Religious mythology
દીને ઇલાહી
દીને ઇલાહી (તૌહીદે-ઇલાહી) : અકબરે સ્થાપેલ સર્વ ધર્મોના સારરૂપ ધર્મ : ‘દીને ઇલાહી’નો અર્થ એકેશ્વર ધર્મ. ધર્મના તત્વ કે સત્ય માટેની સમ્રાટ અકબરની જિજ્ઞાસામાં દીને ઇલાહીનાં મૂળ રહેલાં છે. ભારતમાં પ્રચલિત વિવિધ ધર્મોના સિદ્ધાંતો સમજવા માટે અકબરે જુદા જુદા ધર્મોના પંડિતો સાથે ચર્ચા કરી હતી. આ માટે તેણે પ્રથમ ઇસ્લામ…
વધુ વાંચો >દુર્ગા
દુર્ગા : હિંદુ ધર્મ મુજબ આદ્યશક્તિ પાર્વતી દેવીનું કાલી, ચંડી, ભૈરવી વગેરે જેવું ઉગ્ર રૂપ. દુર્ગાનો જન્મ આદ્યશક્તિથી થયો છે. ‘સુપ્રભેદાગમ’ નામના ગ્રંથમાં દુર્ગાને વિષ્ણુની નાની બહેન કહી છે. શૈવ–આગમો દુર્ગાનાં નવ રૂપો ગણાવે છે; જેમાં (1) નીલકંઠી, (2) ક્ષેમંકરી, (3) હરસિદ્ધિ, (4) રુદ્રાંશદુર્ગા, (5) વનદુર્ગા, (6) અગ્નિદુર્ગા, (7) જયદુર્ગા,…
વધુ વાંચો >દેવાનંદ સ્વામી
દેવાનંદ સ્વામી (જ. 1803, બળોલ; અ. 1854, મૂળી) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓ પૈકીના એક. વ્યાધના તારા સમા તેજસ્વી સંતકવિ. પૂર્વાશ્રમનું નામ દેવીદાન ગઢવી. પિતા જીજીભાઈ રત્નુ. માતા બહેનજીબા. જ્ઞાતિ મારુચારણ. તેઓ બળોલમાં પધારેલા ભગવાન સ્વામિનારાયણની સેવામાં જોડાયા. પછીથી દેવીદાન તેમની પાસેથી મહાદીક્ષા પામી દેવાનંદ સ્વામી બન્યા. બ્રહ્માનંદ સ્વામી પાસે…
વધુ વાંચો >દેવાસુર સંગ્રામ
દેવાસુર સંગ્રામ : દેવો અને અસુરો વચ્ચેનાં યુદ્ધો. આવાં યુદ્ધોનાં વર્ણનો વૈદિક સાહિત્ય તેમજ પુરાણોમાં અનેક રૂપે નિરૂપિત થયેલ છે. એ અમૃત (અમર્ત્ય) અને મૃત્યુ, જ્યોતિ તથા તમસ્, સત્ય અને અનૃત (અસત્ય) વચ્ચેના વિશ્વવ્યાપી અનંત સંઘર્ષનું પ્રતીક છે. આવા દૃશ્યમાં દેવ પ્રાણ, જ્યોતિ અને સત્યનો સંકેત કરે છે. અસુર મૃત્યુ,…
વધુ વાંચો >દેવીભાગવત
દેવીભાગવત : બાર સ્કંધમાં વિભક્ત પુરાણ. આરંભે ભાગવત-માહાત્મ્ય અને દેવીભાગવતની શ્રવણવિધિ પછી પ્રથમ સ્કંધમાં ઋષિઓનો આ પુરાણ વિશે પ્રશ્ન, ગ્રંથસંખ્યા, વિષયકથન પછી પુરાણ સાહિત્યનું વિવરણ, શુકજન્મ, હયગ્રીવકથા, મધુકૈટભવૃત્તાંત, વ્યાસને પુત્ર માટે શિવનું વરદાન, બુધની ઉત્પત્તિ, પુરુરવા-ઉર્વશી-વૃત્તાંત, શુકદેવનો જન્મ, તેમનાં ગાર્હસ્થ્ય અને વૈરાગ્ય, દેવીનો વિષ્ણુને ઉપદેશ, શુકદેવજીને પુરાણનો ઉપદેશ, જનકની પરીક્ષા…
વધુ વાંચો >દોસો બાવન વૈષ્ણવો કી વાર્તા
દોસો બાવન વૈષ્ણવો કી વાર્તા : શુદ્ધાદ્વૈત સંપ્રદાયના વલ્લભાચાર્ય(1479—1531)ના પુત્ર વિઠ્ઠલનાથ(1515–1585)ના શિષ્યોનાં જીવનચરિત્રો. વલ્લભાચાર્યના પુષ્ટિ-સંપ્રદાયમાં તેનું ઘણું મહત્વ છે. તેને ગુરુના વચનની જેમ શ્રદ્ધેય ગણવામાં આવે છે. આ કૃતિના રચયિતા વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથ હતા એવી સર્વસામાન્ય માન્યતા પ્રવર્તે છે; પરંતુ તેમાં ગોકુલનાથનો ઉલ્લેખ વિશેષ ભક્તિભાવ સાથે કરવામાં આવેલો છે તે…
વધુ વાંચો >દ્રોણ
દ્રોણ : મહાભારતનાં મુખ્ય પાત્રોમાંનું એક. મહર્ષિ ભરદ્વાજના તેઓ પુત્ર. સ્નાન પછી વસ્ત્રો બદલતી અપ્સરા ઘૃતાચીના સૌન્દર્યદર્શને અનર્ગલ કામાવેશાવસ્થામાં ભરદ્વાજનું વીર્ય સ્ખલિત થયું, જેને તેમણે ‘દ્રોણ’(યજ્ઞકલશ)માં સાચવી રાખ્યું. તેમાંથી પુત્રનો જન્મ થયો, જેથી તેને ‘દ્રોણ’ નામ મળ્યું. આચાર્ય અગ્નિવેશના ગુરુકુળમાં દ્રોણ દ્રુપદના સહાધ્યાયી સુહૃદ હતા, ત્યારે દ્રુપદે તેમને સહાયવચનો આપેલાં,…
વધુ વાંચો >દ્વારકાધીશનું મંદિર
દ્વારકાધીશનું મંદિર : ભારતપ્રસિદ્ધ ચાર હરિધામોમાંનું, સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણે આવેલું હરિધામ. તે ગોમતી નદીના ઉત્તરના કિનારે આવેલું છે. તેનું સ્થાપત્ય અન્ય હિંદુ મંદિરોના જેવું તેરમી સદીનું છે. તેમાં ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ, ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, વિશાળ સભાગૃહ તથા મહામંડપનો સમાવેશ થાય છે. તેની છત ગ્રૅનાઇટ અને રેતિયા પથ્થરના 60 સ્તંભ ઉપર…
વધુ વાંચો >ધનુર્વેદ
ધનુર્વેદ : યજુર્વેદનો ઉપવેદ. તેમાં અસ્ત્રશસ્ત્રવિદ્યા અને યુદ્ધકળા વિશે માહિતી આપવામાં આવી છે. ધનુર્વેદ બ્રહ્માના દક્ષિણ મુખમાંથી નીકળ્યો હોવાની માન્યતા છે. તેમાં વિવિધ અસ્ત્ર, શસ્ત્ર, યુદ્ધના પ્રકારો, યુદ્ધમાં વપરાતાં વાહનો વગેરે અનેક વિષયોનું વર્ણન છે. ધનુર્વેદનાં પાંચ અંગો છે. મંત્રમુક્ત નામનું પ્રથમ અંગ મંત્રથી છોડવામાં આવતાં અસ્ત્રશસ્ત્રો વિશે ચર્ચા કરે…
વધુ વાંચો >ધર્મદેવ (યમદેવ)
ધર્મદેવ (યમદેવ) : વૈદિક સમયના એક મહત્વના દેવ. ઋગ્વેદમાં તે વિવસ્વત અને શરલ્યુના પુત્ર તરીકે નોંધાયેલા છે. તેમની બહેન યમી છે. વેદયુગમાં તેમને પાપની શિક્ષા કરનાર તરીકે ચીતરેલ નથી તો પણ તે ભયપ્રદાયક છે. યમ સૌપ્રથમ માનવ હતા, જે મૃત્યુ પામીને બીજી દુનિયામાં ગયા. બીજા માણસોને તે દુનિયાનો રસ્તો તેમણે…
વધુ વાંચો >