Religious mythology

બૌદ્ધ ધર્મ

બૌદ્ધ ધર્મ : પ્રાચીન ભારતમાં બુદ્ધ દ્વારા સ્થાપિત ધર્મ. શાક્ય વંશના કપિલવસ્તુમાં રાજધાની ધરાવતા રાજા શુદ્ધોદનના પુત્ર, યશોધરાના પતિ અને રાહુલના પિતા બુદ્ધે (મૂળ નામ સિદ્ધાર્થ અથવા સર્વાર્થસિદ્ધ) વૃદ્ધ, રોગી અને શબના આકસ્મિક દર્શનથી ગૃહત્યાગ કરી, બુદ્ધગયામાં બોધિવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ કરી જે ધર્મનો ઉપદેશ કર્યો તેનું નામ બૌદ્ધ ધર્મ. આમ…

વધુ વાંચો >

બૌદ્ધ-સંગીતિ

બૌદ્ધ-સંગીતિ : બૌદ્ધ મહાસ્થવિરો(થેરો)ની ચાર મહાસભાઓ. ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી રાજગૃહ(આધુનિક રાજગિરિ)માં પ્રથમ સંગીતિ મળી જેમાં બુદ્ધના મુખ્ય શિષ્ય મહાકશ્યપ અધ્યક્ષ હતા. બુદ્ધે પોતાના ઉપદેશોને લિપિબદ્ધ કરાવ્યા નહોતા આથી આ મહાસભા સમક્ષ એમના ત્રણ મુખ્ય શિષ્યો – મહાપંડિત મહાકશ્યપ, સહુથી વયોવૃદ્ધ ઉપાલિ અને સૌથી પ્રિય શિષ્ય આનંદે બુદ્ધના ઉપદેશોનું સમૂહગાન…

વધુ વાંચો >

બૌધાયન

બૌધાયન (ઈ. પૂ. 600થી ઈ. પૂ. 300) : કૃષ્ણ યજુર્વેદ શાખાના પ્રવર્તક આચાર્ય. તેઓ દક્ષિણ ભારતમાં કૃષ્ણા નદીના અંતર્વર્તી ક્ષેત્રમાં રહેતા હતા. આ શાખાના ઘણા બ્રાહ્મણો આજે પણ આ વિસ્તારમાં રહે છે. પ્રસિદ્ધ વેદભાષ્યકાર સાયણાચાર્ય આ શાખાના હતા. તેમણે રચેલાં શ્રોતસૂત્ર, ધર્મસૂત્ર અને ગૃહ્યસૂત્ર વિખ્યાત છે. ‘શ્રૌતસૂત્ર’માં કૃષ્ણ યજુર્વેદને લગતાં…

વધુ વાંચો >

બ્રહ્મચર્ય

બ્રહ્મચર્ય : બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા માટેનું વ્રત. ધર્મશાસ્ત્ર મુજબ વેદનો અભ્યાસ કરનારે સ્ત્રીસંગ વગેરેથી દૂર રહેવા માટે પાળવાના નિયમો. ભારતીય વેદાભ્યાસીની સંયમથી જીવવાની રીત અનુસાર તેણે સ્ત્રીસંગ વગેરેથી દૂર રહેવાના નિયમોનું પાલન કરવું પડે છે. બ્રહ્મચર્ય એટલે શરીર, મન અને વાણી દ્વારા વેદ કે ઈશ્વરની સેવા કરવી એવી વ્યાખ્યા મહાભારતના…

વધુ વાંચો >

બ્રહ્મપુરાણ

બ્રહ્મપુરાણ : પ્રાચીન ભારતનો પુરાણગ્રંથ. વ્યાસે રચેલાં અઢાર પુરાણમાં બ્રહ્મ કે બ્રાહ્મપુરાણ પ્રથમ છે. બધાં પુરાણોની ગણતરીમાં ‘ब्रत्रयम्’ દ્વારા બ્રહ્મ, બ્રહ્માંડ અને બ્રહ્મવૈવર્તપુરાણનો નિર્દેશ કરવામાં આવ્યો છે. બ્રહ્મનો વિવર્ત થતાં બ્રહ્માંડની રચના બ્રહ્મા દ્વારા થઈ અને તેથી તેમની સાથે સંકળાયેલું પુરાણ તે આ બ્રહ્મપુરાણ. આ પુરાણ દેવીભાગવતની પુરાણાનુક્રમણિકા અનુસાર પાંચમું…

વધુ વાંચો >

બ્રહ્મલોક

બ્રહ્મલોક : બ્રહ્માંડમાં આવેલા કુલ 14 લોકમાંનો સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉપર આવેલો લોક. વેદ, શાસ્ત્ર અને પુરાણ – એ ત્રણેયમાં બ્રહ્માંડમાં પૃથ્વીથી શરૂ કરીને (1) ભૂલોક, (2) ભુવર્લોક, (3) સ્વર્લોક, (4) મહર્લોક, (5) જનલોક, (6) તપલોક અને (7) સત્યલોક એટલે બ્રહ્મલોક એમ સાત લોક ગણાવવામાં આવ્યા છે. આ બધા લોક…

વધુ વાંચો >

બ્રહ્મવિહાર (બૌદ્ધ)

બ્રહ્મવિહાર (બૌદ્ધ) : સાધક માટે બૌદ્ધ ધર્મમાં ગણાવેલી ચાર માનસિક ભાવનાઓ. બૌદ્ધ ધર્મદર્શનમાં ચાર બ્રહ્મવિહારની વાત કરવામાં આવી છે : (1) મૈત્રી : આ સમાજમાં જે લોકો શુભવૃત્તિવાળા અને સંપન્ન છે તેમના પ્રત્યે મૈત્રી રાખવી. (2) કરુણા : સમાજમાં જે લોકો દુ:ખી છે તેમના પ્રત્યે તિરસ્કાર  ન બતાવતાં કરુણાભાવ ધારણ…

વધુ વાંચો >

બ્રહ્મવિહાર (વેદાંત)

બ્રહ્મવિહાર (વેદાંત) : જગતના સર્જન માટે પરબ્રહ્મ તત્વ વડે રચવામાં આવેલો ખેલ. અદ્વૈતવાદીઓ એક જ તત્વ જગતમાં રહેલું હોવાનું માને છે. એ સિવાય બીજું કશું નથી. આથી જગતને પરમ તત્વ એવું બ્રહ્મ પોતે જ પોતાનામાંથી સર્જે છે, પોતાની ઇચ્છા મુજબ તેને પાળે છે અને અંતે પોતાનામાં જ સમગ્ર બ્રહ્માંડને સમાવી…

વધુ વાંચો >

બ્રહ્મવૈવર્ત-પુરાણ

બ્રહ્મવૈવર્ત-પુરાણ : ભારતનાં અઢાર પુરાણોમાંનું દસમું પુરાણ. આ પુરાણને દેવીભાગવત સાતમા, ભાગવત અને કૂર્મપુરાણ નવમા ક્રમે હોવાનું ગણાવે છે. આ પુરાણનું નામાભિધાન બ્રહ્મમાંથી વિવર્ત રૂપે થયેલ બ્રહ્માંડ કે સૃષ્ટિરચનાનું સૂચન કરે છે. વિષ્ણુપુરાણ, માર્કંડેયપુરાણ, લિંગપુરાણ, વાયુપુરાણ, કૂર્મપુરાણ અને પદ્મપુરાણ આ પુરાણની શ્ર્લોક-સંખ્યા આપતાં નથી. શિવમહાપુરાણ, દેવીભાગવત, ભાગવત, નારદીય, મત્સ્ય અને…

વધુ વાંચો >

બ્રહ્મસંપ્રદાય

બ્રહ્મસંપ્રદાય : જુઓ યજુર્વેદ

વધુ વાંચો >