Religious mythology

શેખ, મુબારક નાગોરી

શેખ, મુબારક નાગોરી (જ. 1504, નાગોર, રાજસ્થાન; અ. 1594) : સૂફી સંત. યમનના શેખ મુસાના ખાનદાનમાં જન્મ. તેમના ખાનદાનમાં ઘણા પ્રકાંડ પંડિતો, વિદ્વાનો થઈ ગયા. શેખ મુસાએ સંસારનો ત્યાગ કર્યો અને સિંધમાં આવી એકાંતવાસ કર્યો. ઘણાં વર્ષો બાદ લગ્ન કર્યું. તેમના એક વંશજ શેખ ખિજર દસમી હિજરી સદીમાં સૂફીઓ, ઓલિયાઓને…

વધુ વાંચો >

શૈવદર્શન

શૈવદર્શન : પ્રાચીન ભારતનું શિવને પ્રમુખ માનતું દર્શન. વેદમાં એક તબક્કે અગ્નિ એ જ રુદ્ર છે એમ કહ્યું છે અને પછી ક્રમશ: રુદ્રનું શિવમાં રૂપાંતર થયું. અહીં રુદ્ર એક દેવ છે. તેમની આકૃતિનું પણ વર્ણન છે. તેઓ એકીસાથે દુષ્ટ તત્વના સંહારક અને સત્-તત્વના રક્ષક તથા કલ્યાણદાતા એવા દેવ છે. અહીં…

વધુ વાંચો >

શૈવ સંપ્રદાય

શૈવ સંપ્રદાય : પ્રાચીન ભારતીય સંપ્રદાય. શૈવધર્મે વૈદિક સમયમાં જ એક વિશિષ્ટ ધર્મ તરીકે સ્થાપિત થવાનો આરંભ કરી દીધો હતો અને પછી તેનો વ્યાપ વધતો જ રહ્યો. દક્ષિણમાં શિવોપાસના અતિપ્રચલિત બની. પરિણામે રુચિ, ભાવના અને રૂઢિ વગેરેના કારણે શિવપૂજા કે ઉપાસના પણ વિવિધ પ્રકારે થવા લાગી. તેમાં તંત્રોએ પણ જબરો…

વધુ વાંચો >

શ્રદ્ધા

શ્રદ્ધા : ધર્મ માટે અગત્યનો ગુણ. શ્રદ્ધાને કામાયની અર્થાત્ કામની પુત્રી કહી છે. સૃદૃષ્ટિને ટકી રહેવામાં આધારભૂત તત્વ તે ऋत છે. તેના ઉપરના વિશ્વાસને ટકાવી રાખનાર પરિબળ શ્રદ્ધા છે. તેને કામ કે ઇચ્છા સાથે સંબંધ છે. ‘હું એક છું, અનેક થાઉં’ ‘एकोडहम् बहु स्याम्’ ઇચ્છામાંથી સંકલ્પ કે આકૂતિ જન્મ્યા. વિવાહમાં…

વધુ વાંચો >

શ્રવણકુમાર

શ્રવણકુમાર : પુરાણોમાં વર્ણિત અંચકમુનિના માતૃ-પિતૃ ભક્તિના આદર્શરૂપ વિખ્યાત પુત્ર. તેઓ પોતાનાં અંધ માતા-પિતાને કાવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવવા નીકળ્યા હતા. એક દિવસ તે વનમાં એક સરોવરમાંથી માતા-પિતા માટે જળ લેવા ગયા. વનમાં અયોધ્યાના રાજા દશરથ શિકાર અર્થે આવ્યા હતા. શ્રવણકુમારે જ્યારે ઘડો પાણીમાં ડુબાડ્યો ત્યારે એનાથી નીકળતો અવાજ મૃગના અવાજ…

વધુ વાંચો >

શ્રાદ્ધ

શ્રાદ્ધ : હિંદુ ધર્મમાં મૃતક પાછળ થતો વિધિ. श्रद्धया यद्दीयते तच्छाद्धम् । (શ્રદ્ધાથી જે અપાય તે શ્રાદ્ધ છે.) વિજ્ઞાનેશ્વર દાન અને શ્રાદ્ધનો ભેદ બતાવતાં કહે છે કે, ‘श्राद्धं नामादनीयस्य तत्स्थानीयस्य चा द्रव्यस्य प्रेतोद्देशेन श्रद्धया त्यागः ।’ – પિતૃઓ કે પ્રેતને ઉદ્દેશીને કરાતા દ્રવ્યત્યાગને શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધના એકોદ્દિષ્ટ અને પાર્વણ…

વધુ વાંચો >

શ્રીનાથજી (શ્રી ગોવર્ધનનાથજી)

શ્રીનાથજી (શ્રી ગોવર્ધનનાથજી) : વૈષ્ણવોમાં પૂજાતું ભગવાન કૃષ્ણનું એક સ્વરૂપ. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ (ઈ.સ. 1473-1531) 15મી-16મી સદીઓના સંધિકાલમાં જીવન જીવી ભક્તિમાર્ગમાંથી ‘પુષ્ટિમાર્ગ’ એવી સંજ્ઞા આપી જે માર્ગ વિકસાવ્યો તેના પરમ ઇષ્ટદેવ, ગોવર્ધનગિરિ ડાબી ટચલી આંગળી ઉપર હોય એવા સ્વરૂપના અભીષ્ટદેવ સ્થાપ્યા એ શ્રી ગોવર્ધનનાથજી  શ્રી ગિરિરાજધરણ. એમનું ટૂંકું નામ ‘શ્રીનાથજી’…

વધુ વાંચો >

શ્રીમદ્ ભગવદગીતા

શ્રીમદ્ ભગવદગીતા : જુઓ ગીતા.

વધુ વાંચો >

શ્રીમાલ પુરાણ

શ્રીમાલ પુરાણ : શ્રીમાલભિલ્લમાલ વિશે રચાયેલું એક પુરાણ. તેનું નામ ‘શ્રીમાલ પુરાણ’ કે ‘શ્રીમાલ માહાત્મ્ય’ છે. ‘શ્રીમાલ’ નામ કેવી રીતે પડ્યું એની કથા આ પુરાણમાં આપેલી છે. શ્રીમાલ નામે જે નગરી જાણીતી થઈ તેનું પ્રારંભનું નામ ગૌતમાશ્રમ હતું. ભૃગુઋષિને ઘેર દીકરી તરીકે લક્ષ્મીજી જન્મ્યાં. તેમને વિષ્ણુ સાથે પરણાવવામાં આવ્યાં. આ…

વધુ વાંચો >

શ્રીરંગપટ્ટનમ્

શ્રીરંગપટ્ટનમ્ : દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યના મૈસૂર નજીક આવેલું, ધાર્મિક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્વનું સ્થળ. ભૌગોલિક સ્થાન : 12o 25’ ઉ. અ. અને 76o 42’ પૂ. રે.. યુદ્ધકાળમાં નિપુણ પ્રસિદ્ધ શાસક હૈદરઅલી તથા મૈસૂરના વાઘ તરીકે જાણીતા બનેલા તેના પુત્ર ટીપુ સુલતાનની રાજધાનીનું સ્થળ. શ્રીરંગપટ્ટનમનો દ્વીપદુર્ગ મૈસૂરથી ઉત્તરે 16…

વધુ વાંચો >