Archeology

લક્ષ્મણસેન સંવત

લક્ષ્મણસેન સંવત : જુઓ સંવત.

વધુ વાંચો >

લલિતપત્તન

લલિતપત્તન : નેપાળમાં આવેલું પ્રાચીન શહેર. તે અત્યારે ‘પાટણ’ તરીકે ઓળખાય છે. ત્યાંના પ્રસિદ્ધ પશુપતિનાથના મંદિરમાંથી લિચ્છવી શાસકોના કેટલાક અભિલેખો મળ્યા છે. નેપાળમાં લિચ્છવીઓના શાસનકાળ દરમિયાન આ શહેરનું ઘણું મહત્વ હતું. મુગટલાલ પોપટલાલ બાવીસી

વધુ વાંચો >

લાગાશ

લાગાશ : પ્રાચીન સુમેરમાં સૌથી વધુ મહત્વનાં પાટનગરોમાંનું એક. તે ટાઇગ્રિસ અને યુફ્રેટીસ નદીઓ વચ્ચેના પ્રદેશમાં ઇરાકમાં આવેલું આધુનિક ટેલો (Telloh) નગર છે. ટેલોના ટેકરાનું પ્રાચીન નામ ગિરસુ (Girsu) હતું; જ્યારે લાગાશ ગિરસુના અગ્નિ ખૂણે આવેલું હતું. પાછળથી લાગાશ આ જિલ્લાનું તથા ગિરસુનું પણ નામ થઈ ગયું. ઈ. સ. 1877…

વધુ વાંચો >

લાંઘણજ

લાંઘણજ : ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું પ્રાગ્-ઐતિહાસિક સંસ્કૃતિ ધરાવતું મહત્વનું કેન્દ્ર. ગુજરાતમાં પ્રાગ્-ઐતિહાસિક શોધ સૌપ્રથમ 1893માં રૉબર્ટ બ્રૂસ દ્વારા થઈ. પ્રાગ્-ઐતિહાસિક કાળના અવશેષો શોધવા 1952, 1954, 1959 અને 1963માં લાંઘણજમાં ખોદકામો કરવામાં આવ્યાં. અહીંના અંધારિયા ટીંબાનું ખોદકામ કરતાં ઠીકરાંઓ ફક્ત સપાટી ઉપરથી જ અને એનાથી ઊંડે 0.9 મીટર સુધી જ…

વધુ વાંચો >

લીકી પરિવાર (Leaky family)

લીકી પરિવાર (Leaky family) : પૂર્વ આફ્રિકામાં માનવ-ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિના અભ્યાસને લગતા જીવાવશેષોની ખોજ અને તે પર સંશોધન કરનાર એક જ પરિવારનાં ત્રણ નામાંકિત નૃવંશશાસ્ત્રીઓ (anthropologists) પતિ, પત્ની અને પુત્ર  લુઈ લીકી, મ@રી લીકી અને રિચાર્ડ લીકી. (1) લુઈ સેમોર બૅઝેટ લીકી (જ. 1903; અ. 1972) : માનવ-ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિની…

વધુ વાંચો >

લોથલ

લોથલ : ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામની સીમમાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે આવેલું લોથલ અમદાવાદથી 80 કિમી. દૂર છે. ભૌગોલિક સ્થાન 22° 31´ ઉ. અ. અને 72° 15´ પૂ. રે. એક સમયે આ સ્થળેથી દરિયો 5 કિમી. દૂર હતો. હાલ 18 કિમી.થી પણ…

વધુ વાંચો >

લોરિયા-નંદનગઢ

લોરિયા-નંદનગઢ (જિ. ચંપારણ, બિહાર) : બૌદ્ધ પુરાવશેષોનાં કેન્દ્રો. આ બંને સ્થળેથી બૌદ્ધ ધર્મને લગતા પુરાવશેષો પ્રાપ્ત થયા છે. બેટ્ટઇથી 25 કિમી. દૂર ઉત્તરપૂર્વમાં આવેલ આ નગર બુદ્ધના સમયમાં ‘અલ્લકપ્પ’ કે ‘અલપ્પા’ નામે ઓળખાતું હતું. લોરિયા ગામેથી અશોકનો લેખયુક્ત એક શિલાસ્તંભ અને 15 સ્તૂપો પ્રાપ્ત થયા છે. આ સ્તૂપો ત્રણ હરોળમાં…

વધુ વાંચો >

લૌકિક સંવત

લૌકિક સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

વડોદરા રાજ્યના સિક્કા

વડોદરા રાજ્યના સિક્કા : વડોદરાના ગાયકવાડી રાજ્ય માટે ચલણમાં મૂકેલા બાબાશાહી (ગાયકવાડી) સિક્કા. વડોદરાનું રાજ્ય ઈ. સ. 1732માં દમાજીરાવ ગાયકવાડે સ્થાપેલું. સયાજીરાવ -1લાના મુતાલિક ફતેહસિંહરાવ ગાયકવાડે સર્વપ્રથમ વાર વડોદરા રાજ્ય માટે સિક્કા પડાવ્યા. તેઓ ‘બાબાસાહેબ’ને નામે ઓળખાતા. આથી તેમના નામ પરથી વડોદરાનો રૂપિયો ‘બાબાશાહી રૂપિયો’ નામે પ્રખ્યાત થયો. કંપની સરકારના…

વધુ વાંચો >

વત્સ, માધવસ્વરૂપ

વત્સ, માધવસ્વરૂપ : સિંધુ સંસ્કૃતિના પ્રખ્યાત નગર મોહેં-જો-દડોના ખોદકામ દરમિયાન (1923-1926) જૉન માર્ટાલના પ્રમુખ સહાયક. આ પછીથી હડપ્પાના ખોદકામના એક વિભાગનું સ્વતંત્ર સંચાલન પણ તેમણે કરેલું. 1926થી 1934 દરમિયાન એમણે કરેલ ખોદકામમાં અનેક મહત્વની બાબતો પ્રકાશમાં આવી. હડપ્પાના ટીંબા-Fનું લગભગ સંપૂર્ણ અને સ્વતંત્ર ઉત્ખનન વત્સનું રહ્યું છે. લે આઉટ ઑવ્…

વધુ વાંચો >