Political science

બાંદા, હૅસ્ટિંગ્ઝ (કામુઝુ)

બાંદા, હૅસ્ટિંગ્ઝ (કામુઝુ) (જ. 1906, કાસુંગું, માલાવી; અ. 1997) : માલાવીના રાજકારણી નેતા, વડાપ્રધાન (1963–66), અને પ્રથમ રાષ્ટ્રપતિ. તેમણે અમેરિકા તથા બ્રિટનમાં ઔષધવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. કેન્દ્રીય આફ્રિકન સમવાયતંત્રનો વિરોધ કરવા બદલ તેમને 1958માં લંડન ખાતેની તેમની સફળ કારકિર્દી છોડી દેવી પડી. 1958માં તેઓ ઘાના થઈને ન્યાસાલૅન્ડ આવ્યા. પછી તેઓ…

વધુ વાંચો >

બિકો, સ્ટિફન (બાન્ટુ)

બિકો, સ્ટિફન (બાન્ટુ) (જ. 1946, કિંગ વિલિયમ્સ ટાઉન, કૅપ પ્રૉવિન્સ, દક્ષિણ આફ્રિકા; અ. 1977) : દક્ષિણ આફ્રિકાના જાણીતા આંદોલનકાર. તેઓ સ્ટિવ બિકો તરીકે લોકલાડીલા બન્યા. તેઓ અશ્વેત જાગૃતિ આંદોલનના સ્થાપક અને નેતા હતા. નાતાલ યુનિવર્સિટી ખાતે ઔષધવિજ્ઞાનનો અભ્યાસ કરતા હતા ત્યારે જ તે રાજકારણમાં પડ્યા હતા. 1969માં રચાયેલા અશ્વેતો માટેના…

વધુ વાંચો >

બિનજોડાણવાદ – બિનજોડાણવાદી આંદોલન

બિનજોડાણવાદ – બિનજોડાણવાદી આંદોલન (‘નામ’ – ‘NAM’ – Non Aligned Movement) : બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં વિશ્વની મહાસત્તાઓનાં બે જૂથો વચ્ચે ચાલેલા શીતયુદ્ધમાં કોઈ પણ એક જૂથની પડખે ન રહેતાં પોતાની સ્વતંત્ર વિદેશનીતિ જાળવી રાખવાની ત્રીજા વિશ્વના દેશોની વ્યૂહરચના. વિશ્વયુદ્ધો પછી શરૂ થયેલા અણુયુગમાં માનવજાતના અસ્તિત્વને જાળવી રાખવા માટે…

વધુ વાંચો >

બિનસાંપ્રદાયિકતા

બિનસાંપ્રદાયિકતા : જુઓ ધર્મનિરપેક્ષતા

વધુ વાંચો >

બિયાંતસિંગ

બિયાંતસિંગ (જ. 22 ફેબ્રુઆરી 1922, કોટલી, જિ. લુધિયાના; અ. 30 સપ્ટેમ્બર 1995, ચંદીગઢ) : પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ખાલિસ્તાનવાદી આતંકવાદનો ભોગ બનેલા રાજ્યના અગ્રણી રાષ્ટ્રવાદી નેતા. પિતા ભારતીય લશ્કરમાં અધિકારી હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અવિભાજિત પંજાબના લુધિયાના જિલ્લાની શિક્ષણસંસ્થાઓમાં લીધા બાદ લાહોરની સરકારી કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને…

વધુ વાંચો >

બીવરબ્રુક, મૅક્સવેલ ઍૅટકન, બૅરન

બીવરબ્રુક, મૅક્સવેલ ઍૅટકન, બૅરન (જ. 1879, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1964) : કૅનેડાના અગ્રણી રાજકારણી અને અખબાર જૂથના સાહસિક ઉદ્યોગપતિ. 1910માં તેઓ બ્રિટન જઈને વસ્યા. ત્યાં તેઓ બ્રિટનની પાર્લમેન્ટના સભ્ય બન્યા (1911થી 1916) અને બૉનાર લૉના પ્રેસ સેક્રેટરી બન્યા. 1918માં લૉઇડ જ્યૉર્જ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમને માહિતી ખાતાના પ્રધાન બનાવાયા.…

વધુ વાંચો >

બુખારિન, નિકોલાઈ ઇવાનૉવિચ

બુખારિન, નિકોલાઈ ઇવાનૉવિચ (જ. 9 ઑક્ટોબર 1888, મૉસ્કો; અ. 14 માર્ચ 1938, મૉસ્કો) : સોવિયત સંઘના બૉલ્શેવિક પક્ષના નેતા, અર્થશાસ્ત્રી અને કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલના એક અગ્રણી. તેમણે સમગ્ર અભ્યાસ તેમના વતન મૉસ્કો નગરમાં કર્યો. કૉલેજકાળમાં અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસ દરમિયાન તેઓ માર્કસના વિચારોથી પ્રભાવિત થયા અને તેને અનુસરવાનો ર્દઢ નિર્ધાર કર્યો. 1906માં…

વધુ વાંચો >

બુટા સિંઘ

બુટા સિંઘ (જ. 21 માર્ચ, 1934, મુસ્તફાપુર, જલંધર, પંજાબ; અ. 2 જાન્યુઆરી, 2021, નવી દિલ્હી) :  ‘દલિતોના મસીહા’ તરીકે પ્રસિદ્ધ. બુટા સિંઘે પાંચ દાયકાથી વધારે લાંબી રાજકીય કારકિર્દીમાં ભારત સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી, કૃષિમંત્રી, રેલવેમંત્રી અને રમતગમતમંત્રી તરીકે કામગીરી કરી હતી. આઠ વાર સાંસદ બન્યાં પછી 2006માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા…

વધુ વાંચો >

બુમેદિયન, કર્નલ હાવરી

બુમેદિયન, કર્નલ હાવરી (જ. 23 ઑગસ્ટ 1927, ગુલેમા નજીક, અલ્જિરિયા; અ. 27 ડિસેમ્બર 1978, અલ્જિયર્સ) : અલ્જિરિયાના અગ્રણી રાજપુરુષ, લશ્કરી સેનાપતિ તથા દેશના પ્રમુખ. મૂળ નામ : મહંમદ બિન બુખારબા. ઇજિપ્તની અલ-અઝહર યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો અને શિક્ષક બન્યા. 1950માં તેઓ દેશની સેવા માટે જાહેર જીવનમાં જોડાયા. 1954માં સ્વતંત્રતા માટે…

વધુ વાંચો >

બુર્જિબા, હબીબ

બુર્જિબા, હબીબ (જ. 3 ઑગસ્ટ 1903, અલ મુનાસ્તીર, ટ્યુનિશિયા) : ટ્યુનિશિયાના સ્વાતંત્ર્યસંગ્રામના સેનાની, રાજનીતિજ્ઞ, પ્રથમ અને આજીવન પ્રમુખ, આરબજગતમાં મધ્યમમાર્ગ અને ક્રમવાદ(gradualism)ના આગ્રહી નેતા (મૂળ નામ : ઇબ્ન અલી) તેમના પિતા અલી બુર્જિબા ટ્યુનિશિયાના લશ્કરમાં અગ્રણી અધિકારી હતા. તેમણે શરૂઆતનું શિક્ષણ ટ્યુનિસમાં લીધું. અરબી ભાષા તથા ઇસ્લામનો અભ્યાસ કર્યો. ટ્યુનિશિયા…

વધુ વાંચો >