Agronomy
કાર્વર, જ્યૉર્જ વૉશિંગ્ટન
કાર્વર, જ્યૉર્જ વૉશિંગ્ટન (જ. 1864, યુ. એસ.; અ. 5 જાન્યુઆરી 1943, અલાબામા, યુ. એસ.) : અશ્વેત જાતિના ઉત્થાનમાં અનન્ય ફાળો આપનાર અમેરિકાવાસી હબસી વનસ્પતિવૈજ્ઞાનિક. પિતા એક જમીનદારને ત્યાં ગુલામ હતા. ત્યાંથી ઘણા માઈલો દૂર તેમની માતા મૅરી જર્મન ખેડૂતને ત્યાં નોકરનું કામ કરતી હતી. જ્યૉર્જના બચપણમાં જ મૅરીને લૂંટારા ઉપાડી…
વધુ વાંચો >કૃષિ
`કૃષિ’ આમુખ; કૃષિ-અર્થશાસ્ત્ર; કૃષિ-અંકશાસ્ત્ર; કૃષિ-રસાયણ; કૃષિ-હવામાનશાસ્ત્ર; કૃષિ-પંચ, રાષ્ટ્રીય; કૃષિપ્રથાનાં વિવિધ સ્વરૂપો; ખેત-યાંત્રિકીકરણ; સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ; બિયારણ; સિંચાઈ; રાસાયણિક ખાતર; જંતુનાશક દવાઓ; કૃષિ-વીમા યોજના; નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના; કાર્યરત શ્રમનો પુરવઠો; કૃષિ પુન:ધિરાણ નિગમ; કૃષિવિસ્તરણ અને કૃષિશિક્ષણ; કૃષિનગર; કૃષિ યુનિવર્સિટીઓ; કૃષિ-વિસ્તરણ કાર્યક્રમો; કૃષિ-સંશોધન, ભારતમાં; કૃષિ-સંશોધન, ગુજરાતમાં; કૃષિવેરો; કૃષિભૂગોળ આમુખ…
વધુ વાંચો >કેન્દ્રીય કૃષિસંશોધન સંસ્થાઓ
કેન્દ્રીય કૃષિસંશોધન સંસ્થાઓ : ખેતીવિષયક સંશોધન માટેની રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું માળખું. ભારતમાં કૃષિસંશોધન મુખ્યત્વે બે સ્તરે થાય છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ રાષ્ટ્રીય સ્તરે કૃષિસંશોધનની જવાબદારી સંભાળે છે અને પ્રાદેશિક કૃષિસંશોધનની જવાબદારી કૃષિ યુનિવર્સિટીઓને હસ્તક છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દેશની કૃષિને લગતી સર્વોચ્ચ સંસ્થા છે. રાષ્ટ્રીય કૃષિ અનુસંધાન માટે…
વધુ વાંચો >કેન્દ્રીય ખાદ્ય તાંત્રિકીય સંશોધન સંસ્થા મૈસૂર
કેન્દ્રીય ખાદ્ય તાંત્રિકીય સંશોધન સંસ્થા, મૈસૂર (Central Food Technological Research Institute, Mysore) : ખાદ્ય પદાર્થોની વિવિધ પ્રક્રિયા અને જાળવણીને લગતી ટૅક્નૉલૉજીના સંશોધન તથા વિકાસ માટેની કેન્દ્રસ્થ સંસ્થા; સ્થાપના 1950. ખાદ્ય પદાર્થોના ઉદ્યોગોની સ્થાપના અને પાક તૈયાર થયા બાદની ટૅક્નૉલૉજી બાબતમાં પણ આ સંસ્થા સરકાર અને ગ્રાહકને જરૂર મુજબ મદદ કરે…
વધુ વાંચો >કેમર્જી
કેમર્જી : અખાદ્ય કૃષિનીપજોનો લાભપ્રદ ઉપયોગ કરવા માટે વિકસાવાયેલી પ્રયુક્ત વિજ્ઞાનની શાખા. chem = રસાયણવિજ્ઞાન, તથા urgy = કાર્ય, પરથી બનેલો આ શબ્દ 1930થી 1950 દરમિયાન વિશેષ પ્રચલિત થયો. કેમર્જી સંકલ્પના રસાયણશાસ્ત્ર, જીવરસાયણ, ભૌતિકશાસ્ત્ર, જીવાણુશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, ઇજનેરી વગેરે શાખાઓને આવરી લે છે. ખેતપેદાશોની વધારાની નીપજનો શો ઉપયોગ કરવો તે…
વધુ વાંચો >કેરી : જુઓ આંબો.
કેરી : જુઓ આંબો.
વધુ વાંચો >ક્રિસ્ટ્મસ ટ્રી
ક્રિસ્ટ્મસ ટ્રી : ગુજરાતીમાં જાણીતું નાતાલનું વૃક્ષ. ફુવારા-વૃક્ષ; અં. Norfolk Island pine; fountain tree. રમણીય, સદાહરિત વૃક્ષ. તે 40થી 50 મીટર ઊંચું સપુષ્પ વનસ્પતિમાં અનાવૃત બીજધારી વર્ગ Coniferales-નું છે; તે ખૂબ જ ધીમે વધે છે; પરંતુ ઠંડી આબોહવામાં તેની વધ સારી થાય છે. શરૂઆતનાં કેટલાંક વર્ષ સુધી તે કૂંડામાં ઉછેરી…
વધુ વાંચો >ક્ષારયુક્ત જમીન
ક્ષારયુક્ત જમીન : પાકની વૃદ્ધિને અવરોધે તેટલી હદ સુધીનો ક્ષાર ધરાવતી જમીન. આવી જમીનને જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં તેને ખાર અગર લૂણો અગર પડો કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક પરિભાષામાં આવી જમીનોના ત્રણ વિભાગ પડે છે : ક્ષારયુક્ત, ભાસ્મિક અને ક્ષારયુક્ત ભાસ્મિક. ક્ષારયુક્ત…
વધુ વાંચો >ખળી
ખળી : ખેડૂતોએ તૈયાર કરેલા પાકના દાણા છૂટા પાડી અને બજારમાં વેચાણ કરવા ચોખ્ખા કરી તૈયાર કરવાની ખેતરમાંની અથવા ગામડાના સીમાડે આવેલી જગ્યા. તેને ખળાવાડ, ખળીવાડ પણ કહે છે. તમાકુ જેવા પાકની સાફસૂફી કરવાની જગાને પણ ખળી કહે છે. ખળાવાડ ગામડાથી નજીક હોય છે. તેની જમીન મોટે ભાગે કઠણ અને…
વધુ વાંચો >ખાતરો
ખાતરો ખેતીની જમીનની ફળદ્રૂપતામાં વૃદ્ધિ કરનાર વિવિધ પ્રકારનાં પોષણક્ષમ દ્રવ્યો. જમીન એ ખેતી માટે પાયાનું માધ્યમ હોઈ તેની ફળદ્રૂપતામાં જ ખેતીનું શ્રેય રહેલું છે. ખેતીની ર્દષ્ટિએ જમીનના જૈવિક, રાસાયણિક અને ભૌતિક એમ ત્રણ મૂળભૂત ગુણધર્મો ગણી શકાય. આ પૈકી જમીનમાંથી ખેતીના વિકાસ સાથે વધુ ઉત્પાદન મેળવવા તેના રાસાયણિક પાસાને 1840માં…
વધુ વાંચો >