Religious mythology
લકુલીશ
લકુલીશ : વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં થયેલ રુદ્રનો 28મો અવતાર. શૈવ ધર્મના સંપ્રદાયોમાં પાશુપત સંપ્રદાય મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રભાસ પાટણમાં સોમશર્માએ પાશુપત સંપ્રદાય વિકસાવેલો. તેઓ રુદ્રનો 27મો અવતાર ગણાતા. એ પછીનો 28મો અવતાર લાટ દેશના કાયાવરોહણમાં લકુલીશ તરીકેનો થયો. કાયાવરોહણ વડોદરા જિલ્લામાં ડભોઈ નજીક આવેલું છે. લકુલીશ વિશ્વરૂપ અને સુદર્શનાના…
વધુ વાંચો >લક્ષ્મણ
લક્ષ્મણ : સંસ્કૃત ભાષાના આદિકાવ્ય રામાયણનું એક મુખ્ય પાત્ર. સૂર્યવંશમાં ઇક્ષ્વાકુકુળના, અયોધ્યાના રાજા દશરથ અને રાણી સુમિત્રાના પુત્ર તથા રામના નાના ભાઈ. જનકપુત્રી ઊર્મિલાના પતિ તરીકે તેઓ રામાયણમાં વર્ણવાયા છે. તેઓ શેષના અવતાર હતા એમ પુરાણો કહે છે. તેમને અંગદ અને ચંદ્રકેતુ નામના બે પુત્રો હતા અને રામે બંને પુત્રોને…
વધુ વાંચો >લક્ષ્મી
લક્ષ્મી : હિંદુ ધર્મ મુજબ સમુદ્રમાંથી પ્રગટ થયેલ એક દેવી. તે સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી છે અને કમળના આસન ઉપર બિરાજેલી હોય છે. તે ધનની અધિષ્ઠાત્રી મનાઈ છે. સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યની દેવી તરીકે તેની સર્વત્ર પૂજા થાય છે. ‘લક્ષ્મી’ શબ્દના અનેક અર્થો છે. તે સર્વમાં અતિમાનુષશક્તિ, સંપત્તિ, શોભા, દૈવી…
વધુ વાંચો >લાઓત્સે
લાઓત્સે (જ. ઈ. પૂ. 604 ? અથવા ઈ. પૂ. 570–517 ?, ક્યુઝીન, હોનાન પ્રાંત; અ. ઈ. પૂ. 531 ?) : ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક. તેમનું ખરું નામ લી હતું. લાઓત્સે એ કોઈ વ્યક્તિવાચક નામ નથી, પરંતુ વિશેષણ છે, જેનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ એવો થાય છે. કોન્ફ્યૂશિયસની પહેલાં, લગભગ…
વધુ વાંચો >લાક્ષાગૃહ
લાક્ષાગૃહ : પાંડવોને જીવતા બાળી મૂકવા માટે દુર્યોધને પુરોચન દ્વારા વારણાવતમાં કરાવેલ લાખનો આવાસ. મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે એક વાર પાંડવો અને એમની માતા કુંતી વારણાવતમાં ભરાતો મહાદેવનો મેળો જોવા ગયાં. દુર્યોધનને આની પહેલેથી ખબર પડી આથી એણે પોતાના પુરોચન નામના મંત્રીને ત્યાં મોકલી પાંડવોને રહેવા માટે લાક્ષાગૃહનું નિર્માણ…
વધુ વાંચો >લામા
લામા : આધ્યાત્મિક ઉપદેશ આપનાર તિબેટન ગુરુ. સંસ્કૃતમાં ‘ગુરુ’ શબ્દ વપરાય છે, તે જ રીતે તિબેટન ભાષામાં ‘લામા’ શબ્દ વપરાય છે. ‘લામા’ એટલે ‘ઉચ્ચતર ગુરુ’. આથી બધા બૌદ્ધ ભિખ્ખુઓ લામા નથી હોતા, તેમજ બધા લામાઓ ભિખ્ખુઓ પણ નથી હોતા. તિબેટી ભાષામાં ભિખ્ખુ માટેનો શબ્દ ‘ત્રાપા’ છે, ‘લામા’ નથી. બૌદ્ધ ધર્મનો…
વધુ વાંચો >લાલદાસ, સંત
લાલદાસ, સંત (જ. 1539, ધૌલી ધૂપ, પંજાબ; અ. 1647, નગલા, પંજાબ) : પંજાબમાં સોળમી અને સત્તરમી સદીમાં થઈ ગયેલ એક સંત તથા લાલદાસી નામથી ઓળખાતા સંપ્રદાયના પ્રવર્તક. એક જમાનામાં લૂંટારાઓ તરીકે જાણીતી બનેલી મેવ જાતિમાં તેમનો જન્મ થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત કપરી હોવાથી બાલ્યાવસ્થામાં જ લાલદાસને પરિવારના ભરણપોષણ…
વધુ વાંચો >લાલદાસસ્વામી
લાલદાસસ્વામી : પ્રણામી સંપ્રદાયના સંતમહાત્મા. 17મી સદીમાં થયેલા આ સંત મૂળ પોરબંદરના વતની હતા. તેમનું મૂળ નામ લક્ષ્મણદાસ હતું. વ્યવસાયે તેઓ વેપારી હતા અને સિંધમાં ઠઠ્ઠા બંદરેથી તેમના 99 જેટલાં વહાણો મારફતે મુખ્યત્વે અરબ દેશો સાથે વેપાર કરતા હતા. તેઓ અરબી, ફારસી અને સંસ્કૃત ભાષાના જ્ઞાતા અને વિદ્વાન હતા. ભાગવતના…
વધુ વાંચો >લિયો (મહાન)
લિયો (મહાન) (જ. ?, ટસ્કની, ઉત્તર ઇટાલી; અ. 10 નવેમ્બર 461, રોમ) : 440થી 461 સુધી પોપ. પોપની સર્વોચ્ચતાનો આગ્રહ સેવનાર ચર્ચના વડા. પોપના સર્વોપરીપણા હેઠળ પાશ્ર્ચાત્ય ચર્ચની એકતા તેમણે પ્રાપ્ત કરી હતી. પોપનું પદ સ્વીકાર્યા પછી તરત જ તેમણે પાખંડ દૂર કરવાના ઉપાયો કર્યા. તેમની સૌથી મહત્વની સિદ્ધિ સનાતની…
વધુ વાંચો >લિવિંગ્સ્ટન, ડેવિડ
લિવિંગ્સ્ટન, ડેવિડ (જ. 19 માર્ચ 1813, બ્લેનટાયર, સ્કૉટલૅન્ડ; અ. 1 મે 1873, ચિતામ્બો, ઝામ્બિયા) : આફ્રિકામાં ધર્મપ્રચાર કરનાર સ્કૉટલૅન્ડના પાદરી (મિશનરી) અને આફ્રિકામાં નવા પ્રદેશોના શોધક. તેમણે આફ્રિકામાં પાશ્ચાત્ય રીતભાત ફેલાવી હતી. લિવિંગ્સ્ટન સ્કૉટલૅન્ડના એક ગરીબ, પરિશ્રમી, શિક્ષણ પ્રત્યે ઉત્સાહી અને સેવાભાવી પરિવારમાં ઊછર્યા હતા. માત્ર દસ વર્ષની વયે તેમણે…
વધુ વાંચો >