Political science

ઈસ્ટર ટાપુ

ઈસ્ટર ટાપુ : પૅસિફિક મહાસાગરના અગ્નિ ખૂણે આવેલો નવાશ્મયુગીન અવશેષો ધરાવતો પુરાતત્વની ર્દષ્ટિએ મહત્વનો ટાપુ. તે રાપાનુઈ તથા સ્પૅનિશ પાસ્કા નામથી પણ ઓળખાય છે. 18 કિમી. લંબાઈ તથા 24 કિમી. પહોળાઈ ધરાવતો અને લાવાનો બનેલો આ ત્રિકોણાકાર ટાપુ ચિલીની પશ્ચિમે 3,700 કિમી. અંતરે આવેલો છે. તે ત્રણ નિષ્ક્રિય જ્વાળામુખીઓ તથા…

વધુ વાંચો >

ઈસ્ટોનિયા

ઈસ્ટોનિયા (Estonia) : બાલ્ટિક સમુદ્રની પૂર્વ તરફ આવેલો ઉત્તર યુરોપીય દેશ. તે 57o 30’થી 59o 40′ ઉ. અ. અને 22o 00’થી 28o 00′ પૂ. રે. વચ્ચેનો આશરે 45,100 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ફિનલૅન્ડનો અખાત, પૂર્વે પાઇપસ સરોવર, ઈશાનમાં રશિયા, દક્ષિણે લૅટવિયા, નૈર્ઋત્યમાં રીગા સરોવર તથા પશ્ચિમે…

વધુ વાંચો >

ઉઝબેકિસ્તાન

ઉઝબેકિસ્તાન : મધ્ય એશિયામાંના રશિયાથી અલગ થયેલું પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક માહિતી : આ દેશ 37oથી 48o ઉ. અ. અને 56oથી 68o પૂ. રે. વચ્ચે આવેલો છે આ ભૂમિબંદીસ્ત દેશ કે  જેની ઉત્તરે અને વાયવ્યે કઝાકિસ્તાન, પૂર્વમાં અને અગ્નિએ કિર્ગીઝિસ્તાન અને તાઝીકિસ્તાન જ્યારે દક્ષિણ અને નૈર્ઋત્યે અફઘાનિસ્તાન તેમજ તુર્કમેનિસ્તાન સરહદરૂપે આવેલાં…

વધુ વાંચો >

ઉત્કલ

ઉત્કલ : જુઓ ઓરિસા.

વધુ વાંચો >

ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશ વસ્તીની ર્દષ્ટિએ ભારતનું સૌથી મોટું અને મહત્વનું  રાજ્ય. તે 23o 52’થી 30o 19´ ઉ. અ. અને 77o 10’થી 89o 39′ પૂ. રે. વચ્ચેનો 2,43,290 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતમાં વિસ્તારની ર્દષ્ટિએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પછી ચોથા ક્રમે આવે છે. તેની ઉત્તરે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ, પશ્ચિમે…

વધુ વાંચો >

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ : ઉત્તર ભારતનું નવેમ્બર 2000માં બનેલું સરહદી રાજ્ય. તે 28o 37’થી 31o 10′ ઉ. અ. અને 77o 30’થી 80o 46′ પૂ. રે.-ની વચ્ચેનો 53,484 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યની ઉત્તરે હિમાચલ પ્રદેશ, પશ્ચિમે હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશ, દક્ષિણે ઉત્તરપ્રદેશની આંતરરાજ્ય સીમાઓ તથા ઈશાન અને પૂર્વ તરફ ચીન અને નેપાળની આંતરરાષ્ટ્રીય સીમાઓ…

વધુ વાંચો >

ઉદારમતવાદ

ઉદારમતવાદ : રાજ્યશાસ્ત્રમાં સમાવિષ્ટ એક વિચારશ્રેણી. ઍરિસ્ટૉટલે જણાવ્યા પ્રમાણે મનુષ્યસ્વભાવથી જ સામાજિક તથા રાજકીય પ્રાણી છે. તેને સમાજ તથા રાજ્ય સિવાય ચાલતું નથી. પરિણામે પ્રાચીન ગ્રીસના સમયથી રાજ્યશાસ્ત્ર વિષયમાં બે પ્રશ્નો મોખરે રહ્યા છે : (1) રાજ્ય અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? અને (2) રાજ્યનું કાર્યક્ષેત્ર કેવું…

વધુ વાંચો >

ઉપયોગિતાવાદ (નીતિશાસ્ત્ર)

ઉપયોગિતાવાદ (નીતિશાસ્ત્ર) : ઓગણીસમી સદીમાં નૈતિક અને રાજકીય તત્વચિંતનના ક્ષેત્રે પ્રભાવક બનેલી વિચારસરણી પશ્ચિમી તત્વજ્ઞાનના ઉપયોગિતાવાદ(utilitarianism)ના સિદ્ધાંત મુજબ કોઈ પણ કાર્ય નૈતિક ર્દષ્ટિએ યોગ્ય (right) છે કે અયોગ્ય (wrong) છે તે અંગેનો નિર્ણય તે કાર્યોનાં પરિણામો નૈતિક રીતે સારાં (good) છે કે ખરાબ (bad) છે તેને આધારે જ કરવો જોઈએ.…

વધુ વાંચો >

ઉપયોગિતાવાદ (રાજ્યશાસ્ત્ર) (utilitarianism)

ઉપયોગિતાવાદ (રાજ્યશાસ્ત્ર) (utilitarianism) : ઉદારમતવાદની એક શાખા. આ વિચારસરણીનો ઉદય ઓગણીસમી સદીમાં ઇંગ્લૅન્ડમાં થયો. તેના વિકાસમાં જેરીમી બેન્થમ, જેમ્સ મિલ, જૉન ઓસ્ટિન, જૉન સ્ટુઅર્ટ મિલ તથા હર્બર્ટ સ્પેન્સરનું ચિંતન ધ્યાન ખેંચે છે. ઉપયોગિતાવાદની ર્દષ્ટિએ મનુષ્યનો ઉદ્દેશ આનંદ-સુખ પ્રાપ્ત કરવાનો છે. મનુષ્યનું સુખ મનુષ્યોના સહયોગ અને સંપર્ક દ્વારા જ પ્રાપ્ત થઈ…

વધુ વાંચો >