Sanskrit literature
હૃદયંગમા
હૃદયંગમા : સંસ્કૃત ભાષામાં લખાયેલી ટીકા. સંસ્કૃત અલંકારશાસ્ત્રના આચાર્ય દંડીએ રચેલા ‘કાવ્યાદર્શ’ નામના અલંકારગ્રંથ પર આ ટીકા રચાઈ છે. એના લેખકનું નામ અજ્ઞાત છે. પ્રસ્તુત ટીકાના ફક્ત પહેલા બે પરિચ્છેદો પ્રકાશિત થયેલા છે. આલંકારિક આચાર્ય રાજા ભોજે પોતાના મહાકાય ગ્રંથ ‘શૃંગારપ્રકાશ’માં પ્રસ્તુત ટીકામાંથી અક્ષરશ: ઉદ્ધરણો આપ્યાં છે; પરંતુ ટીકાના લેખકનું…
વધુ વાંચો >હેત્વાભાસો
હેત્વાભાસો : ખરેખર હેતુ ન હોવા છતાં હેતુ જેવા દેખાય તે હેત્વાભાસ. તર્કશાસ્ત્ર કે ન્યાયશાસ્ત્રમાં હેત્વાભાસ એ એક મહત્ત્વનો વિષય છે. ન્યાયશાસ્ત્રના આધારભૂત ગ્રંથ ન્યાયસૂત્રમાં અક્ષપાદ-મુનિએ પ્રમાણ, પ્રમેય, સંશય વગેરે 16 પદાર્થો ગણાવ્યા છે (ન્યા. સૂ. 1–1–1). સોળ પદાર્થોમાં તેરમો પદાર્થ હેત્વાભાસ છે. મોક્ષપ્રાપ્તિના સાધનરૂપ તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે હેત્વાભાસના જ્ઞાનની…
વધુ વાંચો >હૈમશબ્દાનુશાસન
હૈમશબ્દાનુશાસન : સુપ્રસિદ્ધ ગુજરાતી જૈન લેખક આચાર્ય હેમચંદ્રે રચેલું વ્યાકરણ. એનું નામ મૂળમાં ‘સિદ્ધહેમચંદ્ર’ છે; પરંતુ તે ‘હૈમવ્યાકરણ’ કે ‘હૈમશબ્દાનુશાસન’ એવા નામે પ્રચલિત છે. ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહે ‘ભોજવ્યાકરણ’ જેવું વ્યાકરણ રચવાની પ્રેરણા કરવાથી આચાર્ય હેમચંદ્રે આચાર્ય પાણિનિની ‘અષ્ટાધ્યાયી’ મુજબ પોતાનું વ્યાકરણ લખ્યું એટલે રાજાના નામમાંથી सिद्ध શબ્દ અને પોતાના…
વધુ વાંચો >