Allopathy

ગેઝર, હર્બર્ટ સ્પેન્સર (Herbert Spencer Gasser)

ગેઝર, હર્બર્ટ સ્પેન્સર (Herbert Spencer Gasser) (જ. 5 જુલાઈ 1888, પ્લેટવિલે, વિસ્કોન્સિન, યુ.એસ.; અ. 11 મે 1963, ન્યૂયૉર્ક, યુ.એસ.) : દેહધર્મવિદ્યાના ક્ષેત્રે ઈ. સ. 1944ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. એકલા ચેતાતંતુઓનું કાર્ય ઘણું જ વિભેદિત (differentated) અથવા અલગ પડતું હોય છે તેવી શોધ માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. રાજ્યની સામાન્ય…

વધુ વાંચો >

ગોચરનો રોગ

ગોચરનો રોગ : એક પ્રકારનો કૌટુંબિક સંગ્રહશીલ વિકાર (storage disorder). તેમાં યકૃત, બરોળ, અસ્થિમજ્જા (bone marrow) તથા લસિકાગ્રંથિઓ(lymph nodes)માં રહેલા મૉનોસાઇટ – મેક્રોફેજ નામના કોષભક્ષી (phagocytic) કોષોમાં ગ્લુકોસેરેબ્રોસાઇડ નામના દ્રવ્યનો સતત ભરાવો થાય છે. રોગવિદ્યા : ગ્લુકોસેરેબ્રોસાઇડમાં સમ-આણ્વિક (equimolar) પ્રમાણમાં સ્ફિન્ગોસાઇન ફૅટી ઍસિડ તથા ગ્લુકોઝ હોય છે. કેન્દ્રીય ચેતાતંત્ર (central…

વધુ વાંચો >

ગૉલ્ગી, કામિલ્લો

ગૉલ્ગી, કામિલ્લો (જ. 7 જુલાઈ 1843, કૉર્ટોના, ઇટાલી; અ. 21 જાન્યુઆરી 1926, પાવિયા) : રામૉનઇકાકાલની સાથે ચેતાતંત્ર પરના સંશોધન માટે 1906નો નોબેલ પુરસ્કાર મેળવનાર ઇટાલિયન વિજ્ઞાની. તેઓ પાવિયામાં સ્નાતક થયા અને 7 વર્ષ પાવિયા હૉસ્પિટલમાં તબીબી સેવા આપી. ત્યારબાદ તેમણે એબિયાટે ગ્રાસો નામના નાના ગામમાં મુખ્ય તબીબ તરીકે 5 વર્ષ…

વધુ વાંચો >

ગોલ્ડસ્ટાઇન, જૉસેફ

ગોલ્ડસ્ટાઇન, જૉસેફ (જ. 18 એપ્રિલ 1940, સુમ્ટર, સાઉથ કેરોલિના, યુ.એસ.) : લઘુ ઘનતાવાળા લાઇપોપ્રોટીન (low density lipoprotein, LDL) વિશે સંશોધનકાર્ય માટે માઇકલ બ્રાઉન સાથે 1985નું શરીરક્રિયાશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર તબીબ. તેમણે તથા માઇકલ બ્રાઉને લઘુ ઘનતાવાળા લાઇપોપ્રોટીનનાં સ્વીકારકો વિશે 12 વર્ષ સુધી સંશોધન કર્યું હતું. લોહીમાંનું કોલેસ્ટેરૉલ…

વધુ વાંચો >

ગ્રસન (swallowing)

ગ્રસન (swallowing) : ખોરાક તથા પાણીને મોંમાંથી જઠરમાં પહોંચાડવાની ક્રિયા. તેને અંગ્રેજીમાં શાસ્ત્રીય રીતે deglutition કહે છે. આ પ્રક્રિયામાં મોં, ગળું તથા અન્નનળી ભાગ લે છે અને તેને લાળ તથા શ્લેષ્મ (mucus) વડે સરળ બનાવાય છે. તેના ત્રણ તબક્કા વર્ણવવામાં આવેલા છે : (1) ઐચ્છિક તબક્કો, (2) ગ્રસની અથવા ગળા(pharynx)નો…

વધુ વાંચો >

ગ્રાનીટ, રૅગનર

ગ્રાનીટ, રૅગનર (જ. 30 ઑક્ટોબર 1900, હેલ્સિન્કી, ફિનલૅન્ડ; અ. 12 માર્ચ 1991, સ્ટૉકહોમ, સ્વિડન) : એચ. કે. હાર્ટલાઇન તથા જી. વૉલ્ડ સાથે ર્દષ્ટિ માટેની શરીરશાસ્ત્રીય અને રાસાયણિક પ્રવિધિઓના સંશોધન માટે 1967ના નોબેલ પુરસ્કાર વિજેતા. તેઓ 1927માં હેલ્સિન્કી યુનિવર્સિટીના સ્વીડિશ નૉર્મલ લાયસિયમ દ્વારા સ્નાતક થયા. ત્યાં 1929થી 1937 સુધી શિક્ષણકાર્ય કર્યું.…

વધુ વાંચો >

ગ્રીનગાર્ડ પૉલ

ગ્રીનગાર્ડ પૉલ (જ. 11 ડિસેમ્બર 1925, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.; અ. 13 એપ્રિલ 2019, મેનહટ્ટન, ન્યૂયોર્ક, યુ. એસ.) : 2000ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા, આણ્વિક અને કોષીય ચેતાવિજ્ઞાની (neurologist). તેમણે જોન્સ હૉપકિન્સ યુનિવર્સિટી, બાલ્ટિમોરમાંથી 1953માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. અનુસ્નાતક-કાર્ય કર્યા પછી તેમણે ગાયગી રિસર્ચ લૅબોરેટરી, આર્ડસ્લે, ન્યૂયૉર્કમાં 1959–67 સુધી સેવા…

વધુ વાંચો >

ગ્લાયકોજન-સંગ્રહજન્ય રોગ

ગ્લાયકોજન-સંગ્રહજન્ય રોગ (glycogen storage disease) : યકૃત (liver) તથા સ્નાયુમાં વધારે પ્રમાણમાં ગ્લાયકોજનનો સંગ્રહ થવાથી થતો રોગ. યકૃતમાં 70 મિગ્રા/ગ્રામ કે સ્નાયુમાં 15 મિગ્રા/ગ્રામ કરતાં વધારે પ્રમાણમાં ગ્લાયકોજન જમા થાય છે. ક્યારેક ગ્લાયકોજનના અણુની સંરચના (structure) સામાન્ય હોતી નથી. માનવશરીરમાં ગ્લુકોઝ તથા અન્ય કાર્બોદિત પદાર્થો ગ્લાયકોજન રૂપે સંગૃહીત થાય છે.…

વધુ વાંચો >

ગ્લાયકોલિસીસ

ગ્લાયકોલિસીસ : જુઓ ચયાપચય.

વધુ વાંચો >

ગ્લાયોકઝાયલેટ ચક્ર

ગ્લાયોકઝાયલેટ ચક્ર : જુઓ ચયાપચય.

વધુ વાંચો >