Allopathy

ફેફસીશોફ, રેણુજન્ય

ફેફસીશોફ, રેણુજન્ય : જુઓ શ્વસનતંત્ર (માનવ)

વધુ વાંચો >

ફેલોપિયસ, ગેબ્રિયલ

ફેલોપિયસ, ગેબ્રિયલ (જ. 1523, મોડેના; અ. 1562, પાદુઆ) : સોળમી સદીના ઇટાલીના એક અત્યંત જાણીતા શરીર રચનાશાસ્ત્રના વિદ્વાન (anatomist). તેમણે કારકિર્દીની શરૂઆત મોડેનાના ખ્રિસ્તી ધર્માધિકારી (canon of cathedral) તરીકે કરી. ત્યારબાદ ફેરારા વિશ્વવિદ્યાલયમાં તેમણે વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો અને સમય જતાં ત્યાં શરીરરચનાશાસ્ત્રના શિક્ષક તરીકે નિમાયા. ત્યારબાદ પીસા (1548–51) અને…

વધુ વાંચો >

ફૉર્સમૅન, વર્નર

ફૉર્સમૅન, વર્નર (જ. 29 ઑગસ્ટ 1904, બર્લિન; અ. 1 જૂન 1979, સ્કૉપ્ફેમ) : જર્મનીના ખ્યાતનામ સર્જ્યન. બર્લિનમાં માધ્યમિક શાળામાં તેમણે અભ્યાસ કર્યો હતો. 1922માં તેઓ બર્લિન યુનિવર્સિટીમાં ઔષધવિજ્ઞાનનો અભ્યાસ કરવા ગયા. 1929માં તેમણે ‘સ્ટેટ એક્ઝામિનેશન’ પાસ કરી. સર્જરી અંગે ક્લિનિકલ શિક્ષણ મેળવવા તેઓ 1929માં બર્લિન નજીકના ‘ઑગસ્ટ વિક્ટૉરિયા હોમ’માં ગયા.…

વધુ વાંચો >

ફ્રાન્કોઇ, બાર-સિનોસિ

ફ્રાન્કોઇ, બાર-સિનોસિ (જ. 30 જુલાઈ 1947, પૅરિસ, ફ્રાન્સ) : આયુર્વિજ્ઞાનમાં 2008ના વર્ષના નોબેલ પુરસ્કારનાં સહવિજેતા ફ્રેન્ચ મહિલા વિષાણુવિજ્ઞાની (virologist). તે પૅસ્ટર ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસમાં વિષાણુવિજ્ઞાની તરીકે અને ધ યુનાઇત દ રૅગ્યુલેશન દે ઇન્ફેક્શિયસ રીત્રોવિરેલ, પૅસ્ટર ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસનાં નિયામક છે. તે પૅસ્ટર ઇન્સ્ટિટ્યૂટમાં 1970ના દાયકાની શરૂઆતમાં જોડાયાં. તેમનાં સંશોધનો વાઇરસના વિશિષ્ટ સમૂહ–રીટ્રોવાઇરસ…

વધુ વાંચો >

ફ્રાયર, ડૉ. જૉન

ફ્રાયર, ડૉ. જૉન (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ) : સૂરતમાં અંગ્રેજોની કોઠીનો સર્જ્યન. તે સૂરતમાં 1674થી 1691 દરમિયાન બે વાર આવીને રહ્યો હતો. એણે ‘એ ન્યૂ એકાઉન્ટ ઑવ્ ઈસ્ટ ઇન્ડિયા ઍન્ડ પર્શિયા’ નામના પોતાના ગ્રંથોમાં સૂરતની અંગ્રેજ કોઠીના વહીવટ વિશે તેમજ ત્યાંના ફુરજા તથા ટંકશાળ વિશે વિગતવાર માહિતી આપી છે. સૂરતના દુર્ગની…

વધુ વાંચો >

ફ્રેકોસ્ટોરો ગિરોલામો

ફ્રેકોસ્ટોરો ગિરોલામો (જ. 1478, વેરોના, ઇટાલી; અ. 8 ઑગસ્ટ, 1553) : ‘હિરોનિમસ ફ્રેકેસ્ટોરિયસ’ તરીકે ઓળખાતા એક રોગચિકિત્સક, સાહિત્યકાર અને ખગોળશાસ્ત્રી. તેમની પ્રતિભા વિવિધમુખી હતી. યુરોપમાં 1300થી 1600નો સમયગાળો રેનેસાંસ તરીકે ઓળખાય છે. તે સમયમાં યુરોપમાં સાહિત્ય, કલા, ખગોળ અને તબીબી ક્ષેત્રે ખૂબ પ્રગતિ સાધેલી જણાય છે. પેડુઆ યુનિવર્સિટીમાં ફ્રેકોસ્ટોરો જાણીતા…

વધુ વાંચો >

ફ્રેઝર, ઇયાન

ફ્રેઝર, ઇયાન (જ. 6 જાન્યુઆરી 1953, ગ્લેસ્ગો, સ્કૉટલૅન્ડ) : ચિકિત્સીય પ્રતિરક્ષાવિજ્ઞાની. તેમણે 1977માં આયુર્વિજ્ઞાનીય ઉપાધિ ઍડિનબરો યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી; જ્યાં કાયચિકિત્સક (physician) અને ચિકિત્સીય પ્રતિરક્ષાવિજ્ઞાની તરીકેનું પ્રશિક્ષણ મેળવ્યું. 1981માં તેમણે ઑસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યું અને 1998માં ત્યાંના નાગરિક બન્યા. 1980ના દસકાના પ્રારંભમાં હિપેટાઇટિસ બી વાઇરસ પર વૉલ્ટર ઍન્ડ ઍલિઝા હૉલ ઇન્સ્ટિટ્યૂટ,…

વધુ વાંચો >

ફ્લૉરી, હાવર્ડ વૉલ્ટર

ફ્લૉરી, હાવર્ડ વૉલ્ટર (જ. 24 સપ્ટેમ્બર 1898, ઍડિલેડ, ઑસ્ટ્રેલિયા; અ. 21 ફેબ્રુઆરી 1968, ઑક્સફર્ડ) : ઑસ્ટ્રેલિયાના નામી શરીર-રોગવિજ્ઞાની. તેમણે અર્ન્સ્ટ બૉરિસ ચેનના સહયોગથી (1928માં ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગે શોધી કાઢેલા) પેનિસિલીનને તબીબી સારવારના ઉપયોગ માટે છૂટું પાડ્યું અને તેનું વિશુદ્ધ રૂપ પ્રયોજ્યું. તેમણે ઔષધવિજ્ઞાનનો ઍડિલેડ અને ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. તે…

વધુ વાંચો >

ફલ્યુરોમયતા (flurosis)

ફલ્યુરોમયતા (flurosis) : લાંબા સમય સુધી પીવાના પાણીમાં ભારે માત્રામાં ફ્લોરાઇડ દ્રવ્યોને લેવાથી થતો રોગ. ચોક્કસ વિસ્તારના અનેક લોકો એક જ પ્રકારના જળાશયમાંથી પાણી લેતા હોય છે. તેને કારણે સ્થાનિક ર્દષ્ટિએ એક વ્યાપક અને વસ્તીસ્થાયી રોગ (endemic disease) તરીકે તે જોવા મળે છે. મુખ્યત્વે તે હાડકાંને નબળાં તથા પોચાં કરે…

વધુ વાંચો >

બચાવ-પ્રવિધિઓ (શારીરિક)

બચાવ-પ્રવિધિઓ (શારીરિક) : જુઓ પ્રતિરક્ષા

વધુ વાંચો >