Sports
કાલાનીન મિશેલ મોરીસ
કાલાનીન મિશેલ મોરીસ (જ. 30 જુલાઈ 1914, લંડન; અ. 25 એપ્રિલ 1999, ડબ્લિન, આર્યલૅન્ડ) : ઓલિમ્પિક કાઉન્સિલના એક વખતના પ્રમુખ. કૅમ્બ્રિજની મગડેનેલ કૉલેજમાં ભણીને અનુસ્નાતકની પદવી મેળવી. ચીન-જાપાન યુદ્ધ વખતે 1937-38માં પત્રકાર તરીકેની કામગીરી બજાવી. 1938માં સ્વેચ્છાએ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિગેડમેજર તરીકે કામગીરી અને નોર્મન્ડીના આક્રમણમાં ભાગ લેવા માટે ‘મેમ્બર ઑવ્…
વધુ વાંચો >કાસ્પારૉવ, ગેરી
કાસ્પારૉવ, ગેરી (જ. 13 એપ્રિલ 1963, બાકુ, આઝરબૈજાન, એસ. એસ. આર.-) : ચેસના પ્રસિદ્ધ રશિયન ખેલાડી. નાની વયે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ. બાવીસમા વર્ષે જગતના સહુથી નાની વયના વિશ્વવિજેતા. 1985ના નવેમ્બરમાં આનાતોલી કાપૉર્વને 13-11થી હરાવીને કાસ્પારૉવે વિશ્વવિજય મેળવ્યો. 22 વર્ષની ઉંમરે આ માન મેળવનાર તેઓ સૌથી નાના સ્પર્ધક હતા. એ પછી 1985,…
વધુ વાંચો >કાંગા લીગ રમતો
કાંગા લીગ રમતો : મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન-સંચાલિત ક્રિકેટ સ્પર્ધા. તેના પ્રથમ પ્રમુખ (1930-34) ડૉ. હોરમસજી દોરાબજી કાંગા(1880-1945)ની સ્મૃતિમાં લીગ પદ્ધતિએ રમાય છે. પ્રથમ વર્ષમાં 25 ટીમ વચ્ચે બે વિભાગોમાં અને તેના વિજેતાઓ વચ્ચે અંતિમ સામનો; સુંદર ક્રિકેટ ક્લબનો બૅરોનેટ ક્રિકેટ ક્લબ ઉપર છ વિકેટથી વિજય. 1965માં 114 ક્લબો; બાદ 98…
વધુ વાંચો >કિરમાણી સઇદ મુજતબા હુસેન
કિરમાણી, સઇદ મુજતબા હુસેન (જ. 29 ડિસેમ્બર 1949, મદ્રાસ) : ભારતનો કુશળ વિકેટકીપર અને જમણેરી બેટધર. 1967માં ઇંગ્લૅંડનો પ્રવાસ કરનાર ભારતીય સ્કૂલ ટીમ તરફથી તેણે શ્રેષ્ઠ દેખાવ કરેલો. 1967ની 14 ઑક્ટોબરે રણજી ટ્રૉફીમાં મદ્રાસ સામે પ્રવેશ મેળવ્યો. 14 ટેસ્ટમાં ફારુખ એન્જિનિયરની હાજરીમાં અનામત વિકેટકીપર તરીકે રહ્યા બાદ 1976ની 24 જાન્યુઆરીએ…
વધુ વાંચો >કિશનચંદ ગોગુમલ હિરસિંઘાની
કિશનચંદ ગોગુમલ હિરસિંઘાની (જ. 14 એપ્રિલ 1925, કરાંચી; અ. 16 એપ્રિલ 1997, વડોદરા) : ભારતીય ક્રિકેટના ટેસ્ટખેલાડી. રક્ષણાત્મક અને સાહસપૂર્ણ બંને પ્રકારની બૅટિંગમાં માહેર અને જમણેરી લેગબ્રેક ગોલંદાજ. 1940માં સિંધ ઇન્ટરસ્કૂલ સ્પર્ધામાં સતત ત્રણ સદી કરીને પચરંગી સ્પર્ધામાં હિંદુ ટીમમાં સ્થાન મેળવ્યું. એ વર્ષે ‘સ્કૂલબૉય ક્રિકેટર ઑવ્ ધી ઇયર’ જાહેર…
વધુ વાંચો >કિશનલાલ
કિશનલાલ (જ. 2 ફેબ્રુઆરી 1917, મઉ, મધ્યપ્રદેશ; અ. 23 જૂન 1980, ચેન્નાઇ, તમિલનાડુ) : આંતરરાષ્ટ્રીય કક્ષાના રાઇટ વિંગર્સના સ્થાનના હૉકીના ખેલાડી અને પ્રસિદ્ધ કોચ. 1948માં લંડન ઑલિમ્પિકમાં ભારતીય ટીમને વિજેતા બનાવનાર સુકાની નિશાળમાં ફૂટબૉલ અને હૉકી બંને ખેલતા હતા. ઓરછા રાજ્ય તરફથી હૉકી, ફૂટબૉલ, ટેનિસ, સ્ક્વૉશ, ગોલ્ફ અને બિલિયર્ડ રમ્યા…
વધુ વાંચો >કિંગકોંગ
કિંગકોંગ (જ. 15 જુલાઈ 1909, હંગેરી; અ. 15 મે 1970, સિંગાપોર) : જાણીતો કુસ્તીબાજ. રૂમાનિયાના બરાસોવ શહેરમાં જન્મ. મૂળ નામ એમિલઝાયા. બાળપણથી જ તોફાની; નવ-દશ વર્ષની ઉંમરે પોતાનાથી મોટી ઉંમરના છોકરા સાથે ઝઘડી પડતો. એમાંથી છુટકારો મેળવવા પિતાએ વ્યાયામશાળામાં મોકલ્યો; ત્યાંથી એ પહેલવાન બનીને બહાર આવ્યો. 18 વર્ષની ઉંમરે તેણે…
વધુ વાંચો >કુસ્તી
કુસ્તી : ઉત્તમ પ્રકારની બુનિયાદી લોકરમત. ‘કુસ્તી’ ફારસી શબ્દ છે અને તેનો શબ્દકોશીય અર્થ થાય છે ‘બથ્થંબથ્થા’. કુસ્તી એ આમ જનતાની દ્વંદ્વ રમત છે અને તેમાં વ્યક્તિનાં તાકાત, કૌશલ્ય, ચપળતા અને દમ, કસોટીની એરણે ચઢેલા છે. કુસ્તી એક યા અન્ય સ્વરૂપે વિશ્વવ્યાપી લોકરમત છે અને વિવિધ દેશોમાં લોકસંસ્કૃતિ-આધારિત શૈલી(style)ભેદે તે…
વધુ વાંચો >કૃષ્ણન્ રમેશ
કૃષ્ણન્, રમેશ (જ. 5 જૂન 1961, તાંજોર, તામિલનાડુ) : ભારતના વિખ્યાત ટેનિસ ખેલાડી. મહાન ટેનિસ ખેલાડી રામનાથન કૃષ્ણનના પુત્ર. 1979માં તેમણે વિમ્બલ્ડન અને ફ્રેન્ચ જુનિયર ચૅમ્પિયનશિપ મેળવી. લૉસ એન્જિલીઝમાં આવેલા હૅરી હોપમન કોચિંગ સેન્ટરમાં હૅરી હોપમન (8 ડિસેમ્બર 1908-27 ડિસેમ્બર 1985) પાસે તેમણે તાલીમ મેળવી છે. 1986માં ગૌસ મહમદ, રામનાથન્…
વધુ વાંચો >