Allopathy

બાળરોગો

બાળરોગો : જુઓ રોગો, બાળકોના

વધુ વાંચો >

બાળલકવો

બાળલકવો (poliomyelitis) : એક પ્રકારના વિષાણુ(virus)ના ચેપ વડે બાળકોમાં સ્નાયુઓનો લકવો કરતો રોગ. તે ટૂંકા સમયમાં ઉદભવતો એક ઉગ્ર (acute) ચેપી રોગ છે. તેનો વિષાણુ આંત્રવિષાણુ (enterovirus) જૂથનો સભ્ય છે અને વિશ્વના મોટાભાગના પ્રદેશોમાં વ્યાપક સ્વરૂપે વારંવાર દેખા દે છે. તેનાથી અસરગ્રસ્ત કિસ્સા જે તે વિસ્તારમાં સ્થાયી સ્વરૂપે (endemic) જોવા…

વધુ વાંચો >

બાળશોષ

બાળશોષ (marasmus) : પાતળા પડેલા સ્નાયુવાળો તથા હાડકાંને જાણે ઢીલી કરચલીવાળી ચામડી વડે વીંટાળ્યાં હોય એવો દેખાવ ઉપજાવતો, ઉમરના પ્રમાણમાં 60 % કે તેથી ઓછું વજન ધરાવતો, ફૂલેલા પેટવાળો, અતિશય ભૂખ તથા અકળામણ(irritation)નાં લક્ષણો દર્શાવતો બાળકોનો રોગ. તેને શિશૂર્જા-ઊણપ પણ કહે છે (વિશ્વકોશ ખંડ 10, પૃ. 514–524 : ન્યૂનતાજન્ય રોગો).…

વધુ વાંચો >

બિશપ, જે. એમ.

બિશપ, જે. એમ. : ઈ. સ. 1989ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારવિજેતા. એચ. ઈ. વૅર્મસ (Varmus) અને જે. એમ. બિશપને કૅન્સર કરતા જનીનો અંગેના સંશોધનને કારણે આ સન્માન પ્રાપ્ત થયું છે. તેમણે સાનફ્રાન્સિસ્કો ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં સિત્તેરના દાયકાના મધ્યભાગમાં વિવિધ પ્રયોગો કરીને  જનીનો અને કૅન્સર વચ્ચેનો સંબંધ શોધવા…

વધુ વાંચો >

બીટારોધકો

બીટારોધકો (betablockers) : લોહીનું દબાણ, હૃદયના વિવિધ રોગો ઉપરાંત અન્ય વિકારોમાં વપરાતાં ઔષધો. કેન્દ્રીય ચેતાતંત્રથી સ્વાયત્ત હોય એવા ચેતાતંત્રને સ્વાયત્ત ચેતાતંત્ર અથવા અનૈચ્છિક ચેતાતંત્ર (involuntary nervous system) કહે છે. તેના 2 વિભાગ છે : અનુકંપી ચેતાતંત્ર (sympathetic nervous system) અને પરાનુકંપી ચેતાતંત્ર (para sympathetic nervous system). બંને ચેતાતંત્રોની વિવિધ અવયવોના…

વધુ વાંચો >

બીડલ, જ્યૉર્જ વેલ્સ

બીડલ, જ્યૉર્જ વેલ્સ (જ. 22 ઑક્ટોબર 1903, વાહો (Wahot), નેબ્રાસ્કા, યુ.એસ.; અ. 9 જૂન 1989) : વિશ્વવિખ્યાત અમેરિકન જનીનશાસ્ત્રી અને નોબેલ પારિતોષિકવિજેતા. તેમણે જૈવ-રાસાયણિક જનીનશાસ્ત્રના ક્ષેત્રે મહત્વનું સંશોધન કરી જૈવ-રાસાયણિક જનીનવિદ્યા(biochemical genetics)નો ‘જનીનો પાયો નાંખ્યો. ‘જનીનો ઉત્સેચકોની રચના નક્કી કરે છે અને તેમની ચયાપચયી પ્રક્રિયા દ્વારા આનુવંશિક લક્ષણો ઉદભવે છે’…

વધુ વાંચો >

બેકેસી, જ્યૉર્જ ફૉન

બેકેસી, જ્યૉર્જ ફૉન (જ. 3 જૂન 1899, બુડાપેસ્ટ, હંગેરી; અ. 13 જૂન 1972, હૉનોલુલુ) : ઈ. સ. 1961ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારવિજેતા. કાન દ્વારા સાંભળવાની ક્રિયા અંગે તેમણે સંશોધનકાર્ય હતું. તેઓ બર્ન યુનિવર્સિટી ખાતે રસાયણશાસ્ત્ર ભણ્યા હતા અને તેમણે બુડાપેસ્ટ યુનિવર્સિટીમાંથી 1923ની સાલમાં ભૌતિકશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ…

વધુ વાંચો >

બેન, ગૉટ ફ્રાઇડ

બેન, ગૉટ ફ્રાઇડ (જ. 1886, મૅન્સફિલ્ડ, જર્મની; અ. 1956) : જર્મનીના મહત્વના કવિ અને શરીરરચનાશાસ્ત્રી. યુવાન વયમાં જ તેઓ નાસ્તિવાદ (nihilism) તરફ આકર્ષાયા. પછીથી તેઓ બીજા કેટલાક બુદ્ધિવાદીઓની જેમ નાઝીવાદી સિદ્ધાંતોની તરફેણ કરવા લાગ્યા. મૈથુનથી થતા ચેપી રોગો અંગેના વિજ્ઞાનનું શિક્ષણ લીધેલું પણ તેમણે પ્રવૃત્તિ તો આદરી અભિવ્યક્તિવાદી કાવ્યલેખનની; તેમાંય…

વધુ વાંચો >

બેનાસરફ, બરુજ

બેનાસરફ, બરુજ (Benacerraf, Baruj) (જ. 29 ઑક્ટોબર 1920, કૅરેકસ, વેનેઝુએલા) : ઈ. સ. 1980ના તબીબી વિદ્યા અને દેહધાર્મિક વિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. જીન ડૉસેટ અને જ્યૉર્જ ડી. સ્નેલ સાથે તેમણે કોષની સપાટી પરની અને જનીનો દ્વારા નિયંત્રિત પ્રતિરક્ષાલક્ષી સંરચનાઓ અંગે સંશોધન કરવા માટે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેઓ 1940માં…

વધુ વાંચો >

બૅન્ટિંગ, ફ્રેડરિક ગ્રાન્ટ (સર)

બૅન્ટિંગ, ફ્રેડરિક ગ્રાન્ટ (સર) (જ. 14 નવેમ્બર 1891, ઍલિસ્ટન, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 21 ફેબ્રુઆરી 1941, ન્યૂફાઉન્ડલૅન્ડ) : ઇન્સ્યુલિનની શોધ માટે 1923ના દેહધાર્મિક વિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના સહવિજેતા હતા જૉન જેમ્સ રિચાર્ડ મૅક્લિયૉડ. બૅન્ટિંગ કૅનેડિયન દેહધર્મવિદ્ (physiologist) હતા. તેઓએ ટૉરેન્ટોમાં તબીબી વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ…

વધુ વાંચો >