Agronomy

હરિયાળી ક્રાંતિ (Green Revolution)

હરિયાળી ક્રાંતિ (Green Revolution) : નવી ટૅક્નૉલૉજી પ્રયોજાવાથી ભારતમાં કૃષિક્ષેત્રે સમયના ટૂંકા ગાળામાં થયેલી મોટી ઉત્પાદનવૃદ્ધિ. ઊંચી ઉત્પાદકતા ધરાવતાં સંકર બીજ પર આધારિત આ ટૅક્નૉલૉજીનો ઉપયોગ 1966ના ચોમાસુ પાકથી કરવામાં આવ્યો હતો. ઘઉં, ચોખા, મકાઈ જેવાં કેટલાંક ધાન્યો માટે આ પ્રકારનાં બીજ શોધાયાં હતાં. આ ટૅક્નૉલૉજીના ત્રણ ઘટકો હતા :…

વધુ વાંચો >

હળ

હળ : ખેતીનું પાયાનું ઓજાર. હળની ખેડ એ ખર્ચાળ કાર્ય છે. મનુષ્યે જમીન ખેડવા માટે વૃક્ષની વાંકી ડાળીમાંથી એક સાદું ઓજાર બનાવ્યું, તે બાબત, ખેતીના વિકાસમાં ખૂબ જ મહત્ત્વની હતી. સમય જતાં તેમાં સુધારાવધારા થતા ગયા અને હળનો વિકાસ થયો. પ્રથમ તબક્કામાં ખેતીનાં બધાં જ કામ માટે એકમાત્ર હળ જ…

વધુ વાંચો >

હળદર

હળદર એકદળી વર્ગમાં આવેલા ઝિન્જિબરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Curcuma longa Linn. syn. C. domestica Val (સં. હરિદ્રા; મ. હલદ; હિં. હરદી, હલ્દી; બં. હલુદ; ક. આભિનિન, અરષણુ; તે. પાસુપુ, પસુપુ; તા. મંજલ, મંચલ; મલ. મન્નસ; ફા. જરદચોબ; અ. કંકુમ, ઉરુકુસ્સુફર; અં. ટર્મરિક) છે. સ્વરૂપ : તે 60–90…

વધુ વાંચો >

હિંગ

હિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી (અમ્બેલીફેરી) કુળની વનસ્પતિ. હિંગ Ferulaની કેટલીક જાતિઓના પ્રકંદ (rootstock) કે સોટીમૂળમાંથી મેળવવામાં આવતો શુષ્ક ક્ષીરરસ છે. હિંગ આપતી આ જાતિઓમાં Ferula foetida Regel, F. alliacea Boiss., F. rubricaulis Boiss., F. assafoetida Linn. અને F. narthex Boiss. (સં. હિંગુ, રામઠ, જંતુક; હિં. મ. બં. ક.…

વધુ વાંચો >

હેમ્પ

હેમ્પ : જુઓ રેસા અને રેસાવાળા પાકો.

વધુ વાંચો >

હ્યુમસ

હ્યુમસ : વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થોનું સૂક્ષ્મજીવાણુઓ દ્વારા વિઘટન થતાં તૈયાર થયેલું નિર્જીવ પણ સેન્દ્રિય પોષક પદાર્થોથી ભરપૂર જમીનના સ્તરો પૈકીનું ઉપરનું એક ઘટક. હ્યુમસ માટે ‘ખાદમાટી’ અગર ‘મૃદુર્વરક’ જેવા શબ્દપ્રયોગો પણ વપરાશમાં છે. ક્યારેક ‘ખાતરવાળી માટી’ એવો શબ્દપ્રયોગ પણ થાય છે. રાસાયણિક દૃષ્ટિએ જોતાં વનસ્પતિ અને પ્રાણીપેશીઓ, જેમાં સ્ટાર્ચ,…

વધુ વાંચો >