Allopathy
કૅન્સર – સ્થાનાંતરિત અજ્ઞાતમૂળ
કૅન્સર, સ્થાનાંતરિત અજ્ઞાતમૂળ : લસિકાગ્રંથિ (lymphnode), હાડકાં, ફેફસાં, યકૃત (liver) વગેરેમાં ફેલાયેલું હોય એવું કૅન્સર મૂળ કયા અવયવમાં ઉદભવ્યું છે તેની જાણકારી પ્રાપ્ત ન થઈ શકતી હોય તો તેને સ્થાનાંતરિત અજ્ઞાતમૂળ કૅન્સર (metastases of unknown origin, MUO) કહે છે. ભારતમાં દર્દીની શારીરિક તપાસ તથા શક્ય બધી જ પ્રયોગશાળાકીય તથા એક્સ-રે…
વધુ વાંચો >કૅન્સર – સ્વરપેટીનું : જુઓ કૅન્સર – મોં – નાક અને ગળાનું
કૅન્સર, સ્વરપેટીનું : જુઓ કૅન્સર, મોં, નાક અને ગળાનું.
વધુ વાંચો >કૅન્સર – સ્વાદુપિંડ(pancreas)નું
કૅન્સર, સ્વાદુપિંડ(pancreas)નું : સ્વાદુપિંડનું કૅન્સર થવું તે. જઠરમાંથી પચવો શરૂ થયેલો ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે ત્યારે તેના શરૂઆતના ભાગમાં સ્વાદુપિંડનો પાચકરસ તથા પિત્તરસ ખોરાક સાથે ભળે છે અને ખોરાકનું પાચન થાય છે. નાના આંતરડાનો આ ભાગ અંગ્રેજી મૂળાક્ષર ‘સી’ જેવો હોય છે અને તેને પક્વાશય (duodenum) કહે છે. તેના…
વધુ વાંચો >કૅન્સર – હાડકાંનું તથા ઈવિંગનું સાર્કોમા
કૅન્સર, હાડકાંનું તથા ઈવિંગનું સાર્કોમા : હાડકાંનું કૅન્સર થવું તે. હાડકાંના વિવિધ પ્રકારો છે – લાંબાં, ટૂંકાં, ચપટાં, અનિયમિત વગેરે. લાંબા હાડકાના મધ્યભાગને મધ્યદંડ (shaft, diaphysis) કહે છે. તેના બંને છેડાને અધિદંડ (epiphysis) કહે છે, જે બીજા હાડકા સાથે સાંધો બનાવે છે. અધિદંડ અને મધ્યદંડ વચ્ચે હાડકાની લંબાઈની વૃદ્ધિ કરતો,…
વધુ વાંચો >કૅરલ – ઍલેક્સિસ
કૅરલ, ઍલેક્સિસ (જ. 28 જૂન 1873, ફ્રાન્સ; અ. 5 નવેમ્બર 1944, પૅરિસ) : ફિઝિયૉલૉજી ઑવ્ મેડિસિન વિદ્યાશાખામાં નોબેલ પારિતોષિક(1912)વિજેતા ફ્રેન્ચ વિજ્ઞાની. તેમના સંશોધનનો વિષય હતો નસોનું સંધાણ અને નસો તથા અવયવોનું પ્રત્યારોપણ (transplantation) . કૅરલે યુનિવર્સિટી ઑવ્ લિયૉમાંથી ડૉક્ટરેટની ડિગ્રી 1900માં મેળવી હતી. તે પછી 1904માં તે યુ.એસ. ગયા અને…
વધુ વાંચો >કૅલરી
કૅલરી (Calorie) : શારીરિક ક્રિયાઓ વખતે વપરાતી ઊર્જાનો એકમ. 1 ગ્રામ પાણીનું તાપમાન 1° સે. જેટલું વધારવા માટે વપરાતી ઊર્જાને એક કૅલરી કહે છે. તેની જોડણી અંગ્રેજી નાના મૂળાક્ષર cથી દર્શાવવામાં આવે છે. તેને લઘુ કૅલરી, પ્રમાણભૂત કૅલરી અથવા ગ્રામ-કૅલરી કહે છે. શરીરમાં વપરાતી ઊર્જા માટે આ ઘણો જ નાનો…
વધુ વાંચો >કૅલ્શિયમ અને ફૉસ્ફરસ (આયુર્વિજ્ઞાન)
કૅલ્શિયમ અને ફૉસ્ફરસ (આયુર્વિજ્ઞાન) : શરીરના બંધારણ અને તેનાં વિવિધ કાર્યોમાં ઉપયોગી તત્વો. સામાન્ય રીતે બંને તત્વોનાં ચયાપચય (metabolism) એકબીજાં સાથે જોડાયેલાં છે. જથ્થાની ર્દષ્ટિએ માનવશરીરમાં કૅલ્શિયમનું સ્થાન પાંચમું છે અને તે મુખ્યત્વે હાડકાંમાં હોય છે. થોડાક પ્રમાણમાં તેનાં આયનો કોષની બહારના પ્રવાહીમાં, લોહીના પ્લૅઝ્મામાં તથા કોષના બંધારણ અને કોષરસ(cytoplasm)માં…
વધુ વાંચો >કૅલ્શિયમ માર્ગરોધકો
કૅલ્શિયમ માર્ગરોધકો (calcium channel blockers) : ઉત્તેજિત (stimulated) કોષમાં કૅલ્શિયમનાં આયનોના પ્રવેશને અટકાવતાં ઔષધોનું જૂથ. કોષમાં કૅલ્શિયમ આયનો પ્રવેશી શકે તે માટેનો ધીમો માર્ગ (slow channel) હોય છે જેના દ્વારા ઉત્તેજિત અથવા અધ્રુવિત (depolarised) કોષમાં કૅલ્શિયમનાં આયનો ધીમે ધીમે પ્રવેશે છે. આ માર્ગ કોષપટલનાં છિદ્રોનો બનેલો હોય છે. કોષમાં પ્રવેશેલા…
વધુ વાંચો >કેશગુલ્મ
કેશગુલ્મ (trichobezoar) : માનસિક વિકારને કારણે સતત લાંબા સમય સુધી વાળ ગળવાથી જઠરમાં થતો વાળ અને ખોરાકના કણોનો ગઠ્ઠો. તે સ્ત્રીઓમાં જોવા મળે છે અને 80 % દર્દીઓ માનસિક રોગથી પીડાતા હોય છે. સામાન્ય રીતે નાની છોકરીઓ અને યુવાન સ્ત્રીઓમાં તે જોવા મળે છે. ઘણી વખત કુટુંબની અન્ય વ્યક્તિઓને દર્દીની…
વધુ વાંચો >કોએલર જ્યૉર્જિઝ
કોએલર, જ્યૉર્જિઝ (જ. 17 એપ્રિલ 1946, મ્યૂનિક; અ. 1 માર્ચ 1995, ફેરાઇબુર્ગ ઇમ બ્રાઇસગાઉ) : નોબેલ ઇનામવિજેતા જર્મન પ્રતિરક્ષાવિદ (immunologist). તેમણે સેઝર મિલ્સ્ટીન સાથે કેમ્બ્રિજમાં સંશોધન કરીને વિપુલ અને અસીમ જથ્થામાં એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો(monoclonal antibodies)ના ઉત્પાદનની પ્રયોગશાળા-પદ્ધતિ શોધી કાઢી. તેને કારણે તેમને, સેઝરને તથા જેર્નને 1984નું શરીરક્રિયાશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનનું નોબેલ…
વધુ વાંચો >