Allopathy
યકૃતશોથ, મદ્યપાનજન્ય (alcoholic hepatitis) :
યકૃતશોથ, મદ્યપાનજન્ય (alcoholic hepatitis) : દારૂને કારણે યકૃત(liver)માં ઉદભવતા ઉગ્ર તથા દીર્ઘકાલી શોથ (inflammation) અને કોષનાશ(necrosis)ની પ્રતિક્રિયા. ચેપ, ભૌતિક અથવા રાસાયણિક ઈજા પછી શરીરમાં પ્રતિભાવરૂપે જે પ્રતિક્રિયા ઉદભવે છે, તેને શોથ (inflammation) કહે છે. તે સમયે તે સ્થળે લોહીનું પરિભ્રમણ અને લોહીના કોષોનો ભરાવો થાય છે. તેથી ત્યાં સોજો આવે…
વધુ વાંચો >યાકૂબ, મૅગ્દી હબીબ, સર
યાકૂબ, મૅગ્દી હબીબ, સર (જ. 1935, કેરો) : હૃદયને લગતી શસ્ત્રક્રિયાના નામી સર્જ્યન. તેમણે કેરો યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને શિકાગો ખાતે અધ્યાપન કર્યું. ત્યારબાદ બ્રિટન ગયા અને ત્યાં 1969થી હેરફિલ્ડ હૉસ્પિટલ ખાતે હૃદય-વક્ષ:સ્થળ(cardio-thoracic)ના સલાહકાર સર્જન નિમાયા. વળી 1992થી તેમણે તબીબી સંશોધન તથા શિક્ષણ વિભાગના નિયામક તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો. 1986માં…
વધુ વાંચો >યુગ્મ પાગલતા
યુગ્મ પાગલતા : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા.
વધુ વાંચો >યુરિમિયા
યુરિમિયા : જુઓ મૂત્રપિંડ નિષ્ફળતા દીર્ઘકાલી
વધુ વાંચો >યુરિયા રુધિર સપાટી
યુરિયા રુધિર સપાટી : જુઓ મૂત્રપિંડ નિષ્ફળતા દીર્ધકાલી
વધુ વાંચો >યૅલો, રોઝાલિન
યૅલો, રોઝાલિન (જ. 19 જુલાઈ 1921, બ્રૉન્ક્સ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : સન 1977ના નોબેલ પારિતોષિકનાં રૉજર ચાર્લ્સ લુઈ ગિલેમિન તથા ઍન્ડ્રૂ વિક્ટર સ્કેલી સાથેનાં વિજેતા. ઇન્સ્યુલિન જેવા પેપ્ટાઇડ અંત:સ્રાવોના વિકિરણસંલગ્ન પ્રતિરક્ષી આમાપન(radio-immuno assay, RIA)ના કરેલા સંશોધન માટે તેમને આ સન્માન પ્રાપ્ત થયું હતું. મૂળ પરમાણુનાભિલક્ષી ભૌતિકવિદ્યા(nuclear physics)નાં નિષ્ણાત એવાં આ સન્નારીને…
વધુ વાંચો >યૌવનારંભ (puberty)
યૌવનારંભ (puberty) : પુખ્ત વયના લૈંગિક (જાતીય) જીવનનો પ્રારંભ. સ્ત્રીઓમાં ઋતુસ્રાવ થવો શરૂ થાય તેને ઋતુસ્રાવારંભ (menarche) કહે છે. યૌવનારંભ પુરુષ અને સ્ત્રી બંનેને થાય છે. સામાન્ય રીતે 8 વર્ષની વયથી મગજના નીચલા ભાગમાં આવેલી પીયૂષિકાગ્રંથિ(pituitary gland)માં જનનાંડપોષી અંત:સ્રાવ(gonadotrophic hormone)નું ઉત્પાદન વધવા માંડે છે અને તેથી 11થી 16 વર્ષના ગાળામાં…
વધુ વાંચો >રક્તકોષઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR)
રક્તકોષઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR) : ઊભી કાચની નળીમાં લોહીને ગંઠાઈ ન જાય તેવા દ્રવ્ય સાથે ભરીને મૂકવાથી તેમાંનાં ઘનદ્રવ્યોનો નીચેની તરફ ઠરવાનો દર. લોહી જ્યારે નસમાં વહેતું હોય છે ત્યારે તેમાંનાં ઘનદ્રવ્યો, મુખ્યત્વે રક્તકોષો, એકસરખી રીતે રુધિરપ્રરસ(blood plasma)માં નિલંબિત (suspended) રહે છે. પરંતુ જ્યારે શરીરમાંથી બહાર કઢાયેલા લોહીને તે…
વધુ વાંચો >રક્તકોષભક્ષિતા રોગ (systemic lupus erythematosus)
રક્તકોષભક્ષિતા રોગ (systemic lupus erythematosus) : વિવિધ અવયવી તંત્રોને અસર કરતો શોથકારક સ્વકોષઘ્ની વિકાર. પેશીમાં પીડાકારક સોજો આવે તેવા વિકારને શોથ (inflammation) કહે છે. બાહ્ય દ્રવ્યો (પ્રતિજન, antigen) સામે રક્ષણ આપવા માટે શરીરમાં પ્રતિદ્રવ્યો (antibodies) બને છે. તેમની વચ્ચે થતી પ્રતિક્રિયાને કારણે બાહ્ય દ્રવ્યોને શરીરનું નુકસાન કરતાં અટકાવી શકાય છે.…
વધુ વાંચો >