Sociology

ગરાસિયા

ગરાસિયા : ગુજરાતમાં ભીલ જાતિના પેટાજૂથ તરીકે અને રાજસ્થાનમાં એક સ્વતંત્ર જાતિજૂથ તરીકે ઓળખાતા લોકો. તેઓ પોતાને મૂળે ચિતોડના પતન પછી જંગલમાં નાસી ગયેલા અને ભીલો સાથે સ્થાયી થયેલા પણ મૂળ રજપૂત વંશના ગણાવે છે. તેમના આગેવાનોએ રાજા પાસેથી ખેતી માટે જે જમીન ભેટમાં મેળવેલી તે ગરાસ – ગ્રાસ તરીકે…

વધુ વાંચો >

ગાડગે મહારાજ, સંત

ગાડગે મહારાજ, સંત (જ. 23 ફેબ્રુઆરી 1876, શેણગાંવ, જિ. અમરાવતી, મહારાષ્ટ્ર; અ. 2૦ ડિસેમ્બર 1956, પ્રવાસ દરમિયાન) : મહારાષ્ટ્રના અગ્રણી સંતપુરુષ અને સમાજસુધારક. ધોબી જ્ઞાતિમાં જન્મ. પિતાનું નામ ઝિંગરાજી અને માતાનું નામ સખુબાઈ. અટક જાણોરકર. મૂળ નામ ડેબુજી. તદ્દન નિરક્ષર, છતાં મરાઠી ભાષા સુબોધ અને પ્રભાવી. ખભા પર લટકાવેલો ફાટેલો…

વધુ વાંચો >

ગામીત

ગામીત : માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળતી જાતિ. તે ગાવીંત, ગામતડા કે માવચી વગેરે નામે ઓળખાય છે. તેમની વસ્તી ગુજરાતમાં સૂરત, વડોદરા, ભરૂચ, વલસાડ અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. દંતકથાઓ પ્રમાણે મૌર્યકાળના સૈનિકો ગામને છેવાડે જંગલમાં ભાગી ગયેલા તેથી ગામ-તડે-માંથી ગામતડા થયું હશે. ક્યાંક મહેસૂલ ઉઘરાવનાર ગાવીંત કહેવાતો હોઈ…

વધુ વાંચો >

ગારો

ગારો : ઈશાન ભારતમાં આસામની ગારો પર્વતમાળાઓમાં વસતી આદિવાસી જાતિ. મૉંગોલૉઇડ જાતિની આ પ્રજા તિબેટન-બર્મીઝ બોલી બોલે છે. તેઓ પોતાને ગારોને બદલે અચીક કે મન્ડે તરીકે પણ ઓળખાવે છે. તેમનામાં અવે, ચિસાક, મીચીદુઅલ, અમ્બેન્ગ, ગારો-ગન્ચીગ, અદેન્ગ, મેગામ જેવાં પેટાજૂથો છે પણ તેમની વચ્ચે ઊંચનીચના ભેદ નથી. તેઓ માતૃવંશી કુટુંબવ્યવસ્થા ધરાવે…

વધુ વાંચો >

ગુજરાત (ઇતિહાસ)

ગુજરાત ઇતિહાસ પ્રાગ્–ઇતિહાસ અને આદ્ય–ઇતિહાસ સંસ્કૃતિના ઉગમકાળથી માનવ લેખનકલા જાણતો નહોતો ને પ્રયોજાતો નહોતો. સંસ્કૃતિનાં હજારો વર્ષોનો વૃત્તાંત અ-લિખિત રહ્યો છે. એ કાલની સંસ્કૃતિને જાણવા માટે અન્ય સમકાલીન સાધનોનો આધાર લેવો પડે છે. આથી સંસ્કૃતિના આ પ્રાગ-અક્ષરજ્ઞાન કે નિર્-અક્ષરજ્ઞાન કાલને ‘પ્રાગ-ઐતિહાસિક કાલ’ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાગ-ઐતિહાસિક સંસ્કૃતિનો સમય પટ…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગૂડી પડવો

ગૂડી પડવો : પુરાણની અનુશ્રુતિ અનુસાર, ચૈત્ર શુક્લ પ્રતિપદાએ બ્રહ્માએ સૃષ્ટિનો આરંભ કર્યો. જડચેતન સર્વ ભૂતો આ દિવસના સૂર્યોદયથી આરંભી કાર્યરત થયાં. કાલગણનાનો આરંભ આ દિવસથી થયો. નૂતન વર્ષનો આરંભ, ઉત્તરાયન અને વસંત ઋતુ, ચૈત્ર માસ, શુક્લ પક્ષ એ સર્વનો આરંભ આ દિવસે થયો. આ દિવસ કલ્પનો આદિ દિન ગણાય…

વધુ વાંચો >

ગેઝેટિયર

ગેઝેટિયર : પ્રદેશની સર્વાંગી માહિતી આપતો સરકારી સર્વસંગ્રહ. ગુજરાતના કવિ નર્મદાશંકરે ‘ગુજરાત સર્વસંગ્રહ’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. તેવો જ ‘ચરોતર સર્વસંગ્રહ’ પ્રયોગ પણ છે. ગ્રીક ભાષામાં ‘ગાઝા’નો અર્થ ‘સમાચારનો ભંડાર’ થાય છે. 1566માં વેનિસની સરકાર દ્વારા પ્રસિદ્ધ થતું અને એક ગેઝેટા સિક્કાની કિંમતમાં વેચાતું વર્તમાનપત્ર ‘ગેઝેટા’ તરીકે જાણીતું હતું. આ…

વધુ વાંચો >

ગ્રામદાન

ગ્રામદાન : 1951–52માં વિનોબાજીએ શરૂ કરેલા ભૂદાનયજ્ઞમાં સ્વાભાવિક ક્રમે વિકસેલો દાનનો પ્રકાર. સર્વોદય સમાજનું ત્રીજું સંમેલન વર્ધાથી 482 કિમી.ને અંતરે આવેલા આંધ્રપ્રદેશના શિવરાપલ્લીમાં ભરાવાનું હતું. કૉંગ્રેસના અગ્રણી નેતા શંકરરાવ દેવની વિનંતીથી વિનોબા એ સંમેલનમાં જવા પગપાળા નીકળ્યા. 15મી એપ્રિલે સંમેલનની પૂર્ણાહુતિ પછી વિનોબાએ ફરી પદયાત્રા આંરભી. ત્રીજે દિવસે (તા. 18મી…

વધુ વાંચો >

ગ્રામદેવતા

ગ્રામદેવતા : ગ્રામના દેવ કે દેવી એ અર્થ ઉપરાંત ગ્રામ શબ્દનો અર્થ સમૂહ થતો હોઈ તેમાં જુદા જુદા સમૂહો કે સમાજોના દેવતાનો અર્થ પણ સમાયેલો હોવાથી ગ્રામદેવતા એ સ્થાનદેવતા તથા કુળ-દેવતાનું પણ સૂચન કરે છે. ભારતના દરેક ગામને દેવ-દેવીઓ હોય છે. સામાન્ય રીતે ગામને પાદરે તેમનાં સ્થાનો હોય છે. ત્યાં…

વધુ વાંચો >