Political science
રાજનારાયણ
રાજનારાયણ (જ. 1917, મોતીકોટ, ઉત્તરપ્રદેશ; અ. 30 ડિસેમ્બર, 1986, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની અને રાજકારણી. પિતા અનંત પ્રસાદ સિંઘ. કૉલેજ-શિક્ષણ લઈ સ્નાતક અને કાયદાના સ્નાતક બન્યા. શિક્ષણ દરમિયાન સમાજવાદી વિચારોથી આકર્ષાયા અને સમાજવાદી પક્ષના સભ્ય બન્યા. ત્યારબાદ રાજકીય જીવનના વિવિધ તબક્કે જનતા પક્ષ અને ભારતીય લોકદળમાં પણ જોડાયા. 1966થી ’72ના ગાળામાં…
વધુ વાંચો >રાજાશાહી
રાજાશાહી : રાજ્યશાસનનો એક પ્રાચીન પ્રકાર. તેમાં રાજા ગણાતી એક જ વ્યક્તિના હાથમાં રાજ્યની સાર્વભૌમ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે. તે મહદ્અંશે વંશપરંપરાગત અને આજીવન હોય છે. સત્તા પર હોય તે રાજા કે રાણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર નાગરિક ગુનેગાર ગણાય છે અને તેથી તે સજાને પાત્ર બને છે. રાજા કે…
વધુ વાંચો >રાજેન્દ્રપ્રસાદ (ડૉ.)
રાજેન્દ્રપ્રસાદ (ડૉ.) (જ. 3 ડિસેમ્બર 1884, ઝેરાદેઈ, જિલ્લો સારણ, બિહાર; અ. 28 ફેબ્રુઆરી 1963, પટણા) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, મહાત્મા ગાંધીના નિકટના સાથી અને પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ. પિતા મહાદેવ સહાય સંસ્કૃત અને ફારસી ભાષાના વિદ્વાન હતા. માતા કમલેશ્વરી દેવી અત્યંત ધર્મિષ્ઠ હતાં. તેમના પૂર્વજો હથુઆ રાજ્યમાં પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર હતા…
વધુ વાંચો >રાજ્ય
રાજ્ય : સમાજની એકમાત્ર સંસ્થા, જે સાર્વભૌમ સત્તા વાપરવાનો કાયદેસરનો ઇજારો ધરાવે છે. માનવજીવન અને સમાજ સાથે વિવિધ સંસ્થાઓ સંકળાયેલી છે. તેમાંની એક સૌથી મહત્ત્વની સંસ્થા રાજ્ય છે. સમગ્ર દુનિયા આવાં વિવિધ રાજ્યોની બનેલી છે. પ્રત્યેક મનુષ્ય કોઈ ને કોઈ રાજ્ય હેઠળ જીવતો હોય છે. આ અર્થમાં રાજ્ય માનવજીવનની પાયાની…
વધુ વાંચો >રાજ્ય નાણા-નિગમો
રાજ્ય નાણા-નિગમો : નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોને લાંબા ગાળા માટે મૂડી પૂરી પાડતી રાજ્યો દ્વારા સ્થાપિત વિત્તીય સંસ્થાઓ. ભારત સરકારે 1951માં સ્ટેટ ફાઇનાન્શિયલ કૉર્પોરેશન ઍક્ટ પસાર કર્યો અને તેના પરિણામે બધાં રાજ્યોમાં રાજ્ય નાણાકીય નિગમો સ્થપાવાની શરૂઆત થઈ હતી. રાજ્યોમાં બૅંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ પછાત વિસ્તારોમાં અને…
વધુ વાંચો >રાજ્યપાલ
રાજ્યપાલ : ભારતનાં ઘટક રાજ્યોના વડા. રાજ્યપાલ ભારતનાં ઘટક રાજ્યોના અને રાજ્યની કારોબારીના ઔપચારિક વડા છે. કેન્દ્રશાસિત વિસ્તારોના વડા લેફ્ટનન્ટ ગવર્નર હોય છે. આ ઉપરાંત કેટલાક નાના કેન્દ્રશાસિત વિસ્તારોના વડા વહીવટદાર (administrator) તરીકે ઓળખાય છે. દિલ્હી, આંદામાન-નિકોબાર ટાપુઓ અને પુદુચેરીના વડાઓ લેફ્ટનન્ટ ગવર્નર અને અન્ય કેન્દ્રશાસિત વિસ્તારો લક્ષદ્વીપ, દાદરા નગરહવેલી…
વધુ વાંચો >રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ લિમિટેડ (GSRST) :
રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ લિમિટેડ (GSRST) : મુંબઈ રાજ્યના વિભાજન સાથે જ 1 મે, 1960ના રોજ ગુજરાતના પરિવહન માટે સ્થપાયેલું નિગમ. ગુજરાત રાજ્યના શક્ય તેટલા વધુ વિસ્તારોને આવરી લઈ જનતાને કિફાયત દરે માર્ગ પરિવહનસેવા પૂરી પાડવાની તેની નેમ રહી છે. તે માટે નિગમનો 9,000થી વધુ બસોનો કાફલો 16,250થી વધુ માર્ગો…
વધુ વાંચો >રાજ્યવહીવટ
રાજ્યવહીવટ સરકારના કાયદાઓનો સંપૂર્ણ અને પદ્ધતિસરનો અમલ કરતું તંત્ર. રાજ્યવહીવટના સિદ્ધાંતો : રાજ્યવહીવટના સિદ્ધાંતોનો અભ્યાસ મુખ્ય બે પ્રવાહમાં વહેંચાયેલો છે. ઈ. સ. 1910થી 1940 સુધીનો ગાળો પ્રશિષ્ટ રાજ્યવહીવટનો છે. 1940 પછીનો સમય અર્વાચીન રાજ્યવહીવટનો છે. પ્રશિષ્ટ રાજ્યવહીવટના ત્રણ દસકામાં વહીવટના ખ્યાલો ઘડાયા, વિકસ્યા તથા વ્યાપક સ્વીકૃતિ પામ્યા. અમેરિકાના યુદ્ધમંત્રી (1899-1904)…
વધુ વાંચો >રાજ્યશાસ્ત્ર
રાજ્યશાસ્ત્ર રાજ્ય, તેની સંસ્થાઓ, સત્તામાળખું, સત્તાનું કેન્દ્ર અને રાજકીય જીવનનો પદ્ધતિસરનો અભ્યાસ. માનવના સામાજિક જીવનના ભાગ રૂપે રાજકીય જીવનનો આરંભ થાય છે. કુટુંબ જેવા પ્રાથમિક સંગઠનમાંથી કાળક્રમે ગામ, નગર અને રાજ્ય વિકસ્યાં. મૂળે ગ્રીક ભાષામાં નગર માટે પ્રયોજાતા ‘પૉલિસ’ (Polis) શબ્દ પરથી ‘પોલિટિક્સ’ શબ્દ આવ્યો. આથી વ્યુત્પત્તિના સંદર્ભે રાજ્યશાસ્ત્ર નગરને…
વધુ વાંચો >રાજ્યસભા
રાજ્યસભા : ભારતીય સંસદનું ઉપલું ગૃહ, જે સમવાયતંત્રનાં ઘટક રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતની સંસદ રાષ્ટ્રપ્રમુખ સહિત લોકસભા અને રાજ્યસભાનાં બે ગૃહોથી રચાયેલી છે. લોકસભા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓથી રચાય છે અને રાજ્યસભા વિશેષે ભારતીય સમવાયતંત્રનાં ઘટક રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. ઘટક રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો રાજ્યસભાના પ્રતિનિધિઓ…
વધુ વાંચો >