Zoology

ડંખાંગ

ડંખાંગ (nematocyst) : કોષ્ઠાંત્રી સમુદાયનાં પ્રાણીઓમાં જોવા મળતો એક વિશિષ્ટ પ્રકારનો કોષ. તે પ્રાણીની આક્રમક અને રક્ષણાત્મક અંગિકા તરીકે કાર્ય કરે છે અને પ્રચલનમાં પણ મદદ કરે છે. તે પ્રાણીના શરીરના અન્ય ભાગ કરતાં સૂત્રાંગો પર વધુ પ્રમાણમાં હોય છે પરંતુ પ્રાણીના તલસ્થ છેડે હોતા નથી. તે 10થી 15ના સમૂહમાં…

વધુ વાંચો >

ડાઇનોફ્લેજલેટ્સ

ડાઇનોફ્લેજલેટ્સ : બે અસમાન કશાઓ (flagella) અને વનસ્પતિ તેમજ પ્રાણી બંનેનાં લક્ષણો ધરાવતા એકકોષી જલીય સજીવો. તે સૂક્ષ્મ હોય છે અને ઘણુંખરું દરિયાઈ પ્લવકો (planktons) તરીકે ઉત્પન્ન થાય છે. વનસ્પતિશાસ્ત્રીઓ આ સજીવના જૂથને લીલના પાયરો-ફાઇટા વિભાગના ડાઇનોફાયસી વર્ગમાં  મૂકે છે, જ્યારે પ્રાણીશાસ્ત્રીઓ પ્રજીવ સમુદાયના ડાઇનોફ્લેજેલીડા ગોત્રમાં મૂકે છે. તેમનું કદ…

વધુ વાંચો >

ડાયનોસૉર

ડાયનોસૉર : મધ્યજીવ કલ્પ(mesozoic era)માં આજથી આશરે 20થી 22 કરોડ વર્ષો પૂર્વે અસ્તિત્વ ધરાવતો સરીસૃપોનો એક સમૂહ. ગ્રીક ભાષામાં ડાયનોસૉર એટલે ભીષણ ઘો (terrible lizard). જોકે ડાયનોસૉર ઘો નથી; પરંતુ ઘોની જેમ ડાયનોસૉર પણ એક સરીસૃપ છે. મોટાભાગનાં ડાયનોસૉર વિશાળકાય હતાં. ડિપ્લોડૉક્સ જેવા ડાયનોસૉરની લંબાઈ 27 મી. હતી અને વજન…

વધુ વાંચો >

ડાયૉક્સિન

ડાયૉક્સિન : ક્લોરિનયુક્ત ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન જૂથના ઘટક. તે પૉલિક્લોરિનેટેડ ડાયબેન્ઝો-પૅરાડાયૉક્સિન તરીકે પણ જાણીતાં છે. ઘણાં રસાયણિક સંયોજનોમાં તે અત્યંત વિષાળુ મેદસ્નેહી (lipophilic) સંદૂષક (contaminants) તરીકે મળી આવ્યાં છે. આ દ્રવ્યોના સંસર્ગમાં આવેલાં ઘાસ, ખાદ્ય કે પેય પદાર્થોના ઉપયોગથી તેમની વિષાળુતા માછલી, માંસ, ઈંડાં, મરઘાંબતકાં તથા દૂધમાં પણ ભળી જાય છે.…

વધુ વાંચો >

ડાર્વિન, ઇરેસ્મસ

ડાર્વિન, ઇરેસ્મસ (જ. 12 ડિસેમ્બર 1731, એલ્ટન, નૉટિંગહામ-શાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 એપ્રિલ 1802, ડર્બી, ડર્બીશાયર) :  ખ્યાતનામ તબીબ, તત્વવેત્તા અને કવિ. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા અને પ્રકૃતિવિદ, વિખ્યાત જીવવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિનના પિતામહ. 1750–54 વચ્ચે ચાર વર્ષ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેંટ જ્હૉન કૉલેજ ખાતે અભ્યાસ કરીને તબીબી ઉપાધિ મેળવી. 1754–56 દરમિયાન એડિનબરો યુનિવર્સિટી…

વધુ વાંચો >

ડાર્વિન, ચાર્લ્સ રૉબર્ટ

ડાર્વિન, ચાર્લ્સ રૉબર્ટ (જ. 12  ફેબ્રુઆરી 1809, શુ્રસબરી, ઇંગ્લૅન્ડ; અ. 19 એપ્રિલ 1882, ડાઉન હાઉસ, યુ.કે.) : જૈવિક ઉત્ક્રાંતિવાદ(biological  evolution)ના પ્રખર પ્રણેતા. પિતા પૈસાપાત્ર સફળ તબીબ હતા. આથી બાળકોના ઉછેરમાં કંઈ જ ઊણપ ન હતી. નાનાપણમાં ગુમાવેલી માતા સિવાય ડાર્વિનને કશાની ખોટ ન હતી. ડાર્વિનના દાદા ખ્યાતનામ તબીબ, પ્રકૃતિવિદ અને…

વધુ વાંચો >

ડિંભ

ડિંભ (larva) : જીવનચક્ર (life cycle) દરમિયાન અમુક પ્રાણીઓમાં ઉદભવતી એક પ્રકારની અપક્વ અવસ્થા (immature stage). આવાં પ્રાણીઓ સીધી રીતે ઈંડાંમાંથી પક્વાવસ્થા પ્રાપ્ત કરવાને બદલે એક કે વધુ અપક્વ અવસ્થામાંથી પસાર થતાં હોય છે. વિવિધ અવસ્થાઓમાંથી પસાર થતાં પ્રાણીઓના આ પ્રક્રમને રૂપાંતરણ (metamorphosis) કહે છે. રૂપાંતરણ દરમિયાન ડિમ્ભાવસ્થા ઉપરાંત કેટલાંક…

વધુ વાંચો >

ડી-એન-એ

ડી-એન-એ (DNA) : આનુવંશિક લાક્ષણિકતા સાથે સંકળાયેલ માહિતીનું વહન કરનાર એક જૈવરાસાયણિક પદાર્થ. સસીમકેંદ્રી (eukaryotic) કોષોમાં આવેલા  કેંદ્રમાં તે રંગસૂત્રના અગત્યના ઘટક તરીકે આવેલું છે. વધારામાં તે કણાભસૂત્ર (mitochondrion) અને હરિતકણ (chloroplast) જેવી અંગિકાઓમાં પણ જોવા મળે છે. પૅરામિશિયમ અને ગુલબાસ (four o´clock plant) જેવા સજીવોમાં તેનો સમાવેશ કોષાંતર્ગત (cytoplasmic)…

વધુ વાંચો >

ડીબીઅર, સર ગેવિન

ડીબીઅર, સર ગેવિન (રાયલૅન્ડ્સ) (જ. 1 જાન્યુઆરી 1899, લંડન; અ. 21 જૂન 1972, આલ્ફ્રિન્સ્ટન) : જાણીતા બ્રિટિશ વિજ્ઞાની. પ્રાણીવિજ્ઞાની તરીકે તેમણે આકારવિદ્યા (morphology), શરીરરચનાશાસ્ત્ર (anatomy), પ્રાયોગિક ગર્ભવિદ્યા (experimental embryology) અને ઉત્ક્રાંતિવાદ જેવી શાખાઓમાં મહત્વનું યોગદાન કર્યું છે. જનીનસ્તર (germlayer) સિદ્ધાંતની જૂની માન્યતા મુજબ કંકાલપેશીના કેટલાક પૂર્વગામી ઘટકો મધ્યગર્ભસ્તર-(mesoderm)માંથી નિર્માણ પામે…

વધુ વાંચો >

ડી રૉબર્ટીસ

ડી રૉબર્ટીસ (એડ્વારાડો ડી.પી.) (જ. 11 ડિસેમ્બર 1913, બ્યૂનોસ એરીસ, આર્જેન્ટિના; અ. 31 મે, 1988, બ્યૂનોસ એરીસ, આર્જેન્ટિના) : કોષવિજ્ઞાન(cytology)ના ક્ષેત્રે પ્રસિદ્ધ લેખક અને સંશોધક. એમ.ડી.ની ઉપાધિ મેળવીને યુનિવર્સિટી ઑવ્ બ્યૂએનોસ એરીસ, આજઁટાઈની ફૅકલ્ટી ઑવ્ મેડિસિનમાં જોડાયા અને ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. આ યુનિવર્સિટીમાં કોષ-જીવવિજ્ઞાન(cell biology)ના સંમાન્ય (Emeritus) પ્રાધ્યાપક તરીકે…

વધુ વાંચો >