Agronomy

ઘાસચારાના પાકો

ઘાસચારાના પાકો : પશુ-આહાર માટેના પાકો. ગુજરાત રાજ્યમાં થતા ઘાસચારાના વિવિધ પાકો નીચે મુજબ છે. તેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે : (ક) ધાન્ય વર્ગ : (1) જુવાર (Sorghum bicolor) : જુવારના પાકને ગુજરાત રાજ્યની દરેક પ્રકારની જમીન અને હવામાન અનુકૂળ આવે છે. ગુજરાતમાં આ પાકનો વિસ્તાર 8.94 લાખ હેક્ટર…

વધુ વાંચો >

ઘાસચારા સંશોધનકેન્દ્ર

ઘાસચારા સંશોધનકેન્દ્ર : ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે આણંદ ખાતે ચાલતી સંસ્થા. હાલમાં ગુજરાત રાજ્યમાં 8.61 લાખ હેક્ટરમાં ઘાસચારાના પાકોનું વાવેતર થાય છે, જે અંદાજે કુલ ભૌગોલિક વિસ્તારના 4 % જેટલું છે. ઘાસચારા અંગેનું સંશોધનકાર્ય 1963માં ઘાસ સંશોધનયોજના હેઠળ વડોદરા ખાતે શરૂ કરવામાં આવેલ. આ યોજના 1970માં આણંદ ખાતે ખસેડવામાં આવી…

વધુ વાંચો >

ચણા

ચણા : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cicer arietinum Linn. (સં. હરિમંથ, ચણક; હિં. ચના, છોલા; બં. ચણક; મ. હરભરા; તા. ક. કડલે; મલ. કટાલા; ફા. નખુદ; અ. હમસ; અં. બૅંગાલ ગ્રામ, હૉર્સ ગ્રામ, ચિક પી ગ્રામ) છે. તે કઠોળ વર્ગનો પાક છે. તેનો છોડ…

વધુ વાંચો >

ચોખા સંશોધન કેન્દ્ર, નવાગામ

ચોખા સંશોધન કેન્દ્ર, નવાગામ : 1945માં અગાઉના મુંબઈ રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ગુજરાતના વિસ્તાર માટે ચોખાના સંશોધન માટે સ્થપાયેલું સંશોધન કેન્દ્ર. નવાગામનો તાલુકો માતર અને જિલ્લો ખેડા છે. તે અમદાવાદ-મુંબઈ નૅશનલ હાઈવે નં. 8 ઉપર બારેજાથી દક્ષિણમાં 6 કિમી. દૂર આવેલું છે. તે દરિયાની સામાન્ય સપાટીથી 32.4 મી. ઊંચાઈ ધરાવે…

વધુ વાંચો >

જમીનધારાની સુધારણા

જમીનધારાની સુધારણા કૃષિક્ષેત્રના પરિવર્તન માટેનું અગત્યનું પાસું. આર્થિક રીતે આગળ વધેલા દેશોનો ઇતિહાસ દર્શાવે છે કે કૃષિક્રાંતિ માટે યંત્રવૈજ્ઞાનિક અને સંસ્થાકીય બન્ને પ્રકારનાં પરિવર્તન જરૂરી છે. સાધનના રોકાણમાંથી વધુ પ્રાપ્તિ થાય તેવી ઉત્પાદક પદ્ધતિઓ શોધાવી જોઈએ અને ખેડનારને અપનાવવા માટે જરૂરી વૃત્તિ અને શક્તિ ધરાવતો હોવો જોઈએ. જમીનધારો જમીનની માલિકીના…

વધુ વાંચો >

જમીનવિકાસ અને તેની માવજત

જમીનવિકાસ અને તેની માવજત : જમીન એક પ્રાકૃતિક પદાર્થ છે. ઇજનેરોની ર્દષ્ટિએ બાંધકામના પાયાને ટેકો આપનાર વસ્તુ છે, જ્યારે ખેડૂતની ર્દષ્ટિએ તે વનસ્પતિનું રહેઠાણ અને પાક-ઉત્પાદનનું અગત્યનું માધ્યમ છે. રૉય સિમેન્શન નામના વિજ્ઞાનીએ જમીન અને પૃથ્વી વચ્ચેનો સંબંધ નારંગી અને તેની છાલ વચ્ચેના સંબંધ જેવો ગણાવેલ છે. જોકે નારંગીની છાલ…

વધુ વાંચો >

જાતિ (species)

જાતિ (species) : વૈજ્ઞાનિક વર્ગીકરણ માટેનો મૂળભૂત એકમ. સૌપ્રથમ જાતિને વર્ગીકરણના એકમ તરીકે ગણવાનો પ્રસ્તાવ અંગ્રેજ જીવવૈજ્ઞાનિક જ્હૉન રેએ સત્તરમી સદીમાં આપ્યો; પરંતુ તેને આધુનિક વર્ગીકરણમાં ગોઠવવાનો પ્રયાસ અઢારમી સદીમાં કેરોલસ લીનિયસ નામના સ્વીડિશ વૈજ્ઞાનિકે કર્યો. લીનિયસ દ્વિનામી વર્ગીકરણપદ્ધતિનો મુખ્ય પ્રણેતા ગણાય છે. આ પદ્ધતિ પ્રમાણે કોઈ પણ સજીવને બે…

વધુ વાંચો >

જુવાર સંશોધન કેન્દ્ર

જુવાર સંશોધન કેન્દ્ર : જુવાર અંગેના સંશોધન માટેનું મુખ્ય કેન્દ્ર. રાજ્યનું મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સૂરત ખાતે આવેલું છે. આ કેન્દ્ર ખાતે સંવર્ધનથી વહેલી પાકતી, કીટકો અને રોગો સામે પ્રતિકારકતા ધરાવતી, સૂકા અને અર્ધસૂકા વિસ્તારને માફક આવતી તથા વધુ ઉત્પાદન આપતી દાણા અને દાણા-ચારાની જાતો વિકસાવવાની કામગીરી હાથ ધરાય છે.…

વધુ વાંચો >

જૈન, હરિકૃષ્ણ

જૈન, હરિકૃષ્ણ (જ. 28 મે 1930, ગુડગાંવ, હરિયાણા) : ભારતના કૃષિવિશારદ. પિતાનું નામ નેમચંદ. અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી. તેમણે 1949માં બી.એસસી. વનસ્પતિશાસ્ત્ર અને 1951માં એમ.એસસી. સમકક્ષ ઍસોશિયેટ, આઇ.એ.આર.આઇ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે પાસ કરી. 1952માં રૉયલ કમિશનની સાયન્સ રિસર્ચ ફેલોશિપ મેળવી 1955માં યુનિવર્સિટી ઑવ્ વેલ્સમાંથી પીએચ.ડી. થયા. તેમણે કૃષિસંશોધન…

વધુ વાંચો >

જોશી, શરદ

જોશી, શરદ (જ. 3 સપ્ટેમ્બર 1935, સાતારા  મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના અગ્રણી ખેડૂત નેતા. શરૂઆતનું શિક્ષણ સાતારામાં. પુણે યુનિવર્સિટીમાંથી વાણિજ્ય વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ પછી બે વર્ષ કોલ્હાપુર ખાતે પ્રાધ્યાપક રહ્યા. ત્યાર પછી ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(IAS)ની પરીક્ષામાં અખિલ ભારતીય સ્તરે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી કેન્દ્ર સરકારના ટપાલ ખાતામાં જોડાયા (1958–67).…

વધુ વાંચો >