Sports
પહાડે નાથુભાઈ
પહાડે, નાથુભાઈ (જ. 1922, રાંદેર, જિ. સૂરત; અ. 10 મે 1998, – સૂરત) : તરણના ક્ષેત્રે અનેક સાહસો દ્વારા વિક્રમો સર્જીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ ઉજાળનાર ગુજરાતી તરણવીર. જન્મ સાધારણ મધ્યમવર્ગના પરિવારમાં. પિતાનું નામ ગણેશભાઈ. ભરતનાટ્યમ્ આદિ શાસ્ત્રીય નૃત્યોમાં પ્રશિક્ષણ લઈ કુશળતા પ્રાપ્ત કરી હતી. ભાવાભિવ્યક્તિમાં એકસાથે એક આંખમાં હાસ્ય…
વધુ વાંચો >પંડ્યા, હાર્દિક
પંડ્યા, હાર્દિક (જ. 11 ઑક્ટોબર 1993, સૂરત): જમણા હાથથી બૅટિંગ અને બૉલિંગ કરતા ઓલરાઉન્ડર. પિતાનું નામ હિમાંશુ પંડ્યા. માતાનું નામ નલિની પંડ્યા. સૂરતમાં જન્મેલા અને વડોદરા તરફથી રમતા હાર્દિક પંડ્યાના પિતા સૂરતમાં કાર ફાઇનાન્સનો ધંધો કરતા પરંતુ પોતાના બાળકોને ક્રિકેટની સારી તાલીમ મળે તે માટે તેમણે સૂરતનો પોતાનો વ્યવસાય બંધ…
વધુ વાંચો >પંત, ઋષભ રાજેન્દ્ર
પંત, ઋષભ રાજેન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1997, રૂરકી) : ડાબા હાથે ઝડપી બૅટિંગ કરતા ભારતના વિકેટકીપર. ઋષભ પંતે પોતાની ટૂંકી ક્રિકેટકારકિર્દીમાં ઘણી ચડતી-પડતી જોઈ લીધી છે. ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે રૂરકીથી દિલ્હી, દિલ્હીથી રાજસ્થાન અને રાજસ્થાનથી ફરીથી દિલ્હી એમ જુદાં જુદાં સ્થળે જવું પડ્યું. સૌપ્રથમ વખત ઋષભ પંતની ક્રિકેટર તરીકેની…
વધુ વાંચો >પાટીલ સંદીપ મધુસૂદન
પાટીલ, સંદીપ મધુસૂદન ( જ. 18 ઑગસ્ટ 1956, મુંબઈ) : ભારતનો આક્રમક જમોડી બૅટ્સમૅન અને મધ્યમ ઝડપી ગોલંદાજ. 1979-80 સૌરાષ્ટ્ર સામે મુંબઈ તરફથી રણજી ટ્રૉફી મૅચ ખેલતા સંદીપ પાટીલે 210 રનનો જુમલો નોંધાવતાં એને એ વર્ષે પાકિસ્તાન સામે ચેન્નઈની ટેસ્ટમાં ખેલવાની તક મળી. પ્રથમ ટેસ્ટમાં 15 રને આઉટ થયેલા સંદીપ…
વધુ વાંચો >પાવો નુર્મી
પાવો નુર્મી (જ. 13 જૂન 1897, તુર્કુ; અ. 2 ઑક્ટોબર 1973, હેલસિન્કી, ફિનલેન્ડ) : આધુનિક ઑલિમ્પિકના આરંભકાળનો લાંબા અંતરની દોડની સ્પર્ધાનો સમર્થ ખેલાડી. ફિનલૅન્ડનો ‘ધ ફ્લાઇંગ ફિન’ના હુલામણા નામે ખેલ-જગતમાં જાણીતો બનેલો પાવો નુર્મી 1920, 1924 અને 1928ની ત્રણ ઑલિમ્પિક સ્પર્ધાઓમાં કુલ 9 સુવર્ણચંદ્રક અને 3 રૌપ્યચંદ્રક મેળવી ગયો હતો.…
વધુ વાંચો >પિચ
પિચ : ક્રિકેટમેદાનના મધ્યભાગમાં આવેલો નાનકડો સપાટ પટ્ટો. દડો ઘણુંખરું ત્યાં ભૂમિસ્પર્શ કરીને દાંડિયા તરફ આગળ વધે છે. એ પટ્ટો કે પિચ ક્રિકેટની રમતમાં અનેરું મહત્વ ધરાવે છે. પિચ ત્રણ પ્રકારની જોવા મળે છે. (1) કુદરતી : જેના પર હરિયાળી ઊગી હોય છે. તેને ‘ટર્ફ’ વિકેટ કહેવામાં આવે છે. (2)…
વધુ વાંચો >પિન્ટો લેવી
પિન્ટો, લેવી (જ. 23 ઑક્ટોબર 1929, નૈરોબી, કેન્યા; અ.15 ફેબ્રુઆરી 2020, શિકાગો, ઇલિનોઇસ, યુ. એસ.) : ભારતના દોડવીર-ખેલાડી. 1951માં દિલ્હી મુકામે આયોજિત પ્રથમ એશિયન રમતોત્સવમાં 100 મી. દોડ (10.8 સે.) અને 200 મી. દોડ (22.0 સે.)માં તેઓ સુવર્ણચંદ્રક-વિજેતા બન્યા હતા. આ જાતની સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેઓ અત્યાર સુધીના એકમાત્ર ભારતીય…
વધુ વાંચો >પીરે દ કુબર્તીન
પીરે દ કુબર્તીન (જ. 1 જાન્યુઆરી 1863, પૅરિસ; અ. 2 સપ્ટેમ્બર 1937, જિનીવા) : આધુનિક ઑલિમ્પિક રમતોત્સવના પિતા. તેમનું આખું નામ હતું બૅરન પીરે દ કુબર્તીન. તેઓ લશ્કરી અધિકારી અને ફ્રેન્ચ ઉમરાવ હતા. આંતરરાષ્ટ્રીય શાંતિ અને મૈત્રી સ્થાપવા માટે પીરે દ કુબર્તીને ઑલિમ્પિક રમતોત્સવને પુનર્જીવિત કરી તેની પ્રતિષ્ઠા કરી. 1892ના…
વધુ વાંચો >પુરાણી છોટાલાલ (છોટુભાઈ)
પુરાણી, છોટાલાલ (છોટુભાઈ) (જ. 13 જુલાઈ 1885, ડાકોર; અ. 22 ડિસેમ્બર 1950, મુંબઈ) : વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ગુજરાતમાં વ્યાયામગંગા વહાવનાર અગ્રણી ક્રાન્તિવીર, કેળવણીકાર અને સ્વાતંત્ર્ય-સેનાની. ગુજરાતની યુવા-આલમમાં ‘વડીલ બંધુ’ના નામથી જાણીતા શ્રી છોટુભાઈના પિતા શ્રી બાલકૃષ્ણ પુરાણીનું મૂળ વતન ભરૂચ હતું; પરંતુ શિક્ષકની નોકરી જામનગરમાં હોઈ, શ્રી છોટુભાઈનું શાળાજીવન…
વધુ વાંચો >પુરાણીજી પારિતોષિક
પુરાણીજી પારિતોષિક : ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિ અને યોગની ગંગા વહાવનાર આનંદપુરુષ શ્રી અંબુભાઈ પુરાણીની સ્મૃતિમાં પૂ. શ્રી મોટા-પ્રેરિત સાહસ પારિતોષિક યોજના. ગુજરાતની પ્રજા જીવસટોસટનાં સાહસ-સેવાનાં કાર્યો પ્રત્યે અભિમુખ બને તથા યુવાવર્ગ અને જનતા આવાં સાહસ સાથે સંકળાયેલાં સેવાકાર્યો કરવા પ્રેરાય ને નીડર બને તે હેતુથી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળાને ગુજરાતના…
વધુ વાંચો >