Allopathy

મૂર્ચ્છા (syncope)

મૂર્ચ્છા (syncope) : અચાનક થઈ આવતી અલ્પકાલીન બેભાનાવસ્થા અને મગજના રુધિરાભિસરણની અપર્યાપ્તતા(inadequacy)ને કારણે અંગવિન્યાસ (posture) જાળવી રાખવાની ટૂંકા સમયની મુશ્કેલી. વ્યક્તિના ઊઠવા-બેસવાના અંગઢંગને અંગવિન્યાસ કહે છે. મૂર્ચ્છામાં વ્યક્તિ પોતાના દેહની સ્થિતિ યથાવત્ જાળવી શકતી નથી. મૂર્ચ્છા થયા પછી સામાન્ય રીતે કોઈ પણ સારવાર કે પુનશ્ચેતન(resuscitation)ની ક્રિયા કર્યા વગર ટૂંકા સમયમાં…

વધુ વાંચો >

મૃતશિશુજન્મ

મૃતશિશુજન્મ (still birth) : 24 અઠવાડિયાંના ગર્ભાશયી કાળ પછી મૃત્યુ પામેલા ગર્ભશિશુ(foetus)નો પ્રસવ થવો તે. આમ ગર્ભશિશુ ગર્ભાશયમાં કે પ્રસવસમયે મૃત્યુ પામે અને જ્યારે અવતરે ત્યારે મૃત હોય તો તેને મૃતશિશુજન્મ કહે છે. તેને ગર્ભપાત (24 અઠવાડિયાં પહેલાંનું મૃત્યુ) અને સજીવજન્મ(જન્મ વખતે જીવતું શિશુ)થી અલગ પાડવામાં આવે છે. જો તેનું…

વધુ વાંચો >

મૃત્યુ

મૃત્યુ ચેતાતંત્ર, રુધિરાભિસરણતંત્ર અને શ્વસનતંત્રની ક્રિયાઓનું કાયમી અને અનિવર્તનીય (irreversible) સ્વરૂપે એટલે કે ફરીથી શરૂ ન થઈ શકે તેવી રીતે બંધ થવું તે. અગાઉ તબીબો રુધિરાભિસરણ (circulation) સંપૂર્ણપણે બંધ થાય અને તેથી પ્રાણીય અને જૈવિક ક્રિયાઓ અટકી પડે તો તેને મૃત્યુ કહેતા હતા; પરંતુ કૃત્રિમ સાધનો વડે શ્વસન અને રુધિરાભિસરણને…

વધુ વાંચો >

મૃત્યુ તત્કાળ

મૃત્યુ તત્કાળ : જુઓ, મૃત્યુ.

વધુ વાંચો >

મૃત્યુ, મસ્તિષ્કી (brain death)

મૃત્યુ, મસ્તિષ્કી (brain death) : મગજનાં બધાં જ કાર્યો કાયમી ધોરણે બંધ થવાથી થતું મૃત્યુ. શ્વસનકાર્ય અને હૃદય બંધ થવાથી મગજનું કાર્ય પણ અટકે છે અને મૃત્યુ થાય છે તેમ મગજનાં બધાં જ કાર્યો કાયમી ધોરણે બંધ થવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા અને હૃદયનું કાર્ય પણ બંધ થાય છે. તેથી તેવી સ્થિતિમાં…

વધુ વાંચો >

મૃદુપેશીસરણ, મસ્તિષ્કી

મૃદુપેશીસરણ, મસ્તિષ્કી (cerebral hermiation) : મગજના કોઈ ભાગનું ખોપરીમાં કે ખોપરીની બહાર સરકવું તે. ખોપરી (કર્પર, cranium) એક હાડકાંની બનેલી બંધ દાબડી જેવી છે. તેમાં મોટા મગજ(ગુરુમસ્તિષ્ક, cerebrum)ના બે અર્ધગોલ (hemispheres), નાનું મગજ (લઘુમસ્તિષ્ક, cerebellum) તથા મસ્તિષ્ક-પ્રકાંડ (brain stem) આવેલાં છે. મોટા મગજ અને નાના મગજ વચ્ચે એક ર્દઢતાનિકા (duramater)…

વધુ વાંચો >

મૅકનિકૉવ, ઇલ્યા ઇલિચ (Mechnikov, Ilya Ilyich)

મૅકનિકૉવ, ઇલ્યા ઇલિચ (Mechnikov, Ilya Ilyich) (જ. 15 મે 1845, ખર્કૉવ પાસે, યુક્રેન અ. 16 જુલાઈ 1916, પૅરિસ) : રશિયન ફ્રેંચ જીવવિદ. પૉલ એહર્લિકની સાથે પ્રતિરક્ષાવિદ્યા(immunology)માં સંશોધન કરવા માટે તેમને સન 1908નો મેડિસિન અને ફિઝિયોલૉજીના વિષયનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. તેઓ રશિયા અને જર્મનીમાં ભણ્યા હતા. તેમણે મેસિના(ઇટાલી)નો સંશોધન-પ્રવાસ કર્યો…

વધુ વાંચો >

મૅક્લિઑડ, જૉન જેમ્સ રિચાર્ડ

મૅક્લિઑડ, જૉન જેમ્સ રિચાર્ડ (જ. 6 સપ્ટેમ્બર 1876, પર્થશાયર, સ્કૉટલૅન્ડ; અ. 16 માર્ચ 1935, ઍબર્ડીન) : સન 1923ના તબીબી અને દેહધાર્મિકવિદ્યાના સર ફ્રેડ્રિક ગ્રાન્ટ બેન્ટિંગ સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને ઇન્સ્યુલિનની શોધ માટે આ સન્માન એનાયત થયું હતું. કૅનેડિયન રાષ્ટ્રીયતા ધરાવતા આ વિદ્વાન ઍબર્ડીન ખાતે તબીબી વિદ્યા ભણી 1898માં સ્નાતકની…

વધુ વાંચો >

મેક્લિન્ટોક, બાર્બરા

મેક્લિન્ટોક, બાર્બરા : જુઓ, બાર્બરા મેક્લિન્ટોક.

વધુ વાંચો >

મેટ્રોનિડેઝોલ

મેટ્રોનિડેઝોલ : અમીબા તથા અન્ય પ્રજીવો તેમજ અજારક જીવાણુઓ(anaerobic bacteria)થી લાગતા ચેપની સારવાર અને પૂર્વનિવારણ(prevention)માં વપરાતું ઔષધ. સન 1955માં નકામુરા(Nakamura)એ સૌપ્રથમ 2-નાઇટ્રેઇમિડેઝોલ(એઝોમાયસિન)ની ટ્રાઇકૉમોનાસ નામના પ્રજીવ(protozoa)ને મારી શકવાની ક્ષમતા દર્શાવી. તેને કારણે નાઇટ્રોઇમિડેઝોલ જૂથનાં વિવિધ સંયોજનોનું સંશ્લેષણ (synthesis) શરૂ થયું. તેમાંનું એક રસાયણ, 1(β–હાઇડ્રૉક્સિઇથાઇલ)–2–મિથાઇલ–5–નાઇટ્રોઇમિડેઝોલને હાલ મેટ્રોનિડેઝોલ કહે છે. તે ઍન્ટામિબા હિસ્ટૉલિટિકા…

વધુ વાંચો >