Space science

મીર

મીર (Mir – અર્થ : શાંતિ) : સોવિયેત રશિયા(હવેના રશિયા)નું અંતરીક્ષમથક. તેનો મુખ્ય ભાગ (core module) 20 ફેબ્રુઆરી, 1986ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ત્યારપછીનાં વર્ષોમાં અન્ય અંતરીક્ષયાનો વડે તેના વધારાના ભાગ અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યા હતા અને ‘મીર’ના મુખ્ય ભાગ સાથે જોડવામાં આવ્યા હતા. આ રીતે, અંતરીક્ષમાં એક કાયમી,…

વધુ વાંચો >

મૅકડિવિટ, જેમ્સ ઍલ્ટન

મૅકડિવિટ, જેમ્સ ઍલ્ટન (જ. 10 જૂન 1929, શિકાગો, અમેરિકા; અ. 13 ઑક્ટોબર 2022 ટક્સન, ઍરિઝોના, અમેરિકા) : અમેરિકાના અવકાશયાત્રી. અમેરિકાના હવાઈ દળમાં તે 1951માં જોડાયા; કોરિયામાં યુદ્ધવિષયક કામગીરી અંગે 150 જેટલાં ઉડ્ડયન કર્યાં; 1959માં મિશિગન યુનિવર્સિટીમાંથી તે ઇજનેરીના વિષયમાં સ્નાતક થયા. એડ્વર્ડ્ઝ એરફૉર્સ બેઝ, કૅલિફૉર્નિયા ખાતે તે પ્રાયોગિક ધોરણે ટેસ્ટ…

વધુ વાંચો >

મૅટિંગ્લી, ટૉમસ કૅનેથ

મૅટિંગ્લી, ટૉમસ કૅનેથ (જ. 17 માર્ચ 1936, શિકાગો) : અમેરિકાના અવકાશયાત્રી. ઍપોલો પ્રોગ્રામના ચંદ્ર પર ઉતરાણના પાંચમા મિશનમાં તેમણે ઉડ્ડયન કર્યું હતું. 1966માં અવકાશયાત્રી તરીકે તેમની પસંદગી થઈ ત્યારે તેઓ નૌસેનામાં ટેસ્ટ પાઇલટ હતા. આમ તો ઍપોલો–13માં તેમને અવકાશયાત્રી તરીકે મોકલવાનું નક્કી થયેલું, પરંતુ તેમને ઓરીનો રોગ થતાં એ ઉડ્ડયનમાંથી…

વધુ વાંચો >

મૅરિનર (અંતરીક્ષયાન શ્રેણી)

મૅરિનર (અંતરીક્ષયાન શ્રેણી) : શુક્ર, મંગળ અને બુધ ગ્રહોનું નજીકથી અન્વેષણ કરવા તથા આંતરગ્રહીય અંતરીક્ષના અભ્યાસ માટે અમેરિકન અંતરીક્ષયાનોની શ્રેણીનું કોઈ પણ યાન. સારણી અંતરીક્ષયાન પ્રક્ષેપન-તારીખ મુખ્ય ઉદ્દેશ/નોંધ મૅરિનર – 1 જુલાઈ 22, 1962 શુક્રનું અન્વેષણ પ્રક્ષેપણ નિષ્ફળ મૅરિનર – 2 ઑગસ્ટ 26, 1962 શુક્રનું અન્વેષણ મૅરિનર – 3 નવેમ્બર…

વધુ વાંચો >

રાઇડ, સૅલી (ક્રિસ્ટન)

રાઇડ, સૅલી (ક્રિસ્ટન) (જ. 1951, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં પ્રથમ મહિલા અવકાશયાત્રી. તેમણે સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ટેનિસનાં ખેલાડી તરીકે રાષ્ટ્રકક્ષાનાં વિજેતાનું સ્થાન પામ્યાં; પરંતુ આજીવન ખેલાડીની કારકિર્દી તેમને પસંદ ન હતી. નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA) તરફથી 1978માં તેઓ અવકાશયાત્રા માટેનાં ઉમેદવાર તરીકે પસંદગી પામ્યાં. ભ્રમણકક્ષામાં…

વધુ વાંચો >

રાવ, ઉડિપી રામચંદ્ર

રાવ, ઉડિપી રામચંદ્ર (જ. 10 માર્ચ 1932, એડમર [કર્ણાટક]) : વિખ્યાત અવકાશવિજ્ઞાની અને ભારતીય અવકાશ-કાર્યક્રમના પૂર્વ અધ્યક્ષ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના રાજ્યમાંથી લીધું. વિજ્ઞાન સાથે સ્નાતક થયા પછી અનુસ્નાતક અભ્યાસ માટે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાંથી ભૌતિકવિજ્ઞાન સાથે 1953માં એમ.એસસી. થયા. તે પછી અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળામાં તેમણે બ્રહ્માંડ…

વધુ વાંચો >

રૉકેટ

રૉકેટ પોતાના કદના એન્જિન કરતાં અધિક વધારે પાવર (=કાર્ય/સેકન્ડ) પેદા કરતું એન્જિન. રૉકેટના કદની મોટર કરતાં તે 3,000ગણો વધારે પાવર પેદા કરી શકે છે. રૉકેટ ઘણો વધારે પાવર પેદા કરી શકે છે પણ તેમાં ઈંધણ ઝડપથી બળી – ખલાસ થઈ જાય છે. જેમ વધુ ઈંધણ બળે છે તેમ તાપમાન વધુ…

વધુ વાંચો >

લૉવેલ ઑબ્ઝર્વેટરી, ઍરિઝોના, અમેરિકા

લૉવેલ ઑબ્ઝર્વેટરી, ઍરિઝોના, અમેરિકા : સૌર મંડળના ગ્રહોની તથા તારાવિશ્ર્વોની જાણકારી મેળવવા માટે સ્થાપવામાં આવેલ વેધશાળા. આ વેધશાળા 2,200 મીટર ઊંચાઈએ, ફ્લેગસ્ટેફ, ઍરિઝોનામાં આવેલી છે. તેની સ્થાપના 1894માં પર્સિવલ લૉવેલ (Percival Lowell : 1855-1916) નામના અમેરિકાના એક ખગોળપ્રેમીએ કરેલી. લૉવેલ રાજદૂતની કામગીરી બજાવનાર મુત્સદ્દી હતા અને અમેરિકાના એક ધનિક અને…

વધુ વાંચો >

લ્યૂના અંતરીક્ષયાન

લ્યૂના અંતરીક્ષયાન : ચંદ્રનાં વિવિધ અન્વેષણો માટે 1959થી 1973 દરમિયાન તત્કાલીન સોવિયેત રશિયાએ પ્રક્ષેપિત કરેલાં માનવવિહીન અંતરીક્ષયાનોની શ્રેણીનું અંતરીક્ષયાન. લ્યૂના (અથવા લૂના) અંતરીક્ષયાનને લ્યૂનિક અથવા Mechta નામ પણ આપવામાં આવ્યાં હતાં. (Lunar અને Sputnik શબ્દો જોડીને Lunik શબ્દ બનાવવામાં આવ્યો છે.) લ્યૂના અંતરીક્ષયાનોની મદદથી કરવામાં આવેલાં ચંદ્રનાં વિવિધ પ્રકારનાં અન્વેષણોની…

વધુ વાંચો >

વર્ણાનુસારી પ્રકાર (spectral class)

વર્ણાનુસારી પ્રકાર (spectral class) : તારાઓનું તેમના વર્ણપટ (spectra) અનુસાર વર્ગીકરણ. તેને વર્ણાનુસારી પ્રકાર (spectral class) પણ કહેવાય છે. વર્ણપટમાપક સાધન દ્વારા તારાના પ્રકાશનું વિશ્લેષણ કરતાં તેમના વર્ણપટમાં વિવિધ રેખાઓ (મુખ્યત્વે શોષણ-રેખાઓ અને કેટલાક વિશિષ્ટ પ્રકારના તારાઓમાં થોડી ઉત્સર્જન- રેખાઓ) જણાય છે, જે ફ્રૉનહૉફર(Fraunhaufer)-રેખાઓ માટે ઓળખાય છે. આ પ્રકારની રેખાઓ…

વધુ વાંચો >