Political science
અલગ મતદાર મંડળ
અલગ મતદાર મંડળ : ધર્મ કે કોમના ધોરણે અલગ મતદારમંડળ રચીને તેના જ ઉમેદવારને મત આપવાની વ્યવસ્થા. લોકશાહીના સિદ્ધાંત અને પ્રણાલિકા પ્રમાણે સાધારણ રીતે મતદારમંડળની વ્યવસ્થા ભૌગોલિક કે પ્રાદેશિક ધોરણે કરવામાં આવે છે, જેમાં મતદાર તેના મતદારમંડળમાંથી ઉમેદવારી કરતા કોઈ પણ ઉમેદવારને મત આપવાનો અધિકાર ધરાવે છે. અલગ મતદારમંડળમાં પ્રદેશના…
વધુ વાંચો >અલી એબી અહેમદ
અલી એબી અહેમદ (જ. 15 ઑગસ્ટ, 1976, બેશાશા ઇથિયોપિયા) : 2019ના વર્ષના નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા, ઇથિયોપિયાના ચોથા વડાપ્રધાન. પિતા અહેમદ અલી જેઓ મૂળ તો ખેડૂત છે, તેમજ મુસ્લિમ ધર્મ પાળે છે. તેમને ચાર પત્નીઓ, જેમાં ટિઝિટા નામની ચોથા ક્રમની પત્નીનું સંતાન તે એબી અહેમદ. પિતાનું તેરમું સંતાન અને માતાનું…
વધુ વાંચો >અલીભાઈઓ
અલીભાઈઓ (1. સૌકત અલી (જ. 10 માર્ચ 1873, ઉત્તરપ્રદેશ; અ. 18 નવેમ્બર 1938, કારોલબાગ, દિલ્હી. 2. મહમદ અલી જૌહર જ. 10 ડિસેમ્બર 1878, નજીબાબાગ, રામપુર, ઉત્તરપ્રદેશ; અ. 4 જાન્યુારી 1931, લંડન, ઇંગ્લૅન્ડ) : ભારતીય મુસ્લિમોના, આઝાદી પહેલાંના મુહમ્મદઅલી અને શૌકતઅલી નામના નેતાઓ. મુહમ્મદઅલી દેવબન્દ પંથના હતા. 1912માં તેમણે હિંદ બહારના…
વધુ વાંચો >અસફઅલી
અસફઅલી (જ. 11 મે 1888, દિલ્હી; અ. 2 એપ્રિલ 1953, સ્વિટ્ઝરલૅન્ડ) : ભારતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી મુસ્લિમ તથા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિષ્ઠા ધરાવતા રાજકીય નેતા. દિલ્હીની ઍંગ્લો-અરૅબિક હાઈસ્કૂલ તથા સેન્ટ સ્ટીફન કૉલેજમાં અભ્યાસ તથા ઇંગ્લૅન્ડમાં જઈ બૅરિસ્ટર થયા. સ્વદેશ પાછા આવ્યા બાદ શરૂઆતમાં ઍની બેસન્ટના ‘હોમરૂલ લીગ’ તરફ…
વધુ વાંચો >અસમ
અસમ ભારતના ઈશાન ખૂણે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 240 થી 280 ઉ. અ. તેમજ 900 રેખાંશથી 960 પૂર્વ રેખાંશ. અસમનો પ્રદેશ હિમાલય તથા પતકોઈનાં ઉત્તુંગ શિખરોની ખીણમાં આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 78,438 ચો.કિમી. છે. પૂર્વ હિમાલય તથા બાંગલાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત સાથે જોડે છે. અસમની પૂર્વે નાગાલૅન્ડ તથા મણિપુર…
વધુ વાંચો >અસહકાર
અસહકાર : અનિષ્ટ સામેના પ્રતિકારનું ગાંધીપ્રયુક્ત અહિંસક શસ્ત્ર. સત્ય અને અહિંસા જેમ અનાદિકાળથી ચાલ્યાં આવે છે તેમ અનિષ્ટ પણ અનાદિકાળથી ચાલ્યું આવે છે. એના સ્વરૂપ વિશે જુદા જુદા ધર્મોની જુદી જુદી માન્યતાઓ છે. બૌદ્ધ અને જૈન ધર્મ અનિષ્ટને સત્ય તરીકે સ્વીકારે છે, જ્યારે હિંદુ ધર્મ તેને મિથ્યા તરીકે ઓળખાવે છે.…
વધુ વાંચો >અહતિસારી, માર્ટી
અહતિસારી, માર્ટી (જ. 23 જૂન 1937, વાઇપુરી, ફિનલૅન્ડ; અ. 16 ઑક્ટોબર 2023 હેલસિન્કી, ફિનલૅન્ડ) : ફિનલૅન્ડના પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષ (1994–2008), મુત્સદ્દી અને વર્ષ 2008ના વિશ્વશાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. 1973–77 દરમિયાન તેઓ ટાન્ઝાનિયા, ઝામ્બિયા, સોમાલિયા અને મોઝામ્બિક ખાતે ફિનલૅન્ડના રાજદૂત રહી ચૂક્યા હતા. તેમના દાદાના વખત સુધી તેમની અટક ઍડૉલ્ફરોન હતી,…
વધુ વાંચો >અહમદ, ફખરુદ્દીન અલી
અહમદ, ફખરુદ્દીન અલી (જ. 13 મે 1905, જુની દિલ્હી; અ. 11 ફેબ્રુઆરી 1977, નવી દિલ્હી) : ભારતના રાષ્ટ્રપતિ (1974-1977). દિલ્હીની સ્ટીફન કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લંડનના બાર-ઍટ-લૉ થઈ આવ્યા હતા. શરૂઆતમાં વકીલાત કર્યા પછી 1931થી કૉંગ્રેસમાં જોડાયા. 1935માં આસામ વિધાનસભાના સભ્ય બન્યા. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન તેઓ બે વાર જેલમાં જઈ…
વધુ વાંચો >અહિંસા
અહિંસા મન, વાણી અથવા કર્મથી હિંસા ન કરવી તે. દિનપ્રતિદિન દુનિયાભરમાં હિંસાનું આચરણ વધતું જતું જણાય છે. આતંકવાદ; ભાષાકીય, પ્રાદેશિક અને જાતીય અથડામણો; શક્તિશાળી રાજ્યો દ્વારા અન્ય રાજ્યોમાં થતી દરમિયાનગીરી; મહિલાઓ અને નબળા વર્ગો ઉપર થતા અત્યાચાર; લશ્કરી તેમજ બિનલશ્કરી વસ્તીનો વધુ ને વધુ મોટા પાયા ઉપર નાશ કરી શકે…
વધુ વાંચો >આઇઝનહોવર, ડ્વાઇટ ડેવીડ
આઇઝનહોવર, ડ્વાઇટ ડેવીડ (જ. 14 ઑક્ટોબર 1890, ટેક્સાસ, યુ.એસ.; અ. 28 માર્ચ 1969, વૉશિંગ્ટન ડી.સી., યુ.એસ.) : અમેરિકાના 34મા પ્રમુખ (1953-1961). પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં યશસ્વી સૈનિક કારકિર્દી પછી તેઓ સર્વોચ્ચ સેનાપતિ તેમજ પંચતારક જનરલ બન્યા અને ખૂબ લોકપ્રિયતા મેળવી. 1952માં રિપબ્લિકન પક્ષ તરફથી પ્રમુખ તરીકે ચૂંટાઈને તેઓ બે સત્ર…
વધુ વાંચો >