Sanskrit literature
તુલસી
તુલસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબીયેટી) કુળની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum sanctum Linn. (સં. पर्णाशा वृंदा, पत्रपुष्पा, गौरी विष्णुप्रिया, गंधहारिणी, अमृता, पवित्रा, मंजरी, सुभगा, पापघ्नी, तीव्रा; ગુ., હિં. બં., તે. મલ., તુલસી; તા. થુલસી, મ. તુળસ, તુળસી; કન્ન; વિષ્ણુતુલસી, શ્રીતુલસી; અં. Sacred Basil, Holy Basil) છે.…
વધુ વાંચો >તૃત્સુઓ
તૃત્સુઓ : ઋગ્વેદમાં ઉલ્લિખિત એક પ્રજાવિશેષ. ભરતોના રાજા સુદાસે પરુષ્ણી (રાવી) નદીના તટે વિપક્ષની દસ ટોળીઓના રાજાઓને યુદ્ધમાં હરાવ્યા એ ઘટના ‘દાશરાજ્ઞ યુદ્ધ’ તરીકે સુપ્રસિદ્ધ છે, જે ઋગ્વેદસંહિતાના સપ્તમ મંડલના સૂકત 18માં નિરૂપાઈ છે. આ યુદ્ધમાં તૃત્સુઓ સુદાસના પક્ષમાં હતા, જ્યારે વિપક્ષમાં તુર્વશ, દ્રુહ્યુ, પૂરુ, અનુ વગેરેનો સમાવેશ થતો હતો.…
વધુ વાંચો >તૈત્તિરીય પ્રાતિશાખ્ય
તૈત્તિરીય પ્રાતિશાખ્ય : જુઓ, કલ્પસૂત્ર
વધુ વાંચો >તૈત્તિરીય બ્રાહ્મણ
તૈત્તિરીય બ્રાહ્મણ : સંસ્કૃત સાહિત્યમાં કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાનો બ્રાહ્મણ ગ્રંથ. ત્રણ કાંડોના બ્રાહ્મણ ગ્રંથમાં 10 અધ્યાયોનો આરણ્યક ભાગ પણ જોડવામાં આવ્યો છે. પહેલા કાંડમાં 8 પ્રપાઠકો અને 78 અનુવાકો, બીજા કાંડમાં 8 પ્રપાઠકો અને 96 અનુવાકો અને ત્રીજા કાંડમાં 12 પ્રપાઠકો અને 134 અનુવાકો રહેલા છે. આરણ્યક ભાગના 10…
વધુ વાંચો >તૈત્તિરીય સંહિતા
તૈત્તિરીય સંહિતા : જુઓ, યજુર્વેદ
વધુ વાંચો >તૈત્તિરીયોપનિષદ
તૈત્તિરીયોપનિષદ : જુઓ, ઉપનિષદ
વધુ વાંચો >ત્રિપાઠી, ભાસ્કરાચાર્ય
ત્રિપાઠી, ભાસ્કરાચાર્ય (જ. 1 જુલાઈ 1942, પાંડર જસરા, જિ. અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘નિર્ઝરિણી’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને ડી.ફિલ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ હિંદી અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ધરાવે છે. તેમણે…
વધુ વાંચો >ત્રિપાઠી, રાધાવલ્લભ
ત્રિપાઠી, રાધાવલ્લભ (જ. 1949, જિ. રાજગઢ, મધ્યપ્રદેશ) : સંસ્કૃતના વિદ્વાન સંશોધનકાર, વાર્તાકાર અને કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સંધાનમ્’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ફક્ત 7 વર્ષની ઉંમરે તેમણે સંસ્કૃતમાં વાર્તાઓ લખવી શરૂ કરી હતી. તેમણે એમ.એ., પીએચ.ડી અને ડી.લિટ્.ની પદવીઓ મેળવ્યા બાદ યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધનકાર્ય તેમજ…
વધુ વાંચો >દર્શપૂર્ણમાસયાગ
દર્શપૂર્ણમાસયાગ : દર્શ એટલે અમાસ અને પૂર્ણમાસ એટલે પૂનમ. એ બંને દિવસોએ કરવામાં આવતા યાગ એટલે ઇષ્ટિને દર્શપૂર્ણમાસયાગ કહે છે. અગ્નિહોત્ર રાખવો એ વેદના અધ્યયનનું ફળ છે. પ્રાચીન ભારતમાં વિદ્યાર્થી બ્રહ્મચર્યાશ્રમમાં વેદનો અભ્યાસ કરે એ પછી લગ્ન કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે. આ લગ્ન જે અગ્નિની સાક્ષીએ થાય તે અગ્નિ પતિ કે…
વધુ વાંચો >દવે, સુરેશચંદ્ર જમિયતરામ
દવે, સુરેશચંદ્ર જમિયતરામ (જ. 31 ઑગસ્ટ 1933, ઉમરેઠ, જિ. આણંદ) : સંસ્કૃત સાહિત્યના વિદ્વાન પ્રાધ્યાપક. સંસ્કૃતનું પ્રાથમિક શિક્ષણ પિતામહ પં. જેશંકર મૂળજીભાઈ દવે (ઋગ્વેદી) પાસેથી મળ્યું. 1954માં બી.એ. સંસ્કૃત સાથે પ્રથમ શ્રેણીમાં યુનિવર્સિટીમાં અને 1956માં એમ.એ. 63.5 % સાથે દ્વિતીય શ્રેણીમાં ઉત્તીર્ણ થયા. તે પછી સાહિત્યાચાર્ય અને શિક્ષાશાસ્ત્રી થયા. સાહિત્યશાસ્ત્ર,…
વધુ વાંચો >