Sociology

પટેલ, નરસિંહભાઈ ઈશ્વરભાઈ

પટેલ, નરસિંહભાઈ ઈશ્વરભાઈ (જ. 13 ઑક્ટોબર 1874, નાર, જિ. ખેડા; અ. 17 ઑક્ટોબર 1945, સોજિત્રા, જિ. ખેડા) : ગુજરાતના ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય-સૈનિક, સમાજસુધારક, પત્રકાર. જન્મ ગરીબ પાટીદાર કુટુંબમાં. સોજિત્રામાં પ્રાથમિક અને વડોદરામાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. 1895માં વડોદરાથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને માસિક રૂ. 20/-ના પગારથી શિક્ષક તરીકે વડોદરા રાજ્યની…

વધુ વાંચો >

પટેલ, ભાઈલાલભાઈ દ્યાભાઈ

પટેલ, ભાઈલાલભાઈ દ્યાભાઈ (જ. 7 જૂન 1888, સારસા, જિ. ખેડા; અ. 31 માર્ચ 1970, અમદાવાદ) : ગુજરાત રાજ્યમાં આવેલ વલ્લભવિદ્યાનગરના વિશ્વકર્મા, ગુજરાતના સ્વતંત્ર પક્ષના સુકાની. ભાઈલાલભાઈનો જન્મ સોજિત્રાના મધ્યમવર્ગના પાટીદાર કુટુંબમાં સારસા (મોસાળમાં) મુકામે થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સોજિત્રામાં લીધું હતું. માત્ર 10 વર્ષની ઉંમરે વીરસદનાં ગંગાબહેન…

વધુ વાંચો >

પટેલ, મણિબહેન વલ્લભભાઈ

પટેલ, મણિબહેન વલ્લભભાઈ (જ. 3 એપ્રિલ 1903 કરમસદ; અ. 26 માર્ચ 1990, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક અને અગ્રણી સામાજિક કાર્યકર. ભારતના રાષ્ટ્રનેતા સરદાર વલ્લભભાઈ પટેલનાં એકમાત્ર પુત્રી. પિતા બૅરિસ્ટર હોવાથી પુત્રીના શિક્ષણ પ્રત્યે શરૂઆતથી જ સભાન હતા. મણિબહેનનું શિક્ષણ વિવિધ સ્થળે થયું હતું : બોરસદની પ્રાથમિક શાળા, મુંબઈમાં ક્વીન મેરી હાઈસ્કૂલ…

વધુ વાંચો >

પટેલ, માનસિંહભાઈ પૃથ્વીરાજ

પટેલ, માનસિંહભાઈ પૃથ્વીરાજ (જ. 15 નવેમ્બર 1919, ચરાડા, જિ. મહેસાણા; અ. 30 સપ્ટેમ્બર 1970, મહેસાણા) : ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લાના સહકારી સમાજસેવા પ્રવૃત્તિના આગેવાન. શરૂઆતથી જ ગાંધીવિચારથી પ્રભાવિત થઈને વીસ વર્ષની ઉંમરે સ્વદેશીનું વ્રત લીધું. વડોદરા કૉલેજમાં અભ્યાસ કરી બી.એ., એલએલ.બી. થયા. વડોદરા રાજ્યની ધારાસભામાં યુવાન-વયે ચૂંટાયા. વડોદરા રાજ્યનું દ્વિભાષી…

વધુ વાંચો >

પટેલ, રાવજીભાઈ ડાહ્યાભાઈ

પટેલ, રાવજીભાઈ ડાહ્યાભાઈ (જ. 10 એપ્રિલ 1917, પીપલગ, જિ. ખેડા; અ. 10 ઑગસ્ટ 2011, ફિજી) : ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિક અને ફિજીના સામાજિક કાર્યકર. પ્રાથમિક શિક્ષણ પીજમાં. પાછળથી સૂરત અને અમદાવાદમાં અભ્યાસ કરી બી.એ. (ઑનર્સ), એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. મુંબઈ હાઈકોર્ટમાં ઍડવોકેટ (ઓ.એસ.) તરીકે વકીલાત માટે શરૂઆતમાં ક. મા. મુનશીની ચેમ્બરમાં જોડાયા.…

વધુ વાંચો >

પટેલ, રાવજીભાઈ મણિભાઈ

પટેલ, રાવજીભાઈ મણિભાઈ (જ. 1886, સોજિત્રા; અ. 20 જાન્યુઆરી 1962, અમદાવાદ) : સ્વાતંત્ર્યસૈનિક, લોકસેવક, લેખક. પેટલાદ બૉર્ડિંગ હાઉસમાં રહી મૅટ્રિક સુધી માધ્યમિક શિક્ષણ લીધું. પુસ્તકાલય પ્રવૃત્તિવાળા મોતીભાઈ અમીનથી પ્રભાવિત. તેમની પ્રેરણાથી સ્વદેશભક્ત બન્યા. ગાંધીજીલિખિત ‘હિંદ સ્વરાજ’ વાંચ્યા બાદ જીવનનું દૃષ્ટિબિંદુ બદલાઈ ગયું. દક્ષિણ આફ્રિકા જઈ વેપાર શરૂ કર્યો; પરંતુ ધાર્મિક…

વધુ વાંચો >

પટેલ, સાંકળચંદ કાળીદાસ

પટેલ, સાંકળચંદ કાળીદાસ (જ. 20 ફેબ્રુઆરી 1909, વીસનગર; અ. 28 નવેમ્બર 1986, અમદાવાદ) : મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિના જનક અને ઉત્તર ગુજરાતના અગ્રણી લોકસેવક. વીસનગરની જી. ડી. હાઈસ્કૂલમાં અંગ્રેજી ધોરણ 3 સુધીનો અભ્યાસ કર્યો. 1940માં પ્રજામંડળમાં જોડાયા અને ત્યારથી તેમના જાહેર જીવનનો આરંભ થયો. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં મહેસાણા જિલ્લા…

વધુ વાંચો >

પરંપરા

પરંપરા : કોઈ એક જૂથ કે સમુદાયના સભ્યોનાં એવાં સમાન વિચારો, વ્યવહારો, આદતો, પ્રથાઓ તથા સંસ્થાઓ જે મૌખિક સ્વરૂપે એક પેઢીથી બીજી પેઢીમાં ઊતરે છે; એટલું જ નહિ, અનેક પેઢીઓ સુધી પોતાના મૂળ સ્વરૂપે સચવાઈ રહે છે. આવી પરંપરા જે તે જૂથ, સમુદાય કે પ્રજાની ઓળખ બને છે અને પ્રજા…

વધુ વાંચો >

પરાંજપે, રઘુનાથ પુરુષોત્તમ

પરાંજપે, રઘુનાથ પુરુષોત્તમ (જ. 26 ફેબ્રુઆરી 1876, મુર્ડી, જિ. રત્નાગિરિ; અ. 6 મે 1966, પુણે) : જાણીતા કેળવણીકાર, ઉદારમતવાદી રાજકારણી તથા સમાજસુધારક. પિતા ધાર્મિક વૃત્તિના અને કોંકણ વિસ્તારના જમીનદાર હતા. માતા ગોપિકાબાઈ લોકમાન્ય ટિળકના પરિવારમાં જન્મેલાં. રઘુનાથનું પ્રાથમિક શિક્ષણ કોંકણના અંજર્લા, મુર્ડી તથા દાપોલી ખાતે. ત્યારપછીના શિક્ષણાર્થે તેઓે મુંબઈ ગયા…

વધુ વાંચો >

પરીખ, ઉત્સવભાઈ શંકરલાલ

પરીખ, ઉત્સવભાઈ શંકરલાલ (જ. 12 ડિસેમ્બર, 1912, આંતરસૂબા, જિ. ખેડા; અ. 23 જૂન, 1985) : સ્વાતંત્ર્ય-સૈનિક, જાહેર જીવનના આગેવાન, ગુજરાત રાજ્યના માજી મંત્રી. પ્રાથમિક શિક્ષણ આંતરસૂબામાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઈને 1929માં મૅટ્રિક. તે પછી વિલ્સન કૉલેજમાં દાખલ થઈ ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા તે દરમિયાન 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થતાં…

વધુ વાંચો >