Astrology
જન્મકુંડળી
જન્મકુંડળી : જુઓ ગ્રહો અને જન્મકુંડળી
વધુ વાંચો >જાતક પારિજાત
જાતક પારિજાત : જ્યોતિષની જાતક શાખાનો મહત્વપૂર્ણ ગ્રંથ. વૈદ્યનાથ દૈવજ્ઞે પંદરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં આ ગ્રંથ રચ્યો છે. જ્યોતિષશાસ્ત્રના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ થયેલો છે. ગ્રંથકારે ગ્રંથારંભે પ્રતિજ્ઞા કરેલી છે કે હું ‘સારાવલી’ નામના કલ્યાણવર્માએ લખેલા ગ્રંથના આધારે અથવા તેને મૂળ તત્ત્વ તરીકે સ્વીકારીને આ ગ્રંથ લખી રહ્યો છું. કલ્યાણવર્મા (899) ગુજરાતની…
વધુ વાંચો >જાની, હિંમતરામ મહાશંકર
જાની, હિંમતરામ મહાશંકર (જ. 22 ઑક્ટોબર 1913, ઘડકણ, જિ. સાબરકાંઠા; અ. 6 જાન્યુઆરી 1996, અમદાવાદ) : જ્યોતિષના પ્રસિદ્ધ વિદ્વાન. પિતા સારા ઉપાસક અને શિક્ષક. ગુજરાતી શાળાંત પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી તેમણે ગુજરાતી શાળામાં થોડોક વખત અધ્યાપન કર્યું. પણ ઉત્કટ વિદ્યાભિલાષાને લીધે નોકરી છોડી તે 1932માં કાશી ગયા. ત્યાં બાર વર્ષ…
વધુ વાંચો >જુલિયન કાલાવધિ
જુલિયન કાલાવધિ : રોમન ગણરાજ્યના જુલિયન અને ગ્રેગરિયન તિથિપત્ર અનુસારના ત્રણે વર્ષમાનના લઘુતમ સમાન ગુણક (least common multiple) મુજબ 7980 વર્ષની અવધિ. રોમન ગણરાજ્યના તિથિપત્રમાં સામાન્ય વર્ષ 355 સૌરદિનનું ગણાતું અને દર ત્રીજા વર્ષે એક અધિક માસ 23 ફેબ્રુઆરી પછી ઉમેરવાનો રિવાજ હતો. એટલે તેની સરેરાશ વર્ષમાન 365 સૌર દિનની…
વધુ વાંચો >જુલિયન તિથિપત્ર (calendar)
જુલિયન તિથિપત્ર (calendar) : રોમન ગણરાજ્ય-તિથિપત્રનું સુધારેલું અને ગ્રેગરિયન તિથિપત્રનું પુરોગામી સ્વરૂપ. રોમન તિથિપત્રમાં 2થી 4 વર્ષને સમયગાળે એક અધિક માસ ઉમેરવાની પ્રથા હતી; પરંતુ અધિક માસ કયે વર્ષે ઉમેરવો તે નિર્ણય કરવા માટેના સુનિશ્ચિત નિયમને અભાવે, જેમને હસ્તક આ કામગીરી સોંપવામાં આવી હતી તેવા સ્થાનિક ધર્મગુરુઓ પોતાને મન ફાવે…
વધુ વાંચો >જોધરાજ
જોધરાજ (19મી સદીનો પૂર્વાર્ધ) : હમ્મીરરાસોના કર્તા. પોતે અલવરના નીપરાણા ચૌહાણવંશી રાજા ચંદ્રભાણના આશ્રિત કવિ હતા. પિતાનું નામ બાલકૃષ્ણ હતું અને પોતે બીજવાર ગામના નિવાસી હતા. તેઓ અત્રિગોત્રીય ગૌડ બ્રાહ્મણ હતા. જોધરાજ પોતે કાવ્યકલા અને જ્યોતિષવિદ્યાના પંડિત હતા. પોતાના આશ્રયદાતાની આજ્ઞાથી તેમણે ‘હમ્મીરરાસો’ની રચના કરી હતી. ગ્રંથની પુષ્ટિકામાં જણાવ્યા અનુસાર…
વધુ વાંચો >જોશી, સોમેશ્વર ગોપાળજી
જોશી, સોમેશ્વર ગોપાળજી (જ. 18 જાન્યુઆરી 1875, કપડવંજ; અ. 26 ઑક્ટોબર 1916) : ગુજરાતી ભાષામાં જ્યોતિષવિષયક ગ્રંથોના લેખક, સારા જ્યોતિષી. જ્ઞાતિએ ચોરાસી મેવાડા બ્રાહ્મણ. મૅટ્રિક પાસ થયા પછી જ્યોતિષ અને સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કરી તેમણે અનેક પારિતોષિક મેળવ્યાં. 40 વર્ષની ઉંમરે જ્યોતિષની પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય બંને પદ્ધતિનો સમન્વય કરી તેમણે…
વધુ વાંચો >જોશી, સોમેશ્વર દ્વારકાદાસ
જોશી, સોમેશ્વર દ્વારકાદાસ (ઓગણીસમી સદી) : જ્યોતિષના સંસ્કૃત ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદ કરનાર વિદ્વાન. તે ખેડા જિલ્લાના કપડવંજ ગામના રહેવાસી, વડાદરા જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમણે જ્યોતિષના અનેક સંસ્કૃત ગ્રંથોનું અધ્યયન-પઠન કર્યું હતું. જ્યોતિષના સંસ્કૃત ભાષામાં તો અનેક ગ્રંથો છે પરંતુ ગુજરાતીમાં નહિ હોવાથી તેમણે ‘જાતક પારિજાત’ નામે અઢાર અધ્યાય અને 1900…
વધુ વાંચો >જ્યોતિષશાસ્ત્ર : ત્રિસ્કંધ સિદ્ધાંત
જ્યોતિષશાસ્ત્ર ત્રિસ્કંધ સિદ્ધાંત : વેદોક્ત તથા અન્ય આવશ્યક કર્મો કરવા માટે કાલજ્ઞાપનનું નિરૂપણ કરતું શાસ્ત્ર. તે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો વગેરે જ્યોતિ-પ્રકાશપુંજ ઉપર આધાર રાખતું હોવાથી જ્યોતિષશાસ્ત્ર કહેવાય છે. યજ્ઞો માટે વેદની રચના થઈ છે. કાલના આધારે યજ્ઞો થાય છે. એટલે કાલનાં વિધાનને કહેનાર જ્યોતિષશાસ્ત્રને જે જાણે છે તે જ યજ્ઞોને…
વધુ વાંચો >ઢુંઢિરાજ
ઢુંઢિરાજ (ઈ. સ. 1500ની આસપાસ) : મધ્યકાળનો મહાન ભારતીય જ્યોતિષાચાર્ય. પિતા નૃસિંહ; ગુરુ જ્ઞાનરાજ. મૂળ વતન : દેવગિરિ (દોલતાબાદ), ગોદાવરીની ઉત્તરે ગામ પાર્થપુર (પાથરી). મૌલિક ગ્રંથસર્જન : ‘જાતકાભરણ’, ‘ગ્રહલાઘવોદાહરણ’, ‘ગ્રહફ્લોપપત્તિ’; ‘પંચાંગફલ’; ‘કુંડકલ્પલતા’; ‘સુધારસ’ ગ્રંથ ઉપરની ટીકા ‘સુધારસકરણચષક’. મધ્યકાલીન ભારતીય જ્યોતિષ પરંપરામાં ઢુંઢિરાજનું સ્થાન ધ્રુવતારક સમાન છે. તેમના પુરોગામી જ્યોતિષાચાર્યોમાં ગણેશ…
વધુ વાંચો >