Sociology
આદિજાતિ
આદિજાતિ : પ્રાચીન સમયથી રહેતો આવેલો અને હાલ માનવસંસ્કૃતિના પ્રારંભિક સ્તરે જીવન વિતાવતો જનસમૂહ. આદિજાતિ માટે અંગ્રેજીમાં ‘ઍબોરિજિનલ’ (મૂળ વતનીઓ), ‘ઇંડિજીનસ પીપલ’, ‘ઓટોથોન’, ‘ફૉરેસ્ટ ડ્વેલર્સ’, ‘સૅવેજિઝ’ કે ‘પ્રિમિટિવ’ (આદિમ), ‘ઍનિમિસ્ટ (ગૂઢ આત્મવાદીઓ) જેવા શબ્દો વપરાય છે. ભારતમાં આદિજાતિ માટે સામાન્યત: આદિવાસી (tribal) શબ્દ પ્રચલિત છે. જંગલોમાં રહેતા હોય તેમને માટે…
વધુ વાંચો >આદિમ જૂથો
આદિમ જૂથો : આદિમ એટલે આરંભ, ઉદભવ અથવા સંસ્કૃતિનો ઉષ:કાળનો સમય. આદિમ એટલે પ્રથમ અથવા પ્રાથમિક એવો શબ્દાર્થ થાય છે. અંગ્રેજી ભાષામાં આદિમ માટે ‘primitive’ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. આ શબ્દ લૅટિન ભાષાના ‘primitivus’ શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પ્રાચીન કે પહેલાંનું એવો થાય છે. વેબ્સ્ટરના શબ્દકોશ પ્રમાણે…
વધુ વાંચો >આધુનિકીકરણ
આધુનિકીકરણ : સમાજમાં સતત ચાલતી પરિવર્તનની પ્રક્રિયા. સમાજ-પરિવર્તનની જે વ્યાપક પ્રક્રિયાઓ થકી ઓછા વિકસિત સમાજો વધુ વિકસિત સમાજોનાં જે કેટલાંક લક્ષણ પ્રાપ્ત કરે તેને સામાન્ય રીતે આધુનિકીકરણ તરીકે વર્ણવવામાં આવે છે. આ પ્રક્રિયાનો આરંભ કેટલાક યુરોપીય દેશોમાં થયો અને ત્યાંથી એનો ફેલાવો અન્યત્ર થયો. તેથી શરૂઆતમાં આધુનિકીકરણને પશ્ચિમીકરણ અથવા યુરોપીયીકરણની…
વધુ વાંચો >આનંદમાર્ગ
આનંદમાર્ગ (1955) : સામાજિક અને આધ્યાત્મિક ધ્યેયને વરેલી વિશિષ્ટ પ્રકારની એક સંસ્થા. સ્થાપક પ્રભાતરંજન સરકાર (1921), જેઓ તેમના અનુયાયીઓમાં આનંદમૂર્તિ નામથી ઓળખાય છે. સંસ્થાનું મુખ્ય મથક કૉલકાતા (પશ્ચિમ બંગાળ). વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વ્યક્તિગત વિકાસ સાધવાની, કેળવણી આપવાનું તથા સમાજના કચડાયેલા અને ઉપેક્ષિત વર્ગને સહાય આપવાનું ધ્યેય ધરાવતી આ સંસ્થા વિશ્વવ્યાપી…
વધુ વાંચો >આનુવંશિકતા અને જનીનવિદ્યા
આનુવંશિકતા અને જનીનવિદ્યા (Heredity and Genetics) એક પેઢીમાંથી બીજી પેઢીમાં જૈવિક લાક્ષણિકતાઓનું થતું સંચારણ અને તેના અભ્યાસને લગતું વિજ્ઞાન. દરેક પ્રકારનાં સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવી પ્રતિકૃતિ સંતતિરૂપે ઉત્પન્ન કરે છે. માતાપિતા (પ્રજનકો, parents) અને સંતતિઓ વચ્ચેના સામ્યની સાથે સાથે તેમનામાં ભેદ પણ જોવા મળે છે. આથી બે વ્યક્તિઓ સંપૂર્ણપણે…
વધુ વાંચો >આફ્રિકી આદિવાસીઓ
આફ્રિકી આદિવાસીઓ : જુઓ, ‘આદિવાસી સમાજ’
વધુ વાંચો >