Tamil literature

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અખિલન

અખિલન (જ. 27 જૂન 1922, પેરુંગળુર, તામિલનાડુ; અ. 16 ફેબ્રુઆરી 1988, ચેન્નાઈ) : 1976નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિળ લેખક. આખું નામ પી. વી. અખિલણ્ડમ્. મૅટ્રિક પાસ થયા પછી તરત સત્યાગ્રહ આંદોલનમાં ઝંપલાવેલું. સોળ વર્ષની ઉંમરે વાર્તાઓ તથા ધારાવાહી નવલકથાઓ લખવા માંડેલી. જેલમાંથી છૂટીને એમણે રેલવે ટપાલખાતામાં સૉર્ટરની નોકરી…

વધુ વાંચો >

અગળવિળક્કુ

અગળવિળક્કુ : 1961નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પામેલી તમિળ ભાષાની ચરિત્રપ્રધાન નવલકથા. લેખક વરદરાજન. એમાં ચન્દ્રન નામના પાત્રની જીવનકથા વેલાઇયન નામનું એક પાત્ર કહે છે. સુમન્ના નામનો ધનાઢ્ય પુરુષ પુત્ર ચન્દ્રનને માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં જવાની રજા આપતો નથી. એને દહેશત છે, કે શહેરના વાતાવરણમાં છોકરો બગડી જશે. પરંતુ…

વધુ વાંચો >

અદિયમાન

અદિયમાન : તામિલનાડુના તડહર નામના રાજ્યનો રાજા. તમિળના સંઘકાળના સાત દાનવીર રાજાઓમાં એની ગણના થાય છે. એની વીરતા તથા દાનશીલતાનું વર્ણન અવ્વૈયાર, ભરણર, પેરુશિત્તિનાર, નલ્લુર, નત્તતાર વગેરે સંઘકાલીન કવિઓએ કર્યું છે અને તેની મુક્તકંઠે પ્રશંસા કરી છે. એની દાનશીલતાનું નિરૂપણ કરતાં અવ્વૈયાર કહે છે કે અદિયમાન પુરસ્કાર લેતાં અત્યંત ક્ષોભ…

વધુ વાંચો >

અપ્પર

અપ્પર (જ. 7મી સદી, થિરુવામ્મુર, તામિલનાડુ; અ. થિરુપ્પુગાલુર, નાગાપટ્ટીનમ પાસે) : પ્રાચીન તમિળ લેખક. તામિલનાડુના 63 શૈવ સંતોમાં અપ્પરનું મહત્વપૂર્ણ સ્થાન છે. એમને ‘તિરુનાળુક્કરસર’ એટલે કે ‘પવિત્ર વાણીના અધિપતિ’ જેવું આદરભર્યું બિરુદ આપવામાં આવ્યું છે. એમની વાણી અત્યંત બલિષ્ઠ હતી. બાળપણમાં જ નોધારા બનેલા અપ્પરે, શિવભક્ત બહેન તિલકવતીને છોડીને જૈન…

વધુ વાંચો >

અલ્ ઓશૈ

અલ્ ઓશૈ : કૃષ્ણમૂર્તિ કલ્કિરચિત તમિળ નવલકથા. એના ત્રણ ભાગ છે. તેમાં સીતા, લલિતા, તારિણી, સૂરિયા, સૌંદર રાઘવન વગેરે અનેક મહત્વનાં પાત્રો છે. રાષ્ટ્રીય આંદોલનોની પૃષ્ઠભૂમિમાં લખાયેલી આ કથામાં 1930ના નાકર આંદોલનથી માંડીને 1947ના નાવિક આંદોલન સુધીના સમયની મુક્તિસંગ્રામની વિવિધ ઘટનાઓનું ચિત્રાત્મક નિરૂપણ છે. ગાંધીજીનાં અસહકાર આંદોલનોનો પણ તેમાં સમાવેશ…

વધુ વાંચો >

અવ્વૈયાર

અવ્વૈયાર (ઈ. સ. બારમી કે તેરમી સદી) : તમિળ કવયિત્રી. સંઘકાળની અવ્વૈયાર જેવી જ મધ્યકાળમાં અવ્વૈયાર નામની એક કવયિત્રી હતી. એનું મૂળ નામ, જન્મ, માતાપિતા વગેરે વિશે કશી માહિતી મળતી નથી. સંઘકાળની અવ્વૈયારની જેમ એને વિશે પણ જાતજાતની દંતકથાઓ પ્રચલિત છે. એ દંતકથાઓમાં સત્યનો અંશ છે કે નહિ, અને હોય…

વધુ વાંચો >

અશોકમિત્રન્

અશોકમિત્રન્ (જ. 22 સપ્ટેમ્બર 1931, સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ; અ. 23 માર્ચ 2017, ચેન્નઈ, તમિલનાડુ) : આંધ્રના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. તેમને તેમના તમિળમાં લખેલા ઉત્તમ વાર્તાસંગ્રહ ‘અપ્પાવિન સ્નેહીદાર’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હૈદરાબાદની નિઝામ કૉલેજમાંથી બી.એસસી.ની પદવી મેળવી. તેઓ ભારતની આઝાદીની ચળવળમાં કાર્યકર…

વધુ વાંચો >

અળગિરિસામી, કુ.

અળગિરિસામી, કુ. (જ. 23 સપ્ટેમ્બર 1923, ઇડૈશેવલ, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ; અ. 5 જુલાઈ 197૦) : તમિળ લેખક. એમનાં ‘સારસાંત્રી’, ‘જી. એલય્યા’ તથા ‘કુળ્ળૈ’ ઉપનામો છે. એમને અંગ્રેજી પર પણ પ્રભુત્વ છે. એમણે લગભગ 25 જેટલી કૃતિઓની રચના કરી છે; જેમાં ‘કર્પકવૃક્ષમ્’, ‘દૈવયમ્ પિરન્દદુ’ વાર્તાસંગ્રહો; ‘કવિચ્ચકવર્તી’, ‘વૈકુણ્ડતિલ્લ’, ‘વાલ્મીકિ કમ્બર’ વગેરે નાટ્યકૃતિઓ;…

વધુ વાંચો >