Architecture

રાજસ્થાનનું સ્થાપત્ય

રાજસ્થાનનું સ્થાપત્ય : રાજસ્થાન તેના સ્થાપત્યકીય વારસાને લીધે ઘણું જ સમૃદ્ધ છે. આ પ્રદેશમાં બૌદ્ધ સ્તૂપ, હિંદુ-જૈન મંદિરો, મહેલો, કિલ્લાઓ, કીર્તિસ્તંભો, સરોવરો, છત્રીઓ, મસ્જિદો જેવાં અનેક સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે. જયપુર પાસેના બૈરત ગામમાંથી મૌર્યકાલીન એક ઈંટેરી સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે. રાજસ્થાનનાં મંદિરો નાગર શૈલીએ બંધાયાં છે. પ્રાચીન રાજસ્થાનનાં…

વધુ વાંચો >

રાણી ગુફા

રાણી ગુફા : ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામની જૈન ગુફાઓ પૈકીની મુખ્ય ગુફા. ઈ. પૂ. બીજી સદીમાં ઉદયગિરિમાં કંડારાયેલી આ ગુફા ત્યાંની 35 ગુફાઓમાં સહુથી પ્રાચીન હોવા ઉપરાંત તે રચના અને સજાવટની દૃદૃષ્ટિએ ભારતીય ગુફા-સ્થાપત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે. આ ગુફા બે મજલાની છે અને તેની મધ્યમાં ચોક…

વધુ વાંચો >

રાણી સિપ્રીની મસ્જિદ

રાણી સિપ્રીની મસ્જિદ : અમદાવાદમાં આસ્ટોડિયા ચકલામાં આવેલી મસ્જિદ. આ મસ્જિદ મુઝફ્ફરશાહ બીજાના અમલ વખતે (ઈ. સ. 15111526) સુલતાન મહમૂદશાહ બેગડાના પુત્ર અબુબકરખાંની મા રાણી અસનીએ ઈ. સ. 1514માં બંધાવી હતી. ‘સિપ્રી’ એનું બીજું નામ હતું. સલ્તનત સમયના સ્થાપત્યમાં આ મસ્જિદ નાજુકાઈ અને સૌન્દર્ય સહિત પ્રમાણસરની અને આયોજનની દૃષ્ટિએ સંપૂર્ણ…

વધુ વાંચો >

રામલિંગેશ્વર મંદિર (1480)

રામલિંગેશ્વર મંદિર (1480) : આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં તાડીપત્રી ખાતે આવેલાં બે પ્રખ્યાત મંદિરો પૈકીનું એક. તે બગ્ગા રામલિંગેશ્વર મંદિર તરીકે પણ ઓળખાય છે. બીજું મંદિર ચિન્તાલા વેંકટરામન (1509-42) તરીકે જાણીતું છે. બંને મંદિરો પશુ અને અચેતન વસ્તુઓનાં ચિત્રો-શિલ્પો વડે વિપુલ પ્રમાણમાં સુશોભિત કરવામાં આવ્યાં છે. રામલિંગેશ્વર મંદિરના સંકુલમાં ઉત્તર અને…

વધુ વાંચો >

રિટ્વેલ્ડ, ગેરીટ ટૉમસ

રિટ્વેલ્ડ, ગેરીટ ટૉમસ (જ. 1888, યૂટ્રેક્ટ, નેધરલૅન્ડ્ઝ; અ. 1964) : સ્થપતિ અને ફર્નિચર-ડિઝાઇનર. સુથારના પુત્ર. પિતા પાસેથી તાલીમ લીધી. પછી તે કૅબિનેટ રચવામાં ગૂંથાયા. કાષ્ઠ-કારીગર તરીકે કામગીરી શરૂ કરીને 1911માં યૂટ્રેક્ટમાં તેની કાર્યશાળા સ્થાપી. સ્થાપત્યવિષયક અભ્યાસ કર્યા બાદ 1918માં તેમણે ‘રેડ-ઍન્ડ-બ્લૂ’ ખુરસી તરીકે જાણીતા તેમના પોતાના ફર્નિચરની ડિઝાઇન શરૂ કરી.…

વધુ વાંચો >

રિબ

રિબ : છતના બાંધકામમાં જોવા મળતો નિર્ગમિત (projected) થર. સામાન્ય રીતે તેનો આશય બાંધકામને મજબૂત કરવાનો હોય છે, પરંતુ મોટેભાગે તે સુશોભનાત્મક હોય છે. રોમન સ્થાપત્યમાં ગ્રૉઇન્ડ વૉલ્ટમાં તે વિશેષ જોવા મળે છે. વૉલ્ટમાંના નાના ગવાક્ષોને છૂટા પાડવાનું તે કામ કરે છે. થૉમસ પરમાર

વધુ વાંચો >

રિવાઇવલિઝમ

રિવાઇવલિઝમ : પ્રાચીન સ્થાપત્યના પુનરુજ્જીવનની ચળવળ (હિલચાલ). સંસ્કૃતિના પુનરુજ્જીવનનો યુગ (1800–1900). ફ્રાન્સમાં રેનેસાંસ સ્થાપત્યનો છેલ્લો તબક્કો ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોની એમ્પાયર શૈલી; અને ઇંગ્લૅન્ડમાં જ્યૉર્જિયન શૈલી, જેમાં ક્યારેક લગભગ 1820–30માં પ્રચલિત હતી તે આનંદદાયક રીજન્સી શૈલીનો હતો. આ તમામ શૈલીઓ સુસંગતપણે પ્રાચીન ગ્રીક અને લૅટિન સ્થાપત્યનું પુનરુજ્જીવન હતું. પરંતુ ત્યારપછીનાં…

વધુ વાંચો >

રીજ

રીજ : જુઓ વૉલ્ટ.

વધુ વાંચો >

રીમ્ઝ કથીડ્રલ

રીમ્ઝ કથીડ્રલ : ગૉથિક કલા અને સ્થાપત્યનું એક સૌથી ભવ્ય સર્જન. 1211થી 1311 દરમિયાન બંધાયેલ આ કથીડ્રલનું નિર્માણ, ફ્રાન્સના રીમ્ઝ શહેરમાં રાજવીઓના રાજ્યાભિષેકના પરંપરાગત સ્થળે કરવામાં આવ્યું છે. 1210માં આગ લાગ્યા પછી આ કથીડ્રલનું બાંધકામ જ્યાં દ’ ઑરબેઝ નામના સ્થપતિના માર્ગદર્શન હેઠળ 1211માં આરંભાયું. જે જિન લુપે 1231થી 1237 સુધી;…

વધુ વાંચો >

રુદ્રકૂપ

રુદ્રકૂપ : તળાવ સ્થાપત્યનું એક અંગ. માનવસર્જિત તળાવોમાં વરસાદનું પાણી લાવવા માટે નીક બનાવવામાં આવતી. આ પાણીમાં ઘન કચરો પુષ્કળ પ્રમાણમાં રહેતો. આવા ઘન કચરાવાળું પાણી તળાવમાં જો સીધું જ ઠલવાય તો તળાવના તળિયે કચરાનો જમાવ થતો. ધીમે ધીમે આ કચરાનો જમાવ વધી જાય તો તળાવનું તળ ઊંચું આવવાથી તેની…

વધુ વાંચો >