Ayurveda

ઇચ્છાભેદી રસ

ઇચ્છાભેદી રસ : આયુર્વેદિક ઔષધિ. શુદ્ધ હિંગળો એક ભાગ, શુદ્ધ ટંકણ એક ભાગ, સૂંઠ એક ભાગ, લીંડીપીપર એક ભાગ, દારૂડીનાં મૂળ ચાર ભાગ અને શુદ્ધ નેપાળાનાં બીજ ચાર ભાગ લઈ, તેને એકત્ર કરી ખરલમાં બારીક ચૂર્ણ બનાવવામાં આવે છે. માત્રા : 2થી 4 રતી, ચિકિત્સકની સલાહ પ્રમાણે અપાય છે. અનુપાન…

વધુ વાંચો >

ઇન્દુ (13મી સદી)

ઇન્દુ (13મી સદી) : ‘અષ્ટાંગહૃદય’ના ટીકાકાર. તેમનો પ્રથમ ઉલ્લેખ ‘અષ્ટાંગહૃદય’ની હેમાદ્રિની ટીકામાં મળે છે. ‘તંત્રયુક્તિવિચાર’ના લેખક વૈદ્ય નીલમેઘે તેમને ‘અષ્ટાંગહૃદય’ના કર્તા વાગ્ભટ્ટના શિષ્ય બતાવ્યા છે, પણ આ કેવળ કેરળના વૈદ્યોમાં પ્રચલિત દંતકથાને આધારે જ છે. તેના અન્ય પુરાવા નથી. ઇન્દુએ ‘અષ્ટાંગહૃદય’ ઉપરાંત ‘અષ્ટાંગસંગ્રહ’ની શશિલેખા નામની લખેલી ટીકા સંપૂર્ણ છે અને…

વધુ વાંચો >

ઇન્દ્રજવ (કડો)

ઇન્દ્રજવ (કડો) : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Holarrhena antidysenterica (Linn.) Wall. syn. Wrightia antidysenterica Wall. (સં. કુટજ; હિં. કુર્ચી, કુશ; બં. કુડચી; મ. કુડા, કરૈયા; ક. કોડશિંગે, કોડમુરક; તા. વેપ્પાલે; તે. કોડિશચટ્ટુ, કરજમુ; મલ. વેનપાલા) છે. તેના સહસભ્યોમાં ચાંદની, કરેણ, ખડચંપો, કરમદાં, રૂંછાળો દૂધેલો,…

વધુ વાંચો >

ઇલાયચી

ઇલાયચી : એકદળી વર્ગમાં આવેલા સીટેમિનેસી કુળના ઉપકુળ ઝિન્જિબરેસીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Elettaria cardamomum Maton. (સં. એલા; મ. વેલદોડે; હિં. ઇલાયચી, છોટી એલચી; ગુ. ઇલાયચી, એલચી; બં. છોટી એલચી, એલાયચ; ક., તા. યાલાકકી; તે. એલાકી; મળ. એલ, એલાતરી, યેલામ; અં. કાર્ડેમન) છે. તેના સહસભ્યોમાં સોનેટકા, કપૂરકાચલી, આદું, હળદર,…

વધુ વાંચો >

ઉગ્રાદિત્યાચાર્ય (નવમી સદી)

ઉગ્રાદિત્યાચાર્ય (નવમી સદી) : આયુર્વેદના ‘કલ્યાણકારક’ ગ્રંથના કર્તા. તે જૈનાચાર્ય નન્દિ આચાર્યના શિષ્ય ગણાય છે. જૈન ધર્મની અસરને કારણે મધના સ્થાને ગોળ કે સાકરનો ઉપયોગ તેમણે સૂચવ્યો છે. આ ગ્રંથમાં શાલાક્યતંત્રના કર્તા પૂજ્યપાદ, શલ્યતંત્રના કર્તા પાત્રસ્વામી, વિષતંત્ર અને ભૂતવિદ્યાના કર્તા સિદ્ધસેન, કૌમારભૃત્યના કર્તા દશરથગુરુ અને રસાયણવાજીકરણના કર્તા સિંહનાદ વગેરે જૈન…

વધુ વાંચો >

ઉદર્દ

ઉદર્દ : ત્વચાના ક્ષુદ્ર રોગ શીળસ કે શીતપિત્તને મળતો એક રોગ. શીળસમાં ઠંડા પવનથી કફ અને પિત્તદોષ વિકૃત થઈ, ત્વચા ઉપર આછા ગુલાબી રંગનાં, ઊપસેલાં અને ખૂજલી તથા દાહનાં લક્ષણોવાળાં અનેક ઢીમચાં કે ગાંઠો થાય છે; પરંતુ ઉદર્દમાં ઠંડા પવનથી માત્ર કફદોષ વિકૃત થાય છે, જેમાં હાથ-પગ તથા છાતી-પીઠની ત્વચા…

વધુ વાંચો >

ઉદાવર્ત

ઉદાવર્ત : અધારણીય વેગો પરાણે રોકી રાખવાથી અવરોધેલો વાયુ, અવળો થઈ શરીરમાં અહીં તહીં ગમે ત્યાં (વિમાર્ગે) જાય તે. ઝાડો, પેશાબ, અપાનવાયુ, ભૂખ, તરસ, છીંક, ઊલટી, આંસુ અને બગાસાં જેવા ધારણ ન કરવા જેવા કુદરતી આવેગોને પરાણે રોકી રાખવાના કારણે નીચે ગુદા માર્ગેથી પ્રવર્તનારો પેટનો વાયુ અવળો થઈ, (ગુદા-આંતરડાથી) ઉપર…

વધુ વાંચો >

ઉન્માદ

ઉન્માદ : સામાન્ય ભાષામાં ગાંડપણ તરીકે ઓળખાતો રોગ. વ્યક્તિની રોજિંદી વર્તણૂક અસ્વાભાવિક બને, મન પરનું નિયંત્રણ ચાલ્યું જાય, મન વિકૃત બને; સાચાખોટાનો, સારા-નરસાનો અને યોગ્ય-અયોગ્યનો વિવેક કરી ન શકે તેવી સ્થિતિ આ રોગમાં થાય છે. મહર્ષિ ચરક અનુસાર મન, બુદ્ધિ, સંજ્ઞા, જ્ઞાન, સ્મૃતિ, ભક્તિ, શીલ, ચેષ્ટા, આચાર વગેરેનો વિભ્રમ એટલે…

વધુ વાંચો >

ઉપલસરી (અનંતમૂળ)

ઉપલસરી (અનંતમૂળ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્કલેપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hemidesmus indicus R. Br. (સં. અનંતમૂલ, સારિયા, નાગ-જિહવા, ઉત્પલસારિવા; હિં. અનંતમૂલ, કપૂરી; બં. અનંતમૂલ શ્યામાલતા; મ. અનંતમૂલ, ઉપરસાલ, ઉપલસરી, કાવરી; ગુ. સારિવા, ઉપલસરી, ઉપરસાલ, કપૂરી, મધુરી, અનંતમૂળ; ક. સુગંધીબલ્લી, નામદેવેરૂ, કરીબંટ, સોગદે; તે. પલાશગંધી; મલા. નાન્નારી;…

વધુ વાંચો >

ઉપલેટ (કઠ)

ઉપલેટ (કઠ) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍૅસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Saussurea lappa C. B. Clarke (સં. કુષ્ઠ, હિં. કુઠ, મ. કોષ્ઠ, બં. કુઠ, કં. કોષ્ટ, તે. ચંગલકુષ્ટ, ફા. કાક્ષોહ, અ. કુસ્તબેહેરી, ગુ. ઉપલેટ, કઠ; અં. કોસ્ટસ, કુઠ) છે. તેના સહસભ્યોમાં ભાંગરો, ઉત્કંટો, સૂરજમુખી વગેરેનો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >