Religious mythology
આશ્વલાયન શ્રૌતસૂત્ર
આશ્વલાયન શ્રૌતસૂત્ર : જુઓ કલ્પ.
વધુ વાંચો >આશ્વલાયન સંહિતા
આશ્વલાયન સંહિતા : જુઓ ઋગ્વેદ.
વધુ વાંચો >આસ્તીક
આસ્તીક : એક પૌરાણિક પાત્ર. ભૃગુકાળના જરત્કારુ ઋષિ અને નાગરાજ વાસુકિની બહેન જરત્કારુના પુત્ર. એનાં માતા અને પિતાનાં નામ સમાન છે. જરત્કારુ સગર્ભા હતી ત્યારે પતિ વનમાં ચાલ્યા ગયા. વનમાં જતા પતિને પત્નીએ પુત્રપ્રાપ્તિ માટે પૂછતાં તેમણે ‘અસ્તિ’ (તે છે) એમ કહ્યું હતું તેથી તેનું નામ આસ્તીક પાડ્યું. મામા વાસુકિને…
વધુ વાંચો >આળવાર સંતો
આળવાર સંતો : વૈષ્ણવ ભક્તિમાર્ગની સમૃદ્ધ પૃષ્ઠભૂમિકા ઉપર સ્થપાયેલો તમિળ પ્રદેશમાં આ નામે ઓળખાતા ભક્તોનો મોટો સમૂહ. ‘આળવાર’ એટલે પરમાત્માની ભક્તિમાં નિમગ્ન સંત ભક્ત-મહાત્મા. આળવારનો બીજો અર્થ ભગવાનની ભક્તિમાં નિમગ્ન રહીને ભગવાનનો અનુભવ કરવાને કારણે ભગવાન ઉપર શાસન કરનાર એવો પણ છે. પ્રારંભમાં ‘આળવાર’ શબ્દ વૈષ્ણવ, શૈવ, જૈન સંતો અને…
વધુ વાંચો >આંડાળ
આંડાળ : જુઓ આળવાર સંતો.
વધુ વાંચો >ઇનોસન્ટ ત્રીજો
ઇનોસન્ટ ત્રીજો (જ. 1160-61, ગેવિગ્નાનો; અ. 16 જુલાઈ 1216 પેરુગિયા) : રાજકારણમાં નાટકીય તથા ધ્યાનાકર્ષક હસ્તક્ષેપ માટે વિખ્યાત બનેલા રોમન કૅથલિક પોપ. મૂળ ઇટાલિયન નામ લોટૅરિયો દી સેગ્મી (Lotario Di Segmi). તેમના પિતા ઉમરાવ હતા અને માતા અનેક ઉમરાવો સાથે સગપણ ધરાવતાં હતાં. ધર્મશાસ્ત્રનો અભ્યાસ પૅરિસમાં અને રોમન કાયદાનો અભ્યાસ…
વધુ વાંચો >ઇન્ક્વિઝિશન
ઇન્ક્વિઝિશન : ઈસવી સનની 13મી સદીમાં પાખંડી તથા ખ્રિસ્તી ધર્મવિરોધીઓને સજા કરવા સ્થપાયેલી ધાર્મિક અદાલત. મધ્યયુગમાં રોમન ચર્ચ સત્તાધીશ બન્યું હતું. પાખંડીઓ કે નાસ્તિકોને સમાજના દુશ્મનો માનવામાં આવતા હતા. તેથી ઈ. સ. 1231માં પોપ ગ્રેગરી નવમાએ ધર્મવિરોધીઓ પર કામ ચલાવવા (પોપની) ધાર્મિક અદાલત સ્થાપી. તે અગાઉ 12મી અને 13મી સદીમાં…
વધુ વાંચો >ઇન્દિરાબેટીજી (જીજી)
ઇન્દિરાબેટીજી (જીજી) (જ. 3 સપ્ટેમ્બર 1939, સૂરત; અ. 1 ઑક્ટોબર 2016, વડોદરા) : પુષ્ટિમાર્ગીય પ્રસિદ્ધ કથાકાર અને સંનિષ્ઠ સમાજસેવિકા. પુષ્ટિસંપ્રદાયના સંસ્થાપક શ્રી વલ્લભાચાર્યની સોળમી પેઢીનું તેઓ સંતાન છે. તેમના વડવાઓ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા છે. સૂરતના સુપ્રસિદ્ધ લાલજી મહારાજ (વ્રજરત્નલાલજી) તેમના દાદાજી થાય. તેમના પિતા મધુસૂદનલાલજી પુષ્ટિસંપ્રદાયના વિદ્વાન હતા. માતા…
વધુ વાંચો >ઇન્દ્ર (વૈદિક દેવતા)
ઇન્દ્ર (વૈદિક દેવતા) : ઋગ્વેદનાં સૌથી વધારે સૂક્તોમાં પ્રશસ્ત અંતરીક્ષસ્થાનીય મુખ્ય દેવતા. સમસ્ત સંસારના સાર્વભૌમ સમ્રાટ એવા ઇન્દ્ર એટલે પ્રચંડ શારીરિક શક્તિ અને વિશ્વ-આધિપત્યનું વૈદિક પ્રતીક. મેઘ-જળ, પ્રકાશ-કિરણો કે વસંત-ઉષ્મા જેવાં અભીષ્ટ તત્વોને પોતાની માયાશક્તિથી નિરુદ્ધ કરનાર વૃત્રને ત્વષ્ટા-નિર્મિત વજ્ર વડે હણીને ઇન્દ્રે એ જીવનોપયોગી તત્વો સર્વસુલભ બનાવ્યાં એ એમના…
વધુ વાંચો >