Religious mythology
સ્કન્દપુરાણ
સ્કન્દપુરાણ : પુરાણસાહિત્યનો ગ્રંથ. મુખ્ય અઢાર મહાપુરાણોમાં તેરમું પુરાણ શિવે કહેલું છે. વિસ્તારની દૃષ્ટિએ આ પુરાણ બધાં પુરાણોમાં સૌથી મોટું છે. ભૂગોળ, કથાનકો અને અન્ય વિગતોની દૃષ્ટિએ આ પુરાણ પદ્મપુરાણ કરતાં પણ વધુ મહત્વનું છે. સ્કંદપુરાણનાં બે સંસ્કરણો મળે છે. એક સંસ્કરણ ખંડાત્મક છે – તે સાત ખંડોમાં વહેંચાયેલું છે;…
વધુ વાંચો >સ્થૂલિભદ્ર
સ્થૂલિભદ્ર : એક પ્રાચીન મહાન જૈન આચાર્ય. તેમનાં ત્યાગ અને તપશ્ચર્યાના કારણે જૈન ધર્મમાં તેમનું અત્યંત ઊંચું સ્થાન છે. ભગવાન મહાવીરના અગિયાર ગણધરો – મુખ્ય પ્રત્યક્ષ શિષ્યો – માંથી માત્ર બે, પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ અને પંચમ ગણધર સુધર્મા, ભગવાન મહાવીરના નિર્વાણ પછી જીવિત હતા. ભગવાન મહાવીરના ઉપદેશનું અંગ આગમ…
વધુ વાંચો >સ્મૃતિ–2
સ્મૃતિ–2 : અનુભૂત વિષયનું કે અનુભવજન્ય જ્ઞાનને અનુલક્ષતું, શ્રુતિને અનુસરતું આચારલક્ષી શાસ્ત્ર. યોગશાસ્ત્ર સ્મૃતિને અનુભવજન્ય જ્ઞાન કહે છે. (‘अनुभवजन्यं ज्ञानं तु स्मृति’:). ઋષિઓ સાક્ષાત્કૃતધર્મા હતા. તેમણે તેમનાથી ઊતરતા–અનુભવવિહોણાને અનુભૂત જ્ઞાન આપ્યું. [‘साक्षात्कृतधर्माण: ऋषय: संबभूवु: । तेडवरेभ्य असाक्षात्कृतधर्मेभ्य: उपदेशेन मन्वान् संप्रादु:’ (યાસ્ક નિરુક્ત 1–53)] આમ વેદ, શ્રુતિ અને ધર્મશાસ્ત્ર સ્મૃતિગ્રંથો કહેવાયા…
વધુ વાંચો >સ્યાદ્વાદ
સ્યાદ્વાદ : જૈન તત્વજ્ઞાનનો જાણીતો સિદ્ધાન્ત. અનેકાન્તાત્મક અર્થનું કથન સ્યાદ્વાદ છે. વસ્તુ અનેકાન્તાત્મક છે. અહીં ‘અન્ત’ શબ્દનો અર્થ ધર્મ સમજવાનો છે અને ‘અનેક’ શબ્દથી જૈન ચિન્તકને અભિપ્રેત છે અનન્ત. આમ, વસ્તુ અનન્તધર્માત્મક છે. એ કારણે તેમાં પરસ્પરવિરોધી ધર્મો પણ છે જ. તે ભાવરૂપ પણ છે અને અભાવરૂપ પણ છે, તે…
વધુ વાંચો >સ્વર્ગ
સ્વર્ગ : હિંદુ ધર્મ અનુસાર પુણ્યશાળીઓને માટે પરલોકમાં ભોગોપભોગ માટેનું સુખધામ. કર્મ અને પુનર્જન્મના સનાતન ધર્મના સિદ્ધાંત અનુસાર પુણ્યકર્મોનું ફળ પરલોકમાં સુખ રૂપે અને પાપકર્મોનું ફળ પરલોકમાં નરકનાં દુ:ખ રૂપે મળે છે. જે દેવને ઇષ્ટ દેવ ગણી આરાધ્યા હોય અને પુણ્યકર્મો કર્યાં હોય તદનુસાર તે દેવના લોકમાં સ્થાન પામી સુખોપભોગ…
વધુ વાંચો >સ્વસ્તિક
સ્વસ્તિક : એક માંગલિક ચિહ્ન. ‘સ્વસ્તિક’ શબ્દ सु + उस् ઉપરથી નિષ્પન્ન થયો છે. सु = શુભ, મંગલપ્રદ; उस् = હોવું. अस्ति = સત્તા, અસ્તિત્વ; ‘સ્વસ્તિક’ એટલે કલ્યાણકારી સત્તા. स्वस्ति = કલ્યાણ હો તેવી ભાવના. આ માંગલિક ચિહન પ્રસન્નતાનું દ્યોતક છે. પ્રાચીન ભારતીયોનું મંગળ પ્રતીક છે. તેની ચાર ભુજાઓ ચાર…
વધુ વાંચો >સ્વામિનારાયણ જેઠાલાલ ચીમનલાલ
સ્વામિનારાયણ, જેઠાલાલ ચીમનલાલ (જ. 30 ઑગસ્ટ 1884, વડોદરા; અ. 24 જૂન 1941, અમદાવાદ) : સમાજસુધારક, રાષ્ટ્રવાદી, સંસ્કૃતવિદ પ્રખર ગણિતશાસ્ત્રી. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1904માં બી.એ. (ઑનર્સ) અને 1908માં એમ.એ.ની પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને આવીને મેળવી હતી. તેમનો પરિવાર વિદ્યાવ્યાસંગી હતો. સોળ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવતાં, ઘરની જવાબદારી સાથે, ખંતથી અને…
વધુ વાંચો >સ્વામિનારાયણ સંપ્રદાય
સ્વામિનારાયણ સંપ્રદાય : હિન્દુ ધર્મની વૈષ્ણવ ધર્મની એક શાખા. તે કરોડો ભારતવાસીઓની સંસ્કારસભર જીવનરીતિ છે. એકાધિક સંપ્રદાયોથી જમાને જમાને હિન્દુ ધર્મ અને એના સનાતનધર્મી જીવનના આચારવિચાર પરિષ્કૃત અને સંવર્ધિત થતા રહ્યા છે. હિન્દુ ધર્મ પ્રમાણે તો ધર્માચાર એ જ જીવનાચાર છે. સ્વામિનારાયણ જેવા સંપ્રદાયો પણ અભિનવ સ્વરૂપે આ જ વાત…
વધુ વાંચો >સ્વામી સહજાનંદ
સ્વામી સહજાનંદ (જ. 3 એપ્રિલ 1781, છપૈયા, ઉત્તરપ્રદેશ; અ. 1830) : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક આચાર્ય. સ્વામી સહજાનંદ એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન અસીમ કરુણાની ગાથા સમું હતું. તેમનો જન્મ રામનવમી(ચૈત્ર સુદ 9, વિક્રમ સંવત 1837)ના દિવસે અયોધ્યા નજીક છપૈયા ગામે એક સરવરિયા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાલ્યકાળમાં જ પોતાની…
વધુ વાંચો >હજ
હજ : ઇસ્લામ ધર્મના નિયમ મુજબ કરાતી યાત્રા. ઇસ્લામ ધર્મમાં મુસલમાનો માટે પાંચ કાર્યો ફરજિયાત કર્યાં છે : (1) અલ્લાહ એક છે અને મુહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના રસૂલ છે તેની સાક્ષી આપવી, (2) દિવસમાં પાંચ વખત નમાઝ પઢવી, (3) રમજાન મહિનાના રોજા (અપવાસ) કરવા, (4) પોતાની સંપત્તિમાંથી જકાતરૂપી દાન આપવું, (5)…
વધુ વાંચો >