Allopathy
ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન)
ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (આયુર્વિજ્ઞાન) શરીરના આંતરિક વાતાવરણને જાળવી રાખવા લોહીના કદ અને બંધારણને જાળવી રાખતું તથા રાસાયણિક કચરો, ઝેરી દ્રવ્યો તથા વધારાનાં બિનજરૂરી દ્રવ્યોને શરીરમાંથી દૂર કરતું તંત્ર. પાણી અને તેમાં દ્રાવ્ય પદાર્થોને શરીરમાંથી દૂર કરવાનું કાર્ય કરતા મુખ્ય અવયવો મૂત્રપિંડ અને ચામડી છે. ફેફસાં પણ અમુક પ્રમાણમાં ઉત્સર્ગક્રિયા કરે…
વધુ વાંચો >ઉદરછેદન શસ્ત્રક્રિયા
ઉદરછેદન શસ્ત્રક્રિયા (laparotomy) : પેટની અંદરના રોગનાં નિદાન અને સારવાર માટે પેટની શસ્ત્રક્રિયા કરવી તે. થિયોડૉર બિલરૉથ(Theodore Billroth, 1829-94)ને પેટની આધુનિક શસ્ત્રક્રિયાના પિતા ગણવામાં આવે છે (આકૃતિ 1). યુરોપમાં 19મી સદીના ઉત્તરાર્ધમાં ઉદરછેદનની શસ્ત્રક્રિયાનો ક્રાંતિકારી વિકાસ થયો હતો. પેટના વિવિધ રોગોમાં ઉદરછેદનની શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. જેમ કે, (1) જઠર…
વધુ વાંચો >ઉદરપીડ
ઉદરપીડ (abdominal pain) : પેટમાં દુખાવો થવો તે. ખૂબ સામાન્ય લાગતાં ચિહ્નો અને લક્ષણોવાળો પેટનો દુખાવો પણ ક્યારેક ઝડપથી જોખમી સંકટ ઊભું કરે છે. વળી ક્યારેક તીવ્ર પીડાવાળા દર્દીમાં ચયાપચયી કે અન્ય એવો વિકાર પણ હોઈ શકે, જેમાં શસ્ત્રક્રિયા કરવાની જરૂરિયાત ન હોય. આમ પેટમાં થતી પીડાના નિદાન અંગે ઝીણવટભરી…
વધુ વાંચો >ઉપદંશ (syphilis)
ઉપદંશ (syphilis) : લિંગીય (sexual) સંસર્ગથી ફેલાતો ચેપી રોગ. તેને ચાંદીનો રોગ, ફિરંગ-રોગ તથા ટાંકી પણ કહે છે. તે ટ્રીપોનેમા પેલિડમ (Treponema Pallidum) નામના કુંતલાણુ (spirochetes) તરીકે ઓળખાતા સૂક્ષ્મ સર્પાકાર સજીવોથી ઉત્પન્ન થાય છે. લિંગીય સંસર્ગ સિવાય પણ તે ફેલાય છે, જેમ કે ચુંબન દ્વારા અથવા તો ઉપદંશના દર્દીનું લોહી…
વધુ વાંચો >ઉપવાસ
ઉપવાસ ઉપવાસ (હિંદુ ધર્મમાં) ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં…
વધુ વાંચો >ઉપાંગાભાસ (phantom limb)
ઉપાંગાભાસ (phantom limb) : હાથ, પગ, સ્તન કે પ્રજનનેન્દ્રિય જેવાં ઉપાંગો ગુમાવ્યા પછી પણ તે શરીર સાથે જોડાયેલાં છે તેવો આભાસ. ક્યારેક તેમાં કોઈ કારણ વગર સખત પીડા પણ થાય છે. પીડાનાશક દવા, ચેતા (nerve), ચેતામૂળ કે કરોડરજ્જુના છેદન જેવી ક્રિયાઓથી પણ આ પીડા શમતી નથી. ઉપાંગનું ધડથી જેટલું નજીકનું…
વધુ વાંચો >ઉભયલિંગિતા
ઉભયલિંગિતા (hermaphroditism) : શુક્રગ્રંથિ તથા અંડગ્રંથિ એમ બંને પ્રકારની જનનગ્રંથિઓની પેશીઓ એકસાથે એક જ વ્યક્તિમાં હોય તેવો વિકાર. ગ્રીક દંતકથાઓમાં આદિપુરુષ હર્મિસ (hermes) અને આદિસ્ત્રી એફ્રોડાઇટ(aphrodite)થી જન્મેલા દેવ હર્મૅફ્રોડિટસ(hermaphroditus)ના નામ પરથી આ વિકારને અંગ્રેજીમાં hermaphroditism કહે છે. આ ગ્રીક દેવનું માથું અને છાતી સ્ત્રી જેવાં હતાં. જ્યારે તેના શરીરનો નીચેનો…
વધુ વાંચો >ઊબકા અને વમન
ઊબકા અને વમન : ગળા કે પેટના ઉપરના ભાગમાં થતી તરત ઊલટી કરવાની સંવેદના તે ઊબકા તથા જઠરમાંના પદાર્થોને જોરથી મોં વાટે બહાર કાઢવાની ક્રિયા તે ઊલટી અથવા વમન. ખોપરીની અંદર દબાણ વધે ત્યારે ખૂબ જોરથી દૂર ફેંકાતી ઊલટી થાય છે અને તેને પ્રક્ષેપિત (projectile) વમન કહે છે. ઊબકા સામાન્યત:…
વધુ વાંચો >ઊંદરી
ઊંદરી (favus) : માથાની ચામડીનો રોગ. માથાના વાળની આસપાસ ગંધક જેવાં પીળાં કે કેસરી (saffron) રંગનાં ટાંકણીની ટોચ જેવડાં ભીંગડાં કરતો ફૂગજન્ય રોગ. તે ટ્રાઇકોફાયટન શિન્લેની (Trichophyton schoenleini) નામની ફૂગથી, ખાસ કરીને રશિયનો, ઇટાલિયનો અને ભારતીયોમાં થાય છે. ક્યારેક તેનો ફેલાવો આખા શરીર તથા નખમાં પણ થાય છે. તેનાં ભીંગડાંને…
વધુ વાંચો >