Ayurveda
નવાયસ લોહ
નવાયસ લોહ : આયુર્વેદિક ઔષધ. શરીરમાં લોહી ઘટી જવાથી જે ફીકાશ–પાંડુતા આવી જાય છે તેને દૂર કરનાર આ ઔષધિ છે. હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, મરી પીપર, વાવડિંગ, નાગરમોથ અને ચિત્રક એ દરેક ઔષધિનું બારીક ચૂર્ણ સરખા પ્રમાણમાં લઈ તેમાં તેટલા જ પ્રમાણમાં શાસ્ત્રીય વિધિથી તૈયાર કરેલ લોહભસ્મ ભેળવી ખરલમાં ઘૂંટીને…
વધુ વાંચો >નસોતર
નસોતર : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Operculina turpethum (Linn.) Silva Manso syn. Ipomoea turpethum R. Br. (સં. ત્રિવૃત્, નિશોત્તર, હિં. નિશોથ, પનીલા; બં. તેઉડી; મ. તેડ; ગુ. નસોતર; ફા. નિસોથ; અં. ટરપીથરૂટ) છે તે મોટી બહુવર્ષાયુ વળવેલ (twiner) છે અને ક્ષીરરસ તથા માંસલ શાખિત મૂળ ધરાવે…
વધુ વાંચો >નાક-છીંકણી
નાક-છીંકણી : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી કુળની બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Centipeda minima (Linn.) A. Br. & Aschers. Syn. C. Orbicularis Lour (સં. છિક્કા, ચિક્કણી; હિં નાક-ચિકની : મ. નાક શિંકણી, ભૂતાકેશી; બં. મેચિત્તા; અં. સ્નીઝવર્ટ) છે. તે ભારત અને શ્રીલંકાનાં સપાટ મેદાનોમાં અને નીચી ટેકરીઓ પર ભેજવાળાં સ્થાનોએ…
વધુ વાંચો >નાગરવેલ
નાગરવેલ : દ્વિદળી વર્ગના પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તે વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Piper betle Linn. (સં. नागवल्ली, ताम्बूल, હિં. બં. મ. पान; ગુ. નાગરવેલ, પાન; ક. યલીબળી, તે. તામલ પાકુ; ફા. બર્ગતંબોલ, અ. કાન) છે. તે બહુવર્ષાયુ, દ્વિગૃહી (dioecious) વેલ છે અને સંભવત: મલેશિયાની મૂલનિવાસી છે. પ્રકાંડ અર્ધ-કાષ્ઠમય, આરોહણની ક્રિયા…
વધુ વાંચો >નાગરવેલનાં પાન
નાગરવેલનાં પાન : જુઓ, નાગરવેલ.
વધુ વાંચો >નાગલી
નાગલી : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળનું એક તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Eleusine coracana Gaertn. (સં. રાજિકા, નર્તકા, બાહુદલ; હિં, નાચની; મ. નાચણી, નાગલી; ગુ. રાગી, બાવટો, નાગલી; તે રાગુલુ; તા. ઇરાગી; મલા. કોશ, મટ્ટારી; ફા. નંડવા; અં. ફિંગર મિલેટ) છે. તે ટટ્ટાર, એક વર્ષાયુ અને 0.6-1.2 મી. ઊંચું…
વધુ વાંચો >નાડી-ગ્રંથો
નાડી-ગ્રંથો : સમયના સૂક્ષ્મ માપ નાડીને આધારે ભવિષ્યકથનની પદ્ધતિ ધરાવતા ગ્રંથો. દક્ષિણ ભારતમાં નાડી ઉપર વિવિધ ગ્રંથો લખાયા છે. નાડી એટલે સમયનું માપ. આ સમયમાપને જુદી જુદી રીતે આ શાસ્ત્રમાં વણી લેવાય છે. એમ કહેવાય છે કે દક્ષિણ ભારતમાં જુદા જુદા 20 પ્રકારના નાડી-ગ્રંથો છે, જેમાંના બધા પ્રાપ્ય નથી. આ…
વધુ વાંચો >નાનભટ્ટજી
નાનભટ્ટજી (જ. 1848, સ્વામીના ગઢડા; અ. 1935, ગઢડા) : આયુર્વેદના એક અગ્રણી વૈદ્ય. પ્રકાંડ પંડિત, આદર્શ ગુરુ તથા નિ:સ્પૃહી જનસેવક તરીકે વિખ્યાત. લોકો હેતથી તેમને ‘વૈદ્યબાપા’ કહેતા. પિતા તપોનિષ્ઠ સત્પુરુષ અને જ્યોતિષી હતા. નાનભટ્ટ તેમના મોટા પુત્ર. તેમણે ચાંદોદ-કરનાળીમાં વાસ કરી, પિતાની જેમ વર્ષો સુધી સંસ્કૃત અને આયુર્વેદનો અભ્યાસ કરી,…
વધુ વાંચો >નારાયણ ચૂર્ણ
નારાયણ ચૂર્ણ : આયુર્વેદિક ઔષધિ. ચિત્રક, હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, મરી, પીપર, જીરું, હપુષા, ઘોડાવજ, અજમો, પીપરીમૂળ, વરિયાળી, તલવણી, બોડી અજમોદ, કચૂરો, ધાણા, વાવડિંગ, કલોંજી જીરું, દારૂડી, પુષ્કરમૂળ, સાજીખાર, જવખાર, સિંધવ, સંચળ, બીડલવણ, મીઠું, વડાગરું મીઠું અને કઠ – એ ઓગણત્રીસ ઔષધો એક એક ભાગ, ઇંદ્રવારુણીનાં મૂળ બે ભાગ, નસોતર…
વધુ વાંચો >નારાયણ તૈલ
નારાયણ તૈલ : આયુર્વેદિક ઔષધિ. અશ્વગંધા, બલામૂળ, બીલીનું મૂળ, કાળીપાટ, ઊભી ભોંરિંગણી, બેઠી ભોંરિંગણી, ગોખરુ, અતિબલા, લીમડાની છાલ, શ્યોનાકનું મૂળ, સાટોડીનાં મૂળ, પ્રસારિણીનું મૂળ તથા અરણીનું મૂળ – આ દરેક ઔષધ સરખા પ્રમાણમાં લઈ અધકચરું ખાંડીને સોળગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળી લે છે. પછી…
વધુ વાંચો >