Sanskrit literature
અષ્ટાધ્યાયી
અષ્ટાધ્યાયી (ઈસુની પૂર્વે પાંચમી સદી) : પાણિનિએ પોતાના સંસ્કૃત વ્યાકરણનાં સૂત્રોનો આઠ અધ્યાયમાં રચેલો ગ્રંથ. સૂત્રોની સંક્ષિપ્તતા જાળવવા માટે અને સાથોસાથ સૂત્રો સંદિગ્ધ અને અર્થહીન ન રહે તે માટે તેમાં સંસ્કૃત વર્ણમાળાને ચૌદ પ્રત્યાહાર (ટૂંકાં રૂપ બનાવવા માટેનાં) સૂત્રોમાં ગોઠવીને ‘શિવસૂત્રો’ કે ‘માહેશ્વરસૂત્રો’ તરીકે શરૂઆતમાં મૂકવામાં આવ્યાં છે. તેનાં પ્રથમ…
વધુ વાંચો >અસંગ (ચોથી શતાબ્દી)
અસંગ (ચોથી શતાબ્દી) : બૌદ્ધ દર્શનના વિજ્ઞાનવાદના પ્રવર્તક આચાર્ય. જન્મ પુરુષપુર(પેશાવર)માં બ્રાહ્મણકુળમાં. એમનું ગોત્ર કૌશિક. એમના નાના ભાઈ અભિધર્મકોશકાર વસુબન્ધુ હતા. પહેલાં તો સૌત્રાન્તિક વલણ ધરાવતા હતા, પણ પછી તે મહાયાની થયા હતા. એમના ગુરુ મૈત્રેયનાથ યોગાચાર-વિજ્ઞાનવાદના પ્રસ્થાપક છે. ‘મહાયાન-સૂત્રાલંકાર’ આ ગુરુ-શિષ્યની કૃતિ છે. મૂળ ભાગ મૈત્રેયનાથનો ને ટીકાભાગ આચાર્ય…
વધુ વાંચો >અહિર્બુધ્ન્ય સંહિતા
અહિર્બુધ્ન્ય સંહિતા : અહિર્બુધ્ન્ય અને નારદના સંવાદરૂપે પૌરાણિક પદ્ધતિએ રજૂ થયેલી સંહિતા વૈદિક યજ્ઞયાગાદિની પરંપરામાં જ્યારે પશુહિંસાએ માઝા મૂકી દીધી ત્યારે એ સામે વૈદિક પ્રણાલીમાંથી વિકસેલા ‘પાંચરાત્ર-સંપ્રદાય’ – ‘સાત્વત સંપ્રદાય’ – ‘ભાગવતમાર્ગ’ – એવાં વૈકલ્પિક નામોએ અસ્તિત્વમાં આવી ને નારાયણની વૈદિક પરિપાટીની ઉપાસનાપદ્ધતિનો સ્વતંત્ર રીતે વિકાસ દર્શાવ્યો. આ માટે સમયના…
વધુ વાંચો >અંક
અંક : નાટકના હેતુઓનો વિકાસ સાધી કળાત્મક કવિપ્રયુક્તિરૂપ રચનાનું એકમ. સંસ્કૃત નાટકમાં કાર્યના વિભાગ દર્શાવવા માટે ‘અંક’ સંજ્ઞા પ્રયોજાય છે. નાટક એ દૃશ્યકળા હોવાથી, પ્રેક્ષકોનો રસ સતત જળવાઈ રહે તે રીતે, વિષયવસ્તુ કે કથાનકનો વાચિક આદિ અભિનય દ્વારા, રંગમંચ પર રજૂ કરવાનું હોય છે. આથી કુશળ નાટ્યકાર, મહત્વના પ્રસંગો તથા…
વધુ વાંચો >અંગિરસ (1)
અંગિરસ (1) : ઇન્દ્રના અર્ધદિવ્ય સહાયકો. એક સૂક્ત(1૦, 62)માં અંગિરસોની સમૂહરૂપે પ્રશસ્તિ મળે છે. वल-વધમાં ઇન્દ્રના સાથીદાર. આ द्यौस्-પુત્રોએ ગાયો શોધવામાં પણિઓની શત્રુતા વહોરીને પણ ઇન્દ્રને સહાય કરી હતી. ગાન માટે પ્રસિદ્ધ અંગિરસોને કવિગણ नः पूर्वे पितरः તરીકે સ્તવે છે. એકવચનમાં અંગિરસ અગ્નિની ઉપાધિ બને છે. જયાનંદ દવે
વધુ વાંચો >અંતરંગ
અંતરંગ : પાણિનીય વ્યાકરણની પરિભાષાનો એક શબ્દ. સામાન્ય અર્થ ‘નજીકનું કે અંદરનું અંગ’. પાણિનીય વ્યાકરણનાં સૂત્રો પાંચ સ્વરૂપે કાર્ય સાધે છે. તેમાં પછીનું સૂત્રસ્વરૂપ આગલા સૂત્રસ્વરૂપ કરતાં બળવાન હોય છે, તેથી જ્યારે પરસ્પર બે સૂત્રોનો વિરોધ ઊભો થાય ત્યારે તે તે સૂત્રના સ્વરૂપનો ખ્યાલ રાખીને કાર્ય સાધવામાં આવે છે. (1)…
વધુ વાંચો >આકાંક્ષા
આકાંક્ષા : પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા સારુ એક પદની અન્ય પદ સાથે જોડાવાની અપેક્ષા. નામ, સર્વનામ, વિશેષણ અને અવ્યય શબ્દો સુબન્ત (વિભક્તિ, પ્રત્યયાન્ત) હોય અને ધાતુઓ તિઙન્ત (કાલવાચી કે અર્થવાચી પ્રત્યયાન્ત) હોય ત્યારે તે પદ બને. અમુક એક પૂર્ણ અર્થ નિષ્પન્ન કરવા સારુ પરસ્પર સંબંધમાં આવેલાં પદોનો સમૂહ તે વાક્ય.…
વધુ વાંચો >આખ્યાયિકા
આખ્યાયિકા : સંસ્કૃત ગદ્યસાહિત્યનો આત્મકથાત્મક પ્રકાર. તેમાં કથાનાયક પોતે જ પોતાનું વૃત્તાંત કહે છે. તે સત્ય ઘટના પર આધારિત હોય છે. શરૂઆતમાં મંગલશ્લોક, પછી રાજાની પ્રશંસા, કવિવંદના, પરગુણસંકીર્તન અને દુર્જનનિંદા આવી શકે. ત્યારબાદ કવિના વંશની વિસ્તૃત માહિતી ગદ્યમાં રજૂ થાય. આખ્યાયિકામાં પ્રકરણો હોય છે અને તેને ઉચ્છવાસ કહેવાય છે. તેમાં…
વધુ વાંચો >આચાર્ય, પ્રસન્નકુમાર
આચાર્ય, પ્રસન્નકુમાર (189૦-196૦) : ભારતીય વાસ્તુવિદ્યાના નિષ્ણાત. તેમણે ચિતાગોંગ કૉલેજ અને કલકત્તા યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. 1914માં શિષ્યવૃત્તિ મેળવીને તેઓ ઇંગ્લૅન્ડ ગયા હતા. ત્યાં તેમણે ભારતીય સ્થાપત્ય અંગેનો કોષ તૈયાર કર્યો હતો. તેને માટે તેમને ડી. લિટ. ની પદવી આપવામાં આવેલી. 1923થી 195૦ સુધી તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં વિનયન વિદ્યાશાખાના અધ્યક્ષ,…
વધુ વાંચો >આઠવલે, રામચંદ્ર બળવંત
આઠવલે, રામચંદ્ર બળવંત (જ. 1894, પુણે; અ. 1986, મુંબઈ) : સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન અને જાણીતા અધ્યાપક. જન્મે મહારાષ્ટ્રી હોવા છતાં તેમણે જીવનનો મોટો ભાગ અમદાવાદમાં વિતાવ્યો હતો. તેઓ પુણેમાં 20 વર્ષની વય સુધી રહી બી.એ.ની પરીક્ષામાં સર્વપ્રથમ આવ્યા અને ભાઉ દાજી પ્રાઇઝ મેળવ્યું. એ પછી આચાર્ય આનંદશંકર ધ્રુવ અને…
વધુ વાંચો >