ગ્રાનીટ, રૅગનર (જ. 30 ઑક્ટોબર 1900, હેલ્સિન્કી, ફિનલૅન્ડ; અ. 12 માર્ચ 1991, સ્ટૉકહોમ, સ્વિડન) : એચ. કે. હાર્ટલાઇન તથા જી. વૉલ્ડ સાથે ર્દષ્ટિ માટેની શરીરશાસ્ત્રીય અને રાસાયણિક પ્રવિધિઓના સંશોધન માટે 1967ના નોબેલ પુરસ્કાર વિજેતા. તેઓ 1927માં હેલ્સિન્કી યુનિવર્સિટીના સ્વીડિશ નૉર્મલ લાયસિયમ દ્વારા

રૅગનર ગ્રાનીટ

સ્નાતક થયા. ત્યાં 1929થી 1937 સુધી શિક્ષણકાર્ય કર્યું. આ વર્ષો દરમિયાન તેમણે યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયાના એલ્ડ્રીજ રીવ્ઝ જોન્સન રિસર્ચ ફાઉન્ડેશનમાં તબીબી ભૌતિકશાસ્ત્રની ફેલોશિપ પ્રાપ્ત કરી. 2 વર્ષ માટે ચેતા-શરીરશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો. 1940માં તે રૉયલ કૅરોલિન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્ટૉકહોમમાં જોડાયા અને 1945માં તેના નિયામક બન્યા. 1956થી તે ન્યૂયૉર્કની રૉકફેલર યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા (visiting professor) બન્યા.

શિલીન નં. શુક્લ