Artform
લેસિંગ, ગૉટ્હોલ્ડ ઇફ્રેમ
લેસિંગ, ગૉટ્હોલ્ડ ઇફ્રેમ (જ. 22 જાન્યુઆરી 1729, કામૅન્ઝ, અપર લુસાશિયા, સૅક્સની, જર્મની; અ. 15 ફેબ્રુઆરી 1781, બ્રન્શ્ચવિક) : જર્મન નાટ્યકાર, વિવેચક અને કલામીમાંસક. જર્મન સાહિત્યમાં તેમણે પ્રમાણભૂત અને પાયાના વિચારો આપ્યા; એટલું જ નહિ, પરંતુ તેમનાં નાટકોએ તેમને યશસ્વી પ્રતિષ્ઠા અપાવી. પિતા મુખ્ય પાદરી (chief pastor) હતા, પરંતુ બહોળા કુટુંબનું…
વધુ વાંચો >વર્લ્ડ ઇન્ટિલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી ઑર્ગેનિઝેશન (WIPO)
વર્લ્ડ ઇન્ટિલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી ઑર્ગેનિઝેશન (WIPO) : કૉપીરાઇટ સાહિત્ય, કલાકૃતિઓ અને વિવિધ ઔદ્યોગિક સંપત્તિને વૈશ્ર્વિક સ્તરે રક્ષણ પૂરું પાડતું સંગઠન. આ સંગઠન સાહિત્યિક તેમજ સંગીતકલા તથા છબીકલાવિષયક કૃતિઓ અને અન્ય કલાત્મક કાર્યો, શોધો તેમજ તે અંગેના નમૂનાઓ અંગે વિશિષ્ટ સગવડો પૂરી પાડે છે. ઔદ્યોગિક અને અન્ય શોધખોળો, ટ્રેડમાર્ક અને ડિઝાઇનને લગતી…
વધુ વાંચો >વુલ્ફલિન, હેઇન્રિખ (Wolfflin, Heinrich)
વુલ્ફલિન, હેઇન્રિખ (Wolfflin, Heinrich) (જ. 1864, વિન્ટર્થુર, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 1945, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિસ કલાઇતિહાસકાર. ઇટાલિયન રેનેસાંસના જર્મન રેનેસાંસ સાથેના તુલનાત્મક અભ્યાસ માટે તથા રેનેસાંસ-કલાના બરોક-કલા સાથેના તુલનાત્મક અભ્યાસ માટે તેઓ જાણીતા છે. ઇતિહાસકારો જેકૉબ બુર્કહાર્ટ (Jacob Burckhardt) અને વિલ્હેમ રીલ (Wilhelm Riehl), ફિલસૂફો વિલ્હેમ ડિલ્થી (Wilhelm Dilthey), ફ્રેડરિક પૉલ્સન…
વધુ વાંચો >વૉર્ટિસિઝમ (Vorticism)
વૉર્ટિસિઝમ (Vorticism) (1908-1918) : વીસમી સદીના પ્રારંભનું બ્રિટિશ કલાનું એક મહત્વનું આંદોલન. લેખક અને ચિત્રકાર પર્સી વિન્ધેમ લૂઇસ (18821957) આ આંદોલનના જન્મદાતા અને નેતા હતા. ‘વૉર્ટેક્સ’ (vortex) શબ્દ ઉપરથી આ આંદોલનનું નામાભિધાન થયું છે. ભાવકને ચકરાવામાં નાંખી દેવાની નેમ લૂઇસની હતી અને તેથી જ વમળના અર્થનો શબ્દ ‘વૉર્ટેક્સ’ આ આંદોલનના…
વધુ વાંચો >શાર્ઙ્ગધર શિલ્પી
શાર્ઙ્ગધર શિલ્પી : ગુજરાતની પશ્ચિમ હિંદની પ્રાચીન વિશિષ્ટ કલાશૈલીના આદ્ય પ્રણેતા. ગુપ્ત સમયની શિલ્પકલાનો વારસો ધરાવનાર કોઈ શાર્ઙ્ગધર નામનો કલાકાર પાટણ આવ્યાની લોકકથા છે. ઈ. સ. 1500ના અરસામાં થયેલા તિબેટના ઇતિહાસકાર બૌદ્ધ લામા તારાનાથે નોંધ્યું છે કે શીલ રાજાના સમયમાં મારવાડમાં શાઙર્ગધર નામે એક મહાન કલાકાર જન્મ્યો હતો. એણે ચિત્રો…
વધુ વાંચો >શાહ, ઉમાકાન્ત
શાહ, ઉમાકાન્ત (જ. 20 માર્ચ 1915; અ. નવેમ્બર 1988) : કલાના પ્રસિદ્ધ ઇતિહાસવિદ અને ભારતીય વિદ્યાના પ્રખર વિદ્વાન. આઝાદી પૂર્વેના ભારતીય વિદ્યાના વિદ્વાનો શિવરામ મૂર્તિ, વાસુદેવશરણ અગ્રવાલ અને મોતીચંદ્રની શ્રેણી જેવા વિદ્વાનોમાં ઉમાકાન્ત શાહનું નામ મૂકી શકાય. ‘એલિમેન્ટ્સ ઑવ્ જૈન આર્ટ’ એ વિષય પર તેમણે પીએચ.ડી. ડિગ્રી માટે સંશોધન કર્યું.…
વધુ વાંચો >સુશર્મા
સુશર્મા : મહાભારતના સમયમાં ત્રિગર્ત દેશનો રાજા. તે શરૂથી કૌરવોના પક્ષમાં હતો અને પાંડવોનો વિરોધી હતો. પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન તેણે વિરાટની ગાયોનું અપહરણ કરીને વિરાટને કેદ કર્યો હતો; પરંતુ ભીમસેને તેને કેદ કરીને યુધિષ્ઠિર સમક્ષ રજૂ કર્યો. યુધિષ્ઠિરે તેને છોડી મૂક્યો. મહાભારતના યુદ્ધમાં તેણે તથા તેના ભાઈઓએ અર્જુનવધની પ્રતિજ્ઞા લીધી…
વધુ વાંચો >સુશોભન-કલા
સુશોભન–કલા કોઈ પણ ભૌતિક વસ્તુની ઉપયોગિતાના મૂલ્યને જાળવીને કલા અને સૌન્દર્યની દૃષ્ટિએ તેમાં થતું ઉમેરણ-સંસ્કરણ. મકાન, પાત્ર, વસ્ત્ર, આભૂષણ વગેરે માનવ માટેની વસ્તુઓમાં માટી, સિમેન્ટ, રેતી, પથ્થર, લાકડું, ચામડું, ધાતુ, હાથીદાંત ને અન્ય હાડકાં, મોતી, કોડી-શંખ-છીપ, ઊન, સૂતર, રેશમ તથા સિન્થેટિક યાર્ન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આવી ચીજવસ્તુઓના નિર્માણમાં…
વધુ વાંચો >સૅન્ડ્રાર્ટ જોઆકિમ (Sandrart Joachim)
સૅન્ડ્રાર્ટ, જોઆકિમ (Sandrart, Joachim) (જ. 1601, ફ્રેન્કફર્ટ, જર્મની; અ. 1688) : જર્મન બરોક ચિત્રકાર અને કલાવિષયક લેખક. ઉટ્રેખ્ટ (Utrecht) નગરમાં ચિત્રકાર ગેરિટ વાન હૉન્થોર્સ્ટ (Gerrit – Van Honthorst) પાસે તેમજ બીજા પણ કેટલાક ચિત્રકારો પાસે તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1627માં પ્રસિદ્ધ બરોક ચિત્રકાર રુબેન્સ સાથે તેમની મુલાકાત થઈ, જે ઘણી…
વધુ વાંચો >સૌંદર્યશાસ્ત્ર
સૌંદર્યશાસ્ત્ર ‘સૌંદર્ય’ જેવી સંજ્ઞા પ્રથમ નજરે ઘણી પરિચિત લાગે છે, સરળ પણ; છતાં ‘સૌંદર્ય’નું અર્થઘટન કરવા બેસીએ છીએ ત્યારે તેના વિવિધ અર્થસંકેતો – વિવિધ અર્થચ્છાયાઓ ઊઘડતી આવે છે. તેનાં બહિર્ અને ચેતનાગત રૂપો, સૌંદર્યવિષયક વિવિધ વિભાવો, સૌંદર્યતત્વનું સમયે સમયે થતું રહેલું પરામર્શન – એ સર્વનો વિચાર કરતાં ત્યારે એ સંજ્ઞાની…
વધુ વાંચો >