Political science

આક્રમણ – આંતરરાષ્ટ્રીય સંદર્ભ

આક્રમણ – આંતરરાષ્ટ્રીય સંદર્ભ : એક સ્વતંત્ર રાજ્ય દ્વારા બીજા સ્વતંત્ર રાજ્ય પર થતો સશસ્ત્ર હુમલો તે મહદઅંશે રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. જોકે મહાસત્તાઓ તેમની વિશાળ તાકાતનો ઉપયોગ દુનિયાના કોઈ પણ ભાગમાં કરતી જણાઈ છે. આ પ્રકારનાં કૃત્ય કે નીતિમાં મુખ્યત્વે ત્રણ તત્વો જોવામાં આવે છે…

વધુ વાંચો >

આઝાદ, અબુલ કલામ (મૌલાના)

આઝાદ, અબુલ કલામ (મૌલાના) (જ. 11 નવેમ્બર 1888, મક્કા, સાઉદી અરેબિયા; અ. 22 ફેબ્રુઆરી 1958, દિલ્હી) : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ વેળાના સર્વોચ્ચ રાષ્ટ્રવાદી મુસ્લિમ, કૉંગ્રેસનેતા તથા પ્રમુખ; પ્રખર વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પહેલા શિક્ષણપ્રધાન. મૌલાના ખૈરુદ્દીન અને આરબ માતા અલિયાના બીજા દીકરા મોહિયુદ્દીન એહમદે પોતાને માટે ‘અબુલ કલામ આઝાદ’નું બિરુદ રાખ્યું…

વધુ વાંચો >

આઝાદ, ગુલામનબી

આઝાદ, ગુલામનબી  (જ. 7 માર્ચ, 1949, સોતી, ગંદોહ તાલુકો (ભાલેસ્સા), ડોડા જિલ્લો, જમ્મુ અને કાશ્મીર) : વર્ષ 2014થી 2021 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા, વર્ષ 2005થી 2008 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી રહેનાર આઝાદ પાંચ દાયકાથી વધારે સમયગાળા સુધી કૉંગ્રેસના પહેલી હરોળના નેતા હતા. ઑગસ્ટ, 2022માં આઝાદે કૉંગ્રેસમાંથી રાહુલ ગાંધી દ્વારા…

વધુ વાંચો >

આઝીકીવે, નામદી

આઝીકીવે, નામદી  (જ. 16, નવેમ્બર 1904, ઝુંગેરૂ, નાઇજિરિયા; અ. 11 મે 1996, નાઇજિરિયા) : નાઇજિરિયાના રાષ્ટ્રપ્રમુખ (1963  1966), નાઇજિરિયાના રાષ્ટ્રીય નૅશનાલિસ્ટ પક્ષના સ્થાપક તથા દક્ષિણ નાઇજિરિયાના રાષ્ટ્રવાદના મુખ્ય પ્રવર્તક. 1925થી 1936 સુધી યુ.એસ.માં લિંકન યુનિવર્સિટી(પેન્સિલવૅનિયા)માં રાજ્યશાસ્ત્ર, કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વ તથા પેન્સિલવૅનિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનો અભ્યાસ કરી, 1937માં ઘાના આવી, આકરાથી ‘રેનેસન્ટ…

વધુ વાંચો >

આતંકવાદ

આતંકવાદ : મુખ્યત્વે રાજકીય અથવા ધાર્મિક હેતુ સિદ્ધ કરવા વ્યક્તિઓ, સમગ્ર પ્રજા અને સરકારો સામે અકલ્પ્ય હિંસાની જિકર. તેનો ઉપયોગ ડાબેરી કે જમણેરી બંને વિચારસરણીવાળાં રાજકીય સંગઠનો, રાષ્ટ્રવાદી અને વંશગત જૂથો, ક્રાંતિકારીઓ, લશ્કર અને સરકારની ખાનગી પોલીસ દ્વારા પણ થતો રહ્યો છે. આતંક વ્યક્તિઓ કે તેમનાં જૂથમાં ભય કે ચિંતાની…

વધુ વાંચો >

આત્મનિર્ણયનો અધિકાર

આત્મનિર્ણયનો અધિકાર : પ્રત્યેક રાષ્ટ્રને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો નિર્ધારિત કરવા અંગે મળતો નિર્ણાયક અધિકાર. દરેક રાષ્ટ્રને પોતાના રાજકીય ભાગ્યનો નિર્ણય કરવાનો આ અધિકાર છે. જે રાજ્યમાં એક કરતાં વધારે રાષ્ટ્રીયતા હોય તે દરેક રાષ્ટ્રીયતાને પોતાનું અલાયદા રાજ્ય સ્થાપવાનો અધિકાર મળે છે. પ્રથમ વિશ્ર્વયુદ્ધ (1914-18) દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ વિલ્સને આત્મનિર્ણયના અધિકારની…

વધુ વાંચો >

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર (જ. 8 ફેબ્રુઆરી 1796, પૅરિસ; અ. 1 સપ્ટેમ્બર 1864, પૅરિસ) : માર્કસ પૂર્વેના ‘યુરોપિયન’ ગણાતા સમાજવાદી ચિંતકોની પ્રણાલીનો તથા સમાજ, રાજકારણ અને અર્થકારણ વિશે વિચારનાર ફ્રેંચ તરંગી ચિંતક. તેમણે ઇકોલ પૉલિટૅકનિકમાં અભ્યાસ કર્યા બાદ વ્યાપક પ્રવાસો ખેડ્યા. મૂળે ઇજનેર એવા આ ચિંતકે સુએઝ તથા પનામા નહેરની યોજનાઓની…

વધુ વાંચો >

આપખુદશાહી

આપખુદશાહી (authoritarianism) : એકહથ્થુ સત્તાવાદ. એવી પદ્ધતિની સરકાર કે જ્યાં એક નેતા કે નાના જૂથના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું હોય અને જે બંધારણીય રીતે પ્રજાને જવાબદાર ન હોય. બંધારણીય લોકશાહીથી તે તદ્દન વિરોધી છે. લશ્કરી વિજય કે લોકોની એષણાઓ સંતોષવાના નામે કામચલાઉ સરમુખત્યારશાહી(dictatorship)ના સ્વરૂપમાં કે કટોકટી(emergency)ની સ્થિતિ દ્વારા કાયદાવિહીન શાસનને…

વધુ વાંચો >

આફ્રિકા

આફ્રિકા દુનિયાના સાત ખંડોમાં પ્રાદેશિક વિશાળતાની દૃષ્ટિએ બીજા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ ત્રીજા ક્રમે આવતો ખંડ. આ ખંડમાં જે દેશો યુનો સાથે સંકળાયેલા છે તેની સંખ્યા 54 છે. ભૌગોલિકસ્થાન : તે 370 ઉ. અ.થી 350 દ. અ. અને 180 પ. રે.થી 510 પૂ. રે. વચ્ચેનો આશરે 3,00,97,000 ચો. કિમી. જેટલો…

વધુ વાંચો >

આફ્રો-એશિયન પીપલ્સ સૉલિડારિટી ઑર્ગેનાઇઝેશન -આપ્સો

આફ્રો-એશિયન પીપલ્સ સૉલિડારિટી ઑર્ગેનાઇઝેશન (આપ્સો) (AAPSO) : બીજા વિશ્વયુદ્ધ પછી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરેલાં એશિયા તથા આફ્રિકાનાં નવોદિત રાષ્ટ્રોનું મંડળ, જેમાં ભારત, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, બ્રહ્મદેશ તથા પાકિસ્તાને અગ્રણી ભાગ ભજવ્યો હતો. આ મંડળની સ્થાપના કોલંબો ખાતે 16 ડિસેમ્બર, 1957ના રોજ કરવામાં આવી હતી. આ મંડળ પાછળની ભાવના તથા આદર્શના ઘડતરમાં ભારતના…

વધુ વાંચો >