરિડોસ્પર્મોપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્રને ટેરિડોસ્પર્મી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ ગોત્રની વનસ્પતિઓને સાયકેડસમ હંસરાજ (cycad-like ferns) પણ કહે છે. આ ગોત્રનાં બધાં સ્વરૂપો અશ્મીભૂત છે. તેનાં પર્ણો હંસરાજ (ત્રિઅંગી વનસ્પતિઓ) જેવાં હોય છે. તેઓ મહાબીજાણુપર્ણો પર બીજ ધારણ કરે છે. મહાબીજાણુપર્ણો…

વધુ વાંચો >

સાયઝીગિયમ

સાયઝીગિયમ : જુઓ (1) જાંબુ, (2) લવિંગ

વધુ વાંચો >

સાયટોકાઇનિન

સાયટોકાઇનિન કોષવિભાજન પ્રેરતો એક વનસ્પતિ-અંત:સ્રાવ. મિલર અને તેના સહકાર્યકરોએ (1956) હેરિંગ માછલીના શુક્રકોષમાંના DNA-માંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપમાં પ્યુરિન પ્રાપ્ત કર્યું. આ પદાર્થને તેમણે 6-ફ્યુર્ફયુરિલ ઍમિનો પ્યુરિન તરીકે ઓળખાવ્યો અને ‘કાઇનેટિન’ નામ આપ્યું, કારણ કે તે સંવર્ધિત તમાકુના કોષોમાં કોષરસવિભાજન-(cytokinesis)ની ક્રિયાને પ્રેરે છે. જ્યારે કાઇનેટિન શોધાયું, ત્યારે વૈજ્ઞાનિકોએ કાઇનેટિન જેવા પદાર્થો…

વધુ વાંચો >

સાયટોક્રોમ

સાયટોક્રોમ : શ્વસન અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાઓની શૃંખલામાં ઇલેક્ટ્રૉનોની આપ-લે કરનાર લોહયુક્ત નત્રલો પૈકીનું એક કુળ. આ કુળ કે સમૂહમાં સાયટોક્રોમ a, b, c અને dની સંજ્ઞાઓથી ઓળખાય છે; જેમ કે, સાયટોક્રોમ-a, સાયટોક્રોમ-b વગેરે. સાયટોક્રોમ વિવિધ રીતે ઇલેક્ટ્રૉનનું વહન કરે છે અને જારક શ્વસન કરનારા લગભગ બધા જ જીવોમાં અપચયોપચય અભિક્રિયા…

વધુ વાંચો >

સાયટોફોટોમિટર (કોષદીપ્તિમાપક)

સાયટોફોટોમિટર (કોષદીપ્તિમાપક) : પેશી કે કોષનું રાસાયણિક માળખું સમજવા માટે ઉપયોગમાં લેવાતું સાધન. કોષના વિવિધ ઘટકો નિશ્ચિત અભિરંજક (stain) વધતેઓછે અંશે ગ્રહણ કરે છે. અભિરંજન(staining)ની ઘટ્ટતા કે વિતરણ પરથી કોષમાં તેને ગ્રહણ કરતાં રસાયણોનું વિતરણ નક્કી કરી શકાય છે. આ સાધનથી અભિરંજનની ગાઢતાનું માપ કે માત્રાનું નિર્ધારણ થઈ શકે છે.…

વધુ વાંચો >

સાયનોફાઇટા (નીલહરિત લીલ)

સાયનોફાઇટા (નીલહરિત લીલ) લીલનો એક વિભાગ. તે લીલના બધા વિભાગો કરતાં પ્રાચીન છે. તેનો આદિકોષકેન્દ્રી (Prokaryota) સૃષ્ટિમાં બૅક્ટેરિયા સાથે સમાવેશ કરવામાં આવે છે. આવા પ્રકારની લીલનો ઉદભવ આશરે બે અબજ વર્ષ પૂર્વે થયો હોવાનું માનવામાં આવે છે. તે એક જ વર્ગ સાયનોફાઇસી અથવા મિક્સોફાઇસી [(myxo = slime = ચીકણું); (phycen…

વધુ વાંચો >

સાયપરસ

સાયપરસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એક શાકીય પ્રજાતિ. દુનિયામાં તેની 700 જાતિઓ મળી આવે છે. ભારતમાં 100 જાતિઓ ઊગે છે; જેમાંની 14 જાતિઓ દક્ષિણ ભારતની સ્થાનિક (endemic) છે. ગુજરાતમાં આશરે 56 જાતિઓ મળી આવે છે. તે પૈકી Cyperus rotundus (મોથ) ગુજરાતભરમાં ઊગે છે. તેને ‘મોથ’ કહેવામાં આવે…

વધુ વાંચો >

સાયેનોજીવાણુ (Cyanobacteria = નીલજીવાણુ, ગ્રીક)

સાયેનોજીવાણુ (Cyanobacteria = નીલજીવાણુ, ગ્રીક) : પ્રકાશ-સંશ્લેષણ દ્વારા શક્તિ પ્રાપ્ત કરતા પ્રોકેયૉર્ટિક, એકકોષી સજીવોનો નીલહરિત લીલ (cyanophyta) તરીકે ઓળખાતો વિશાળ સમૂહ. શરીરરચના, દેહધાર્મિક ક્રિયાઓ અને પરિસ્થિતિકીય લક્ષણોમાં સામ્યને લીધે સાયનોબૅક્ટેરિયા પૂર્વે લીલ અને વનસ્પતિનો પ્રકાર મનાતા રહ્યા; પરંતુ આધુનિક વર્ગીકરણમાં 16s r-RNAની સામ્યતા બાદ ઊપસેલ ઉત્ક્રાંતિ-સંબંધોથી તેમની ઓળખ જીવાણુ તરીકે…

વધુ વાંચો >