Religious mythology
પુષ્કર
પુષ્કર : રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું નગર તથા હિંદુઓનું પવિત્ર યાત્રાધામ. ભૌ. સ્થાન : 26o 30′ ઉ. અ. અને 74o 33′ પૂ. રે. તે અજમેરથી વાયવ્ય દિશામાં આશરે 18 કિમી.ને અંતરે અરવલ્લીની હારમાળામાં સમુદ્રસપાટીથી લગભગ 727 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ નગરની ત્રણ બાજુએ ટેકરીઓ આવેલી છે. આજુબાજુના પ્રદેશમાં…
વધુ વાંચો >પુષ્ટિમાર્ગ
પુષ્ટિમાર્ગ : ભારતીય દર્શન શુદ્ધાદ્વૈતવાદના આધાર પર શ્રી વલ્લભાચાર્યે સ્થાપેલો ભક્તિનો સંપ્રદાય. ‘પુષ્ટિ’ એટલે ‘પોષણ’ અને ‘પોષણ’ એટલે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા (ભાગવત પુરાણ 2-10-4). ભારતીય ભક્તિમાર્ગ-ભાગવતમાર્ગ (મુખ્ય નામ ‘પાંચરાત્ર સંપ્રદાય’ તેમ ‘સાત્વત સંપ્રદાય’) ઈ. સ. પૂ. એક હજાર વર્ષ ઉપર વૈદિક હિંસામય યજ્ઞોની સામે ઊભો થયો અને વિષ્ણુનારાયણ તેમજ…
વધુ વાંચો >પુષ્પદંત ગંધર્વ
પુષ્પદંત ગંધર્વ : ખૂબ જાણીતા ‘શિવમહિમ્ન: સ્તોત્ર’ના લેખક. એ સ્તોત્રના અંતે આપેલી માહિતી મુજબ તેઓ દેવોના સંગીતકારો અર્થાત્ ગંધર્વોના રાજા હતા. તેઓ શિવના ભક્ત હતા. શિવનો ક્રોધ થતાં પુષ્પદંતનો ગંધર્વ તરીકેનો મહિમા ખતમ થવાથી શિવનો મહિમા ગાતું સ્તોત્ર તેમણે રચેલું. શિવનો રોષ પુષ્પદંત પર કયા કારણે થયો એ વિશે એવી…
વધુ વાંચો >પૂજા
પૂજા : હિન્દુ ધર્મ મુજબ દેવ, ગુરુ વગેરે પૂજ્ય અને સંમાન્ય વિભૂતિઓને પ્રસન્ન કરવા માટે તેમને ચંદન, પુષ્પ વગેરે ચડાવી કરવામાં આવતી આરાધના. પ્રાગૈતિહાસિક કાળથી મનુષ્ય જગતમાં થતી અનેક પ્રવૃત્તિઓને નવાઈભરી નજરે જોઈને તેની પાછળ રહેલા સંચાલક-તત્વની લીલા અનુભવી રહ્યો છે. જગતની સંચાલક-શક્તિ પોતાના પર કૃપા વરસાવે અને પોતાનું જીવન…
વધુ વાંચો >પૂરુ વંશ
પૂરુ વંશ : પુરાણકાળનો પ્રસિદ્ધ ભારતીય રાજવંશ. પ્રાચીન કાળના પ્રતિષ્ઠાન(વત્સદેશ)ના રાજા. મનુ વૈવસ્વતની પુત્રી ઇલાએ બુધ સાથે લગ્ન કર્યું, તેમાંથી ઐલ વંશ ઉદભવ્યો. એ વંશમાં નહુષ-પુત્ર યયાતિ નામે પ્રતાપી રાજા થયા. અસુરરાજ વૃષપર્વાની કન્યા શર્મિષ્ઠા દ્વારા યયાતિને દ્રુહ્યુ, અનુ અને પુરુ નામે ત્રણ પુત્ર થયા. પ્રતિષ્ઠાન(વત્સદેશ)નું પૈતૃક રાજ્ય એના કનિષ્ઠ…
વધુ વાંચો >પૂર્વના ખ્રિસ્તી સંપ્રદાયો
પૂર્વના ખ્રિસ્તી સંપ્રદાયો : પ્રાચીન રોમન સામ્રાજ્યના પૂર્વ વિસ્તારના ખ્રિસ્તીઓના ધર્મપંથો. ચારેક સૈકા સુધી એક અને અખંડ ધર્મ તરીકે રહેલ ખ્રિસ્તી ધર્મમાં એના એક યા બીજા પાસાને વધુ પડતું મહત્વ અપાતાં વિવાદો શરૂ થયા. નેસ્તોરવાદ, એકાત્મવાદ યા અભિન્નવાદ તેમજ રોમ અને કૉન્સ્ટંટિનોપલ વચ્ચેના વિવાદોથી ઊભું થયેલું વૈમનસ્ય – એ સૌને…
વધુ વાંચો >પૂષા
પૂષા : એક વૈદિક દેવ. સૃષ્ટિનું સંરક્ષણ કરવાની એની જવાબદારી. વૈદિક સાહિત્યમાં એને ગોષ્ઠો એટલે કે ગૌશાળાઓનો સંરક્ષક કહ્યો છે. આદિત્ય રૂપે એ વિશ્વનો પ્રાણરક્ષક અને આત્માનો શાંતિદાતા છે. આત્માને બ્રહ્મલોક લઈ જવા માટે તે સહાયતા પણ કરે છે. તે સૂર્યની બહેનનો પ્રેમી પણ કહેવાય છે. તે સાધારણ રીતે સોમ…
વધુ વાંચો >પૅગોડા
પૅગોડા : બૌદ્ધ ધર્મના આચાર્યોની સ્મૃતિ માટે બાંધેલાં ટાવર જેવાં મંદિરો. ખાસ કરીને ચીન, જપાન, મ્યાનમાર(બર્મા), ભારત અને અગ્નિ એશિયાના દેશોમાં પૅગોડા બાંધવામાં આવ્યા છે. પૅગોડામાં ઘણુખરું 3થી 15 માળ હોય છે. પ્રાચીન ભારતના ઘુમ્મટ આકારનાં સ્મારકો તરીકે બંધાતા સ્તૂપમાંથી ધર્મગુરુઓના અવશેષો ઉપર પૅગોડા બાંધવાનો વિચાર ઉદભવ્યો. તે પથ્થરના, લાકડાના…
વધુ વાંચો >પેરિયાળવાર
પેરિયાળવાર : જુઓ, આળવાર સંતો.
વધુ વાંચો >પોપ
પોપ : ખ્રિસ્તી ધર્મના સૌથી પ્રાચીન સંપ્રદાય રોમન કૅથલિકના ધર્મગુરુ. ‘પોપ’ ગ્રીક ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ પિતા થાય છે. રોમમાં ચર્ચની સ્થાપના માનવપુત્ર ઈસુ ખ્રિસ્તના મુખ્ય શિષ્ય પીટરે કરી હતી. અને તેથી રોમ એ ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. આ કારણથી અહીંના ચર્ચના પોપનું સમગ્ર…
વધુ વાંચો >