Political science
મુખરજી પ્રણવ
મુખરજી પ્રણવ (જ. 11 ડિસેમ્બર 1935, મિરાતી, બીરભૂમ જિલ્લો, પશ્ચિમ બંગાળ; અ. 31 ઑગસ્ટ 2020, ન્યૂ દિલ્હી) : ભારતના 13મા રાષ્ટ્રપ્રમુખ (25 જુલાઈ 2012થી), પ્રથમ પંક્તિના રાજકારણી. તેમનું બાળપણ મિરાતીમાં પસાર થયું હતું. ત્યાં કિરનાહર શાળામાં માથે દફતર લઈ નદી પાર કરી શાળામાં પહોંચતા. આ સામાન્ય માનવે ભારતના રાષ્ટ્રપ્રમુખ સુધીની…
વધુ વાંચો >મુખરજી, ભૂદેવ
મુખરજી, ભૂદેવ (જ. 22 ફેબ્રુઆરી, 1827 કૉલકાતા ; અ. 15 મે 1894 કૉલકાતા) : જાણીતા બંગાળી રાજકારણી અને લેખક. હિંદુ કૉલેજમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું. માઇકલ મધુસૂદન દત્ત તેમના સહાધ્યાયી હતા. વિવિધ શાળાઓમાં તેમણે શિક્ષણકાર્ય કર્યું અને ત્યારબાદ શાળાઓના વધારાના ઇન્સ્પેક્ટર (additional inspector) બન્યા. શૈક્ષણિક સુધારાઓ માટેના હંટર પંચના તેઓ…
વધુ વાંચો >મુખરજી, શારદા
મુખરજી, શારદા (જ. 24 ફેબ્રુઆરી 1919, મુંબઈ;) : સામાજિક કાર્યકર, લોકસભાનાં પૂર્વ સદસ્ય તથા ગુજરાતનાં પૂર્વ રાજ્યપાલ. પિતા પ્રતાપ સીતારામ પંડિત, માતાનું નામ સરસ્વતી. તેમનો પરિવાર વર્ષો સુધી સૌરાષ્ટ્રના રાજકોટ નગરમાં વસવાટ કરતો હતો. શરૂઆતનું શિક્ષણ રાજકોટમાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી…
વધુ વાંચો >મુખરજી, શ્યામાપ્રસાદ
મુખરજી, શ્યામાપ્રસાદ (જ. 7 જુલાઈ 1901, કૉલકાતા; અ. 23 જૂન 1953, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર) : ભારતના અગ્રણી હિંદુત્વવાદી રાજકીય નેતા અને આઝાદી પછીના પ્રથમ મંત્રીમંડળના સભ્ય. પિતા આશુતોષની ઉચ્ચ શૈક્ષણિક અને રાજકીય કારકિર્દી તથા માતા યોગમાયાની ધર્મમાં ઊંડી શ્રદ્ધાએ શ્યામાપ્રસાદના વ્યક્તિત્વ- ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1917માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની…
વધુ વાંચો >મુખરજી, હિરેન
મુખરજી, હિરેન (જ. 23 નવેમ્બર 1907; અ. 30 જુલાઈ 2004, કૉલકાતા) : ભારતના અગ્રણી સામ્યવાદી નેતા તથા વિખ્યાત સાંસદ. કૉલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયા પછી ઇંગ્લૅન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી. લિટ. અને ત્યારબાદ બાર-એટ-લૉ થયા. ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન સામ્યવાદી વિચારસરણી પ્રત્યે આકર્ષાયા, જેમાં ઇંગ્લૅન્ડની સામ્યવાદી પાર્ટીના પ્રમુખ નેતા રજની…
વધુ વાંચો >મુખ્ય મંત્રી
મુખ્ય મંત્રી : ભારતમાં ઘટક રાજ્યની સરકારના ચૂંટાયેલા રાજકીય વડા. સ્વતંત્ર ભારતના રાજ્યબંધારણે ભારતને ‘રાજ્યોના સંઘ’ તરીકે ઓળખાવેલ છે. 1956ના સાતમા બંધારણીય સુધારાથી ભારતના રાજ્યવિસ્તારોની બે શ્રેણી બતાવાઈ છે : (અ) રાજ્ય અને (બ) સંઘ રાજ્યક્ષેત્ર. હાલમાં ભારતમાં 29 રાજ્યો, 6 કેન્દ્રશાસિત પ્રદેશો અને એક દિલ્હી – રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ,…
વધુ વાંચો >મુત્સદ્દીગીરી
મુત્સદ્દીગીરી : સ્વતંત્ર રાજ્યની ઓળખનું તથા અન્ય રાજ્યો સાથેના સંબંધોનું સંચાલન કરવા માટેનું રાષ્ટ્રીય નીતિનું મહત્વનું સાધન. ઑક્સફર્ડ કોશ મંત્રણાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સંબંધોનું સંચાલન કરતી એક પદ્ધતિ તરીકે તેનો પરિચય કરાવે છે. પ્રાચીન સમયમાં ગડીબંધ દસ્તાવેજ માટે ‘diplous’ શબ્દ ઉપયોગમાં લેવાતો, જેના પરથી ‘diplomacy’ શબ્દ પ્રચલિત બન્યો. પ્રારંભે તે માત્ર…
વધુ વાંચો >મુનશી, કનૈયાલાલ માણેકલાલ
મુનશી, કનૈયાલાલ માણેકલાલ (જ. 30 ડિસેમ્બર 1887, ભરૂચ; અ. 8 ફેબ્રુઆરી 1971, મુંબઈ) : યુગસર્જક ગુજરાતી સાહિત્યકાર. ઉપનામ ‘ઘનશ્યામ વ્યાસ’. પરંપરાપ્રાપ્ત કુલાભિમાન અને ભક્તિસંસ્કાર; સ્વાભિમાની, પુરુષાર્થી, રસિક પ્રકૃતિના પિતા તથા પ્રભાવશાળી, વ્યવહારકુશળ, વહીવટમાં કાબેલ અને પદ્યકર્તા માતા તાપીબાનો વારસો; પૌરાણિક કથાપ્રસંગો અને તે સમયે ભજવાતાં નાટકોનું, નારાયણ હેમચંદ્ર અને જેહાંગીર…
વધુ વાંચો >મુબારક હોસ્ની
મુબારક હોસ્ની (જ. 4 મે 1928, ક્રાફ-અલ-મેસેલ્લાહ કેરોની ઉત્તરે 130 કિમી. પર આવેલું ગામ.) : ઇજિપ્તના પ્રમુખ 1981માં બન્યા તે પૂર્વે અનવર સાદત સરકારમાં ઉપપ્રમુખ અને હવાઈ દળના વડા હતા. તેમણે 30 વર્ષ સુધી ઇજિપ્તના ચોથા પ્રમુખ તરીકેનો કાર્યકાળ ભોગવ્યો. 14 ઑક્ટોબર, 1981થી 11 ફેબ્રુઆરી, 2011 સુધી તેઓ ઇજિપ્તના પ્રમુખ…
વધુ વાંચો >મુર્મૂ, દ્રોપદી
મુર્મૂ, દ્રોપદી (જ. 20 જૂન 1958, મયૂરભંજ, ઓડિશા) : આઝાદી પછી જન્મેલ સૌથી નાની વયના આદિવાસી સમુદાયના પ્રથમ અને ભારતના 15મા રાષ્ટ્રપતિ. દ્રૌપદી મુર્મૂનો જન્મ સંથાલી આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ બિરંચી નારાયણ ટુડુ. પિતા અને દાદા ગ્રામપરિષદ(ગ્રામપંચાયત)ના પરંપરાગત વડા(નિયુક્ત સરપંચ) હતા. તેમના પરિવારે તેમનું નામ પુતિ ટુડુ રાખ્યું…
વધુ વાંચો >