Radio and television
યંગ, જિમી
યંગ, જિમી (જ. 1923) : બ્રિટિશ ગાયક કલાકાર અને પ્રસારણકર્તા (broadcaster). યંગ જિમી વ્યવસાયી નામ છે. મૂળ નામ છે લેસ્લી રૉનાલ્ડ. તેમણે સિંડરફર્ડ, ગ્લૉસ્ટરશાયર ખાતે શિક્ષણ લીધું. 1939–1946 દરમિયાન તેમણે રૉયલ એરફૉર્સમાં કામગીરી બજાવી. 1950ના દાયકામાં તેમની ઘણી રેકર્ડ અત્યંત સફળ અને લોકપ્રિય પુરવાર થઈ. 1955માં ‘અનચેન્ડ મેલડી’ તથા ‘ધ…
વધુ વાંચો >યોન્જન, જસ, ‘પ્યાસી’
યોન્જન, જસ, ‘પ્યાસી’ (જ. 14 ડિસેમ્બર 1949, સિરિસય ચૉંગટૉગ ટી એસ્ટેટ, જિ. દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી લેખક. નૉર્થ બૅંગૉલ યુનિવર્સિટીમાંથી નેપાળીમાં એમ.એ. થયા (1980). કુરસેઆગ કૉલેજના નેપાળી વિભાગના સિનિયર લેક્ચરર. તેમણે અનુવાદક ઉપરાંત દૂરદર્શન, કુરસેઆગ (1976) અને દૂરદર્શન, ગંગટોક(1983)ના સંદેશાવાચક તરીકે કારકિર્દી શરૂ કરી. સાહિત્યિક માસિક ‘દિયાલો’ના સંપાદક. 1993–97…
વધુ વાંચો >રાવ, રજનીકાંત બલંતરપુ
રાવ, રજનીકાંત બલંતરપુ (જ. 1920) : તેલુગુ ભાષાના લેખક. કવિ પિતાના આ પુત્રે એક સફળ કવિ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેઓ નામાંકિત સંગીતશાસ્ત્રી (musicologist) તથા સંગીતનિયોજક હતા. ‘શતપત્ર સુંદરી’ નામનો તેમનો ગીત-સંગ્રહ તથા ‘વિશ્વ-વીણા’ નામનો ઑપેરા-સંગ્રહ તેલુગુ સાહિત્યમાં અનન્ય સ્થાન ધરાવે છે. ‘આંધ્ર વાગ્ગેયકાર ચિત્રમુ’ (‘હિસ્ટરી ઑવ્ આંધ્ર મ્યૂઝિકૉલૉજિસ્ટ્સ’)…
વધુ વાંચો >રેડિયો-નાટક
રેડિયો-નાટક : સમૂહપ્રત્યાયન(સંચાર)નાં સાધનો પૈકીનું એક સાધન. મુદ્રણ (કહેતાં છાપું, સામયિક, પુસ્તક), ફિલ્મ, ટેલિવિઝન અને ઇન્ટરનેટ જેવું એ એક સમૂહમાધ્યમ છે. એટલે કે પ્રત્યાયક (communicator) પાસેથી એકસાથે એક સમયે અનેક સ્થળોએ વિવિધ પ્રકારના શ્રોતાઓ–ભાવકો સુધી પહોંચતું એ માધ્યમ છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મુદ્રણ અને ફિલ્મ પછી રેડિયોના માધ્યમનો પ્રારંભ…
વધુ વાંચો >લિમયે, વૃન્દા (શ્રીમતી)
લિમયે, વૃન્દા (શ્રીમતી) (જ. 14 ફેબ્રુઆરી 1930, મુંબઈ, મહારાષ્ટ્ર) : મરાઠી કવયિત્રી. તેમણે મરાઠીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાળોખ કમલ’ (કાવ્યસંગ્રહ, 1981); ‘જંતરમંતર’ (1966); ‘લૉલિપૉપ’ (1971); ‘કમાલ આણિ ધમાલ’ (1977); ‘ટિવળ્યા બાવળ્યા’ (1992); ‘ચિન્કુ ટિન્કુ’ (1994); ‘અટક મટક’ (1994); ‘જંગલ જાત્રા’ (1994); ‘બેટાવાચ્ચે બહાદુર’ (1994); ‘તીન કલન્દર બાડે બિલન્દર’…
વધુ વાંચો >લીમા રોઝ, વી. શ્રીમતી પૂર્ણી
લીમા રોઝ, વી. શ્રીમતી પૂર્ણી (જ. 7 મે 1947, તાંજાવુર, તમિલનાડુ) : તમિળ નવલકથાકાર, રેડિયો-પ્રોગ્રામર, નિર્માત્રી અને લેખિકા. તેઓ તમિલનાડુ કૅથલિક પ્રેસ ઍસોસિયેશનનાં (1976થી) અને ઇન્ડિયન કૅથલિક પ્રેસ ઍસોસિયેશનનાં (1978થી) સભ્ય રહ્યાં છે. તેમણે 4 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘અગ્નિ અંબુગલ’ (1992); ‘વિદિયાલુક્કુ વેગુ તૂરામિલ્લઈ’ (1998) તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે;…
વધુ વાંચો >વિવિધભારતી
વિવિધભારતી : આકાશવાણીની લોકપ્રિય વિશેષ પ્રસારણ-સેવા. સ્વતંત્રતા પછી દેશના લગભગ સમગ્ર વિસ્તારને રેડિયો-પ્રસારણ-સેવાનો લાભ મળતો થયો. તેમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પ્રસારણો તેમજ વિશેષ તથા સામાન્ય જનસમુદાયો માટેનાં પ્રસારણો વચ્ચે સંતુલનની સમસ્યા ઊભી થઈ. આના એક ઉકેલ રૂપે 1957ની ગાંધીજયંતીથી ‘વિવિધભારતી’ નામે વિશેષ પ્રસારણ-સેવાનો આરંભ કરાયો. આરંભ થોડા સમય માટે પ્રાયોગિક…
વધુ વાંચો >સાવંત વસંત લાડોબા
સાવંત, વસંત લાડોબા (જ. 11 એપ્રિલ 1935, સંગુલવાડી, જિ. સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. તેમણે એમ.એ., પીએચ.ડી. અને સાહિત્યવિશારદની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ એસ. પી. કે. મહાવિદ્યાલય, સાવંતવાડીમાં મરાઠી વિભાગના રીડર તથા વડા રહ્યા. તેઓ મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ, પુણેના કારોબારી મંડળના સભ્ય; 1983-85 સુધી આકાશવાણી, રત્નાગિરિની સલાહકાર સમિતિના સભ્ય…
વધુ વાંચો >