Allopathy

ચુંબકીય અનુનાદ ચિત્રણ (magnetic resonance imaging, MRI)

ચુંબકીય અનુનાદ ચિત્રણ (magnetic resonance imaging, MRI) : અતિઅસરકારક ચુંબકીય ક્ષેત્રમાં શરીરમાંના પરમાણુઓની જે ગોઠવણી થાય છે તેનાં કમ્પ્યૂટર વડે ચિત્રણો મેળવવાની નિદાનલક્ષી પદ્ધતિ. તે એક અતિ આધુનિક નિદાનપદ્ધતિ છે. તેમાં શરીર માટે બે સુરક્ષિત બળોનો ઉપયોગ થાય છે — (1) ચુંબકીય ક્ષેત્ર તથા (2) રેડિયો ફ્રીક્વન્સી. તેના વડે શરીરની…

વધુ વાંચો >

ચેતા-આવેગ (nerve impulse)

ચેતા-આવેગ (nerve impulse) : ચેતાતંતુ(જ્ઞાનતંતુ)ના એક છેડે પ્રાપ્ત થયેલી ઉત્તેજનાને તેના બીજા છેડે પહોંચાડતો તરંગ. મગજમાંના કે અન્ય ચેતાકેન્દ્રોમાંના સંદેશાને સ્નાયુઓ કે ગ્રંથિ સુધી લઈ જતા તથા ચામડી અને અન્ય ઇન્દ્રિયો દ્વારા મેળવાતી સંવેદનાઓ(sensations)ને મગજ સુધી લઈ જવા માટે ચેતાઓમાં આવેગ (impulse) ઉત્પન્ન થાય છે. યાંત્રિક, ગરમીજન્ય, રાસાયણિક કે વીજળિક…

વધુ વાંચો >

ચેતાકોષ

ચેતાકોષ : જુઓ ચેતાતંત્ર (માનવ)

વધુ વાંચો >

ચેતાઘાતી મૂત્રાશય (neurogenic bladder)

ચેતાઘાતી મૂત્રાશય (neurogenic bladder) : ચેતાતંત્રના વિકારને કારણે થતો મૂત્રાશયનો વિકાર. મૂત્રમાર્ગમાં મૂત્રાશયનું અગત્યનું સ્થાન છે. મૂત્રપિંડમાં બનેલો પેશાબ મૂત્રપિંડનળીઓ (ureters) દ્વારા તે મેળવે છે અને થોડાક સમય માટે તેનો સંગ્રહ કરે છે. સામાજિક રીતે યોગ્ય હોય ત્યારે અને ત્યાં તેનો મૂત્રાશયનળી (urethra) દ્વારા નિકાલ કરે છે. તેને કારણે પેશાબ…

વધુ વાંચો >

ચેતાતંતુ-અર્બુદતા (neurofibromatosis)

ચેતાતંતુ-અર્બુદતા (neurofibromatosis) : ચેતાઓની ગાંઠોનો વિકાર. તે ચેતાઓ, ચામડી તથા હાડકાં, અંત:સ્રાવી ગ્રંથિઓ (endocrine glands) અને લોહીની નસોને અસર કરતો એક ચેતાત્વકીય (neurocutaneous) જૂથનો વિકાર છે. ચેતાત્વકીય જૂથના વિકારોમાં ચેતાઓ અને ચામડીમાં વિષમતાઓ ઉદભવે છે અને એ જન્મજાત હોય છે. તેના 20થી વધુ પ્રકારો હોય છે જેમાં ચેતાતંતુ-અર્બુદતા, ગંડિકાકારી તંતુકાઠિન્ય…

વધુ વાંચો >

ચેતાતંત્ર (માનવ)

ચેતાતંત્ર (માનવ) શરીરની દરેક પ્રકારની પ્રક્રિયાઓનું નિયંત્રણ કરતું તંત્ર. શરીરની આંતરિક પરિસ્થિતિનું નિયંત્રણ બે તંત્રો કરે છે – (1) ચેતાતંત્ર (જ્ઞાનતંત્ર) અને (2) અંત:સ્રાવી (endocrine) ગ્રંથિતંત્ર. અંત:સ્રાવી ગ્રંથિતંત્ર વિવિધ પ્રકારનાં રસાયણો (અંત:સ્રાવો, hormones) ઉત્પન્ન કરીને તથા તેમને સીધા લોહીમાં વહાવીને શરીરની ક્રિયાઓનું રાસાયણિક પદ્ધતિથી નિયમન કરે છે. ચેતાતંત્રની પ્રક્રિયાઓ વિદ્યુતભાર(electrical…

વધુ વાંચો >

ચેતાપીડ, ત્રિશાખી (trigeminal neuralgia)

ચેતાપીડ, ત્રિશાખી (trigeminal neuralgia) : મગજમાંથી નીકળતી પાંચમી કર્પરી ચેતા(carnial nerve)ના ક્ષેત્રનો દુખાવો. પાંચમી કર્પરી ચેતાને 3 શાખાઓ છે અને તેથી તેને ત્રિશાખી ચેતા (trigeminal nerve) કહે છે. તેની ઉપલી શાખા કપાળના ભાગમાંની, વચલી શાખા ચહેરાના ઉપલા જડબાના ભાગમાંની તથા નીચલી શાખા ચહેરાના નીચલા જડબાના ભાગમાંની સંવેદનાઓનું વહન કરે છે.…

વધુ વાંચો >

ચેતારોધ (nerve block)

ચેતારોધ (nerve block) : સ્થાનિક સંવેદનાઓ લઈ જતી ચેતામાં અથવા તેની આસપાસ દવાનું ઇન્જેક્શન આપીને દુખાવો મટાડવો તે. જે વિસ્તારમાં દુખાવો થતો હોય તેની સંવેદનાનું વહન કરતી ચેતા કે ચેતાઓના સમૂહને આ પદ્ધતિ દ્વારા નિષ્ક્રિય કરાય છે. કરોડરજ્જુની આસપાસ 3 આવરણો છે અને તેમને તાનિકા (meninges) કહે છે. તેમનાં નામ…

વધુ વાંચો >

ચેતાવહનવેગ

ચેતાવહનવેગ : જુઓ ચેતાઆવેગ

વધુ વાંચો >

ચેતા-સ્નાયુ-સંગમ (neuro-muscular junction)

ચેતા-સ્નાયુ-સંગમ (neuro-muscular junction) : ચેતાતંતુ (જ્ઞાનતંતુ) અને સ્નાયુકોષ વચ્ચેનું જોડાણ. ચેતામાં વહેતો આવેગ કાં તો બીજા ચેતાતંતુમાં જાય છે અથવા તો તે સ્નાયુકોષ પર જાય છે અને ત્યાં તેના પરિણામ રૂપે, અનુક્રમે ચેતા-આવેગ અથવા સ્નાયુ સંકોચન ઉદભવે છે. બે ચેતાતંતુઓ વચ્ચેના જોડાણને ચેતાગ્રથન અથવા અંતર્ગ્રથન (synapse) કહે છે જ્યારે ચેતાતંતુ…

વધુ વાંચો >