Tamil literature

વૈરામુતુ, આર.

વૈરામુતુ, આર. (જ. 13 જુલાઈ 1953, વડુગાપટ્ટી, જિ. મદુરાઈ, તામિલનાડુ) : તમિળ કવિ અને ઊર્મિકાવ્યકાર. તેમણે મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીમાંથી તમિળમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમણે તેમની કારકિર્દી લેખનકાર્ય, ઊર્મિકાવ્યરચના અને ચિત્રપટકથાથી શરૂ કરેલી. તેમણે અત્યાર સુધીમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહોમાં ‘વૈગરાય મેગન્ગલ’ (1972); ‘એન જન્નાલિન વળૈયે’; ‘કાવી…

વધુ વાંચો >

શિવજ્ઞાનમ્, એમ. પી.

શિવજ્ઞાનમ્, એમ. પી. [જ. 1906 ચેન્નાઈ, (મદ્રાસ)] : ખ્યાતનામ તમિળ લેખક, પત્રકાર અને જાહેર કાર્યકર. તેઓ ‘મા. પો. શિ’ તરીકે વધુ જાણીતા હતા. ચેન્નાઈના ગંદા વસવાટમાં જન્મ અને ગરીબીને લીધે અભ્યાસ વહેલો છોડવો પડ્યો. તેથી તમિળ દૈનિક ‘તમિળનાડુ’માં કંપોઝિટર તરીકે જોડાયા. સાથોસાથ સાંજના વર્ગો ભરીને તમિળ અભ્યાસમાં ઊંડો અને કાયમી…

વધુ વાંચો >

શિવશંકરન્, તિ. ક.

શિવશંકરન્, તિ. ક. (જ. 30 માર્ચ 1925, તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ વિવેચક અને અનુવાદક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘મતિપ્પુરૈકળ પેટ્ટિકળ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઇન્ટરમીડિયેટ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ અંગ્રેજીના જાણકાર છે. તેઓ 20 વર્ષ સુધી બૅંકમાં સેવા આપ્યા બાદ સોવિયેત ઇન્ફર્મેશન વિભાગના…

વધુ વાંચો >

શેષાન, ટી. એન.

શેષાન, ટી. એન. (જ. 15 ડિસેમ્બર 1932, પાલઘાટ, કેરળ; અ. 10 નવેમ્બર 2019 ચેન્નાઈ) : ભારત સરકારના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર, વિદ્વાન લેખક અને સનદી અધિકારી. મૂળ નામ તિરુનેલ્લઈ નારાયણ ઐયર. તમિળભાષી પરિવારમાં જન્મ. માતા સીતાલક્ષ્મી નૈયર અને પિતા નારાયણ ઐયર. ઈ. શ્રીધરન્ તેમના સહાધ્યાયી હતા. વિજ્ઞાનના સ્નાતક બન્યા પછી…

વધુ વાંચો >

ષણ્મુખસુંદરમ્

ષણ્મુખસુંદરમ્ (જ. 1918; અ. 1977) : તમિળ નવલકથાકાર અને અનુવાદક. તેમણે ‘આલોલમ’, ‘રાશ’ અને ‘પેરુરાન’ તખલ્લુસથી પણ લેખનકાર્ય કર્યું હતું. માતૃભાષા તમિળ હોવા છતાં હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી પર તેમનો સારો કાબૂ હતો. તેઓ ગાંધીજીના આદર્શોને વરેલા હોઈ શરૂઆતમાં તમિળ દૈનિકમાં તેમણે રાજકીય વિશેષતાવાળા લેખોને પ્રાધાન્ય આપેલું. તેમણે આશરે 80…

વધુ વાંચો >

ષન્મુગમ, એસ. ઉલુંતુર્પ્પેટ્ટાઈ (ઉષા)

ષન્મુગમ, એસ. ઉલુંતુર્પ્પેટ્ટાઈ (ઉષા) (જ. 16 સપ્ટેમ્બર 1932, ઉલુન્દુર્પેટ, જિ. વિલુપુરમ્ રામસામી, તામિલનાડુ) : તમિળ કવયિત્રી. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1960માં એમ.એ.; અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી એમ.લિટ. (1970) અને પીએચ.ડી.(1978)ની પદવી મેળવી. તેઓ અન્નામલાઈ યુનિવર્સિટીમાં અધ્યાપક; એસ.આઇ.વી.ઈ.ટી. કૉલેજ, ચેન્નાઈ ખાતે 1972-74 દરમિયાન તમિળ વિભાગનાં વડાં; 1975-78 દરમિયાન તામિલનાડુ સરકારના સચિવાલયમાં ભાષા-વિભાગનાં મદદનીશ નિયામક;…

વધુ વાંચો >

ષન્મુગસુંદરમ્, એસ.

ષન્મુગસુંદરમ્, એસ. (સુંદરપાન્ડિયન, જ. 30 ડિસેમ્બર 1949, કાલકરાઈ, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ લેખક. તેમણે તમિળમાં એમ.એ.; પીએચ.ડી. તથા માનવશાસ્ત્રમાં ડિપ્લોમાની પદવી મેળવી હતી. તેઓ બૅંગાલુરુની સેંટ જોસેફ કૉલેજના તમિળ સાહિત્ય વિભાગના પ્રાધ્યાપક અને વડા રહેલા. તેમણે 18 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કન્નાડિઆર માકા’ (1981) : ‘ચાણક્કિયન’ (1987); ‘ટિપુ સુલતાન’…

વધુ વાંચો >

સતુરાકાર્થી

સતુરાકાર્થી : જૉસેફ કૉન્સ્ટન્ટાઇન બેસ્ચી  (1680-1747) નામના ઇટાલિયન મિશનરીએ તૈયાર કરેલો તમિળ શબ્દકોશ. તેઓ વીરમ્મા મુનિવર તરીકે જાણીતા હતા. તામિલનાડુમાં તેઓ 1710થી અવસાન પર્યંત (1747) રહ્યા. મિશનરી લખાણો ઉપરાંત તેમણે તમિળમાં કાવ્યો પણ રચ્યાં. ‘થેમભવાની’ નામક મહાકાવ્યમાં 3,600 શ્લોકમાં સેંટ જૉસેફનું જીવન આલેખાયું છે, એ તેમની સર્વોત્તમ કૃતિ છે. ‘પરમાર્થ…

વધુ વાંચો >

સમુતિરામ, સુ ‘કદલ મણિ’

સમુતિરામ, સુ ‘કદલ મણિ’ (જ. 15 ડિસેમ્બર 1941, તિપ્પનામપત્તી, જિ. નેલ્લાઈ, કટ્ટાબોમ્માન, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ.ની ડિગ્રી મેળવી. પછી તેઓ ઇન્ડિયન ઇન્ફર્મેશન સર્વિસ, ફિલ્ડ પબ્લિસિટીના જોઇન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. ત્યારબાદ તેમણે 1990-92 અને 1992-94 સુધી દૂરદર્શન અને ટીવી. ન્યૂઝ એડિટર તરીકે કામગીરી…

વધુ વાંચો >

સરસ્વતી રામનાથ (શ્રીમતી)

સરસ્વતી રામનાથ (શ્રીમતી) (જ. 7 સપ્ટેમ્બર 1925, કોઇમ્બતૂર, તામિલનાડુ) : તમિળ અને હિંદી અનુવાદક. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી હિંદીમાં ‘વિદ્વાન’; ડી. વી. હિંદી પ્રચારસભામાંથી ‘પ્રવીણ’ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. તેમણે અત્યાર સુધીમાં 140 ગ્રંથો આપ્યા છે. તમિળમાં : ‘ભારત નાટ્ટુ અરુકાલિન કથાઈ’  5 ભાગમાં ભારતની નદીઓ પરનો ગ્રંથ, ‘ઇન્ડિયા માનિલાંગલ’ ભારતીય રાજ્યો…

વધુ વાંચો >