Physics

વાસ્તવિક વાયુઓ (real gases)

વાસ્તવિક વાયુઓ (real gases) : પોતાના અણુઓ વચ્ચે અર્થપૂર્ણ (significant) આંતરક્રિયાને કારણે આદર્શ વાયુ સમીકરણ(ideal gas equation)નું પાલન ન કરતા હોય તેવા વાયુઓ. તેમને અનાદર્શ (nonideal) અથવા અપૂર્ણ (imperfect) વાયુઓ પણ કહે છે. જે વાયુની PVT વર્તણૂક (P = દબાણ, V = કદ, T = તાપમાન) નીચેના સમીકરણને અનુસરે તેને…

વધુ વાંચો >

વાહક (પરિવહન)

વાહક (પરિવહન) : ખુદ જાતે વહીને એની સાથેના પદાર્થોનું વહન કરે એવું માનવસર્જિત સાધન. વાહક પરિવહન પદ્ધતિ(transportation system)નું એક અંગ છે. વાહક માનવસર્જિત હોવું જોઈએ. ચક્રવાતમાં ફસાયેલ પદાર્થોનું વહન થાય છે, પરંતુ ચક્રવાત માનવસર્જિત નથી, તેથી ચક્રવાત વાહક નથી. નલિકાઓ પદાર્થોનું વહન કરે છે, પરંતુ ખુદ વહન થતી નથી તેથી…

વધુ વાંચો >

વાહકતા-જલ (conductivity water અથવા conductance water)

વાહકતા-જલ (conductivity water અથવા conductance water) : ભૌતિક રસાયણમાં ચોકસાઈવાળાં વાહકતામાપનો માટે ઉપયોગમાં લેવાતું અત્યંત શુદ્ધ પાણી. વિદ્યુતવિભાજ્ય(electrolyte)ના દ્રાવણની વાહકતા તેમાં રહેલી અન્ય વિદ્યુતવિભાજનીય (electrolytic) અશુદ્ધિઓની અલ્પ માત્રા પ્રત્યે પણ ખૂબ સંવેદી (sensitive) હોય છે. આથી આવાં દ્રાવણો બનાવતી વખતે ઉપયોગમાં લેવાતું પાણી અત્યંત શુદ્ધ હોય તે જરૂરી છે. પ્રયોગશાળામાં…

વધુ વાંચો >

વિકિરણતા (radiance)

વિકિરણતા (radiance) : સપાટીના કોઈ એક બિંદુ ઉપર આપાત થતી અથવા ઉત્સર્જિત થતી વીજચુંબકીય વિકિરણની માત્રા. વિકિરણ-ઊર્જાના બિંદુવત્ સ્રોત માટે, ચોક્કસ દિશામાં એકમ પ્રક્ષિપ્ત ક્ષેત્રફળ દીઠ વિકિરણ-તીવ્રતા છે, તેને (વિકિરણતાને) વડે દર્શાવાય છે, જ્યાં Ie વિકિરણ-તીવ્રતા છે, A સપાટીનું ક્ષેત્રફળ છે અને θ નિશ્ચિત દિશા અને સપાટી વચ્ચેનો કોણ છે.…

વધુ વાંચો >

વિકિરણ-તીવ્રતા (Radiant Intensity)

વિકિરણ-તીવ્રતા (Radiant Intensity) : વીજચુંબકીય વર્ણપટની સંપૂર્ણ અવધિ (complete range) માટે સ્રોત (source) દ્વારા ઉત્સર્જિત થતી વીજચુંબકીય ઊર્જાની ચમકનો જથ્થો (quantitative expression for brilliance). સમદિગ્ધર્મી (isotropic) ઉત્સર્જક (radiator) દ્વારા પ્રતિ એકમ ઘન કોણ માટે ઉત્સર્જિત થતી ઊર્જાના જથ્થાને માપીને તે મેળવવામાં આવે છે. ત્રિ-પરિમાણીય અવકાશમાં બધી દિશાઓમાં સમદિગ્ધર્મી બિંદુવત્ સ્રોત…

વધુ વાંચો >

વિકિરણ-ફ્લક્સ (radiant flux)

વિકિરણ-ફ્લક્સ (radiant flux) : કોઈ એક સ્રોત (source) દ્વારા ઉત્સર્જિત થતી કે ઝિલાતી કુલ વિકિરણ ઊર્જા. દૃશ્યપ્રકાશની તરંગલંબાઈની અવધિ (range) સામાન્ય રીતે 0.01 mmથી 1000 mm સુધી લેવામાં આવે છે. 1 mm = 106 મીટર, જેમાં પારજાંબલી (ultraviolet) તથા અવરક્ત(infrared)-વિકિરણ પણ ગણી લેવામાં આવે છે. ફ્લક્સનો એકમ જૂલ/સેકંડ (J/s) અથવા…

વધુ વાંચો >

વિકિરણ-માપકો

વિકિરણ-માપકો : વિકિરણની પરખ અને માપન કરતાં ઉપકરણો. આવાં ઉપકરણો વિકિરણ વડે પેદા થતી અસરોને આધારે તેની માત્રાનું માપન કરતાં હોય છે. વિકિરણ એ ઊર્જાનુ મુખ્ય સ્વરૂપ છે. પૃથ્વી ઉપર સજીવોના અસ્તિત્વ માટે વિકિરણ (ઊર્જા) અનિવાર્ય છે. વિકિરણના સમુદ્રપ્રવાહમાં આપણે જીવીએ છીએ. કુદરતી વિકિરણ ખડકો, ખનિજો, સૂર્ય અને અવકાશના અન્ય…

વધુ વાંચો >

વિકિરણો

વિકિરણો જે કંઈ ખાસ કરીને પ્રકાશ કે વિદ્યુતચુંબકીય ઊર્જા જે કિરણ કે તરંગ તરીકે પ્રસરે છે તે. ઉષ્મા કે પ્રકાશના કોઈ સ્રોત દ્વારા ઉત્સર્જિત ઊર્જા, તે સ્રોત સાથે સીધા સંપર્કમાં ન હોય તેવા પદાર્થને પણ મળે છે. આ પ્રકારે થતા ઊર્જા-પ્રસરણને ‘વિકિરણ’ (radiation) પ્રકારે થતું પ્રસરણ કહે છે. આમ વિકિરણોનું…

વધુ વાંચો >

વિકૃતિ (ઇલેક્ટ્રૉનિક પરિપથ)

વિકૃતિ (ઇલેક્ટ્રૉનિક પરિપથ) : પરિપથમાં થઈને પસાર થતા વિદ્યુતસંકેત (signal) તરંગસ્વરૂપમાં થતો અનૈચ્છિક ફેરફાર. ઇલેક્ટ્રૉનિક પરિપથની રચનામાં નિવેશ કરવામાં આવતા સંકેતમાં (એવી રીતે) ફેરફાર કરવાની જરૂર પડે છે જેથી સ્વીકાર્ય હોય તેનાથી વધુ પ્રમાણમાં વિકૃતિ પેદા ન થાય. તે માટેની સમસ્યા વિચાર માગી લે છે. દા.ત., પ્રવર્ધક (amplifier) અને ધ્વનિવર્ધક…

વધુ વાંચો >

વિક્રમ સારાભાઈ અંતરીક્ષ કેન્દ્ર, ત્રિવેન્દ્રમ્

વિક્રમ સારાભાઈ અંતરીક્ષ કેન્દ્ર, ત્રિવેન્દ્રમ્ : ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન(ઇસરો)નું પ્રમુખ સંશોધન-કેન્દ્ર, જ્યાં મુખ્યત્વે રૉકેટ અને પ્રમોચન-વાહનો અંગે સંશોધન અને વિકાસકાર્ય કરવામાં આવે છે. ભારતના અંતરીક્ષ કાર્યક્રમના આરંભકાળ દરમિયાન 1965માં ‘અંતરીક્ષ વિજ્ઞાન અને ટેક્નૉલોજી કેન્દ્ર’(Space Science and Technology Centre)ના નામથી સ્થાપવામાં આવેલા આ કેન્દ્રને ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના આદ્ય સ્થાપક વિક્રમ…

વધુ વાંચો >