Physics

લૅમ્બર્ટનો નિયમ (Lambert’s law)

લૅમ્બર્ટનો નિયમ (Lambert’s law) : પ્રકાશનું અવશોષણ કરતા માધ્યમની જાડાઈ અને વિકિરણના પારગમન તથા અવશોષણને સાંકળી લેતો નિયમ. જ્યારે કોઈ એક સમાંગ (homogeneous) માધ્યમ ઉપર એકવર્ણી (monochromatic) અથવા વિષમાંગ (heterogeneous) પ્રકાશ પડે છે, ત્યારે તેમાંનો કેટલોક ભાગ (portion) પરાવર્તન પામે છે, કેટલોક માધ્યમમાં અવશોષાય છે અને બાકીનો પારગમન પામે છે.…

વધુ વાંચો >

લૅમ્બ, વિલિસ યૂજીન

લૅમ્બ, વિલિસ યૂજીન (જ. 12 જુલાઈ 1913, લૉસ ઍન્જેલિસ, કૅલિફૉર્નિયા, યુ. એસ. એ.; અ. 15 મે 2008, ટક્સન, ઍરિઝોના, યુ. એસ. એ.) : અમેરિકન ભૌતિકવિજ્ઞાની અને 1955ના તે વિષયના નોબેલ પુરસ્કારના સહ-પ્રાપ્તકર્તા. તે પારિતોષિક તેમને અન્ય એક ભૌતિકવિજ્ઞાની પોલિકાર્પ કુશ (Polykarp Kusch)ની સાથે પ્રાપ્ત થયું હતું. યુ.એસ.ના લૉસ ઍન્જલસ-કૅલિફૉર્નિયામાં જન્મેલ…

વધુ વાંચો >

લોથર મેયરનો વક્ર

લોથર મેયરનો વક્ર : જર્મન વૈજ્ઞાનિક લોથર મેયર દ્વારા 1868-69માં  રજૂ કરાયેલ તત્વોના પરમાણુભાર અને તેમના કેટલાક ગુણધર્મો વચ્ચેનો આવર્તનીય(periodic) સંબંધ દર્શાવતો વક્ર. આ અગાઉ તેમણે 1864માં 49 તત્વોની સંયોજકતા(valences)નું એક કોષ્ટક પ્રકાશિત કરેલું. અકાર્બનિક રસાયણશાસ્ત્રના અભ્યાસમાં તત્વોના રાસાયણિક ગુણધર્મોની આવર્તિતા (periodicity)નો ખ્યાલ કેન્દ્ર-સ્થાને છે. 1913માં એચ. જી. જે. મોસેલીએ…

વધુ વાંચો >

લૉરેન્ઝ, હૅન્ડ્રિક આન્ટૂન

લૉરેન્ઝ, હૅન્ડ્રિક આન્ટૂન (જ. 18 જુલાઈ 1853, એમ્હેમ, હૉલેન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1928) : વિકિરણ ઘટનાઓ ઉપર ચુંબકત્વની અસરને લગતા સંશોધન દ્વારા કરેલી ઉત્કૃષ્ટ સેવા અને તેની સ્વીકૃતિ બદલ 1902નું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ ભૌતિકવિજ્ઞાની. નવ વર્ષની ઉંમરે માતાનું અવસાન થતાં તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે…

વધુ વાંચો >

લૉરેન્સ, અર્નેસ્ટ ઑર્લાન્ડો

લૉરેન્સ, અર્નેસ્ટ ઑર્લાન્ડો (Lawrence,  Ernest Orlando) (જ. 8 ઑગસ્ટ 1901, કૅન્ટન, સાઉથ ડાકોટા, યુ. એસ. એ.; અ. 27 ઑગસ્ટ 1958, પાલો આલ્ટો, કૅલિફૉર્નિયા, યુ. એસ. એ.) : 1939ના વર્ષના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિક વિજેતા અમેરિકન ભૌતિકવિજ્ઞાની. આ પારિતોષિક તેમને કણપ્રવેગક (particle accelerator) ‘સાઇક્લોટ્રૉન’ની શોધ કરવા બદલ મળ્યું હતું. લૉરેન્સને 1925માં અમેરિકાની…

વધુ વાંચો >

લોલક

લોલક : દૃઢ (rigid) આધાર પરથી નગણ્ય (negligible) વજનની અવિતાન્ય (inextensible) દોરીના બીજા છેડે લટકાવેલો અને ઊર્ધ્વ સમતલમાં દોલનો કરી શકે તેવો ભારે પદાર્થ. આ રીતે લટકાવેલા ભારે પદાર્થને એક બાજુ પર લઈ જઈને છોડી દેતાં તે આગળ-પાછળ દોલનો કરે છે. આધાર આગળ બિલકુલ ઘર્ષણ ન હોય અને માધ્યમનો અવરોધ…

વધુ વાંચો >

લોહચુંબક (Magnet)

લોહચુંબક (Magnet) : લોહ(લોખંડ)ને આકર્ષવાનો ગુણ ધરાવતો પદાર્થ. લોહચુંબક કાયમી તેમજ બિનકાયમી એમ બે પ્રકારનાં હોય છે. ચુંબકત્વના અનેક પ્રકારો છે; જેમાં લોહચુંબક ફેરોમૅગ્નેટિઝમ (ferromagnetism) પ્રકારનું ચુંબકત્વ ધરાવે છે. લોખંડના ઑક્સાઇડ (Fe3O4) એશિયા માઇનોર(Asia Minor)ના મૅગ્નેશિયા વિસ્તારમાં મળેલ હતા, તે લોખંડના ટુકડાને આકર્ષવાની શક્તિ ધરાવતા હતા. તે મૅગ્નેટાઇટ (Magnetite) તરીકે…

વધુ વાંચો >

લોહચુંબકત્વ (ferromagnetism)

લોહચુંબકત્વ (ferromagnetism) અવીજભારિત પદાર્થો એકબીજાને પ્રબળ રીતે આકર્ષતા હોય તેવી ભૌતિક ઘટના. ઈ. પૂ. 600 પહેલાંથી તે જાણીતી છે. કુદરતમાં મળી આવતો ચુંબક-પથ્થર (lodestone અથવા loadstone) (મૅગ્નેટાઇટ, Fe3O4, આયર્નનો એક ઑક્સાઇડ) અને લોહ (iron) એ એવા પદાર્થો છે જે આવું આકર્ષણબળ ધરાવે છે અથવા ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. લોહ…

વધુ વાંચો >

લોહવિદ્યુત (Ferroelectricity)

લોહવિદ્યુત (Ferroelectricity) : સામાન્ય પરાવિદ્યુત (dielectric) પદાર્થોમાં ધ્રુવીભવન(polarization)નો વીજક્ષેત્ર સાથે રેખીય સંબંધ હોવાની અને બાહ્ય વીજક્ષેત્રની ગેરહાજરીમાં ધ્રુવીભવન શૂન્ય થવાની ઘટના. એક વર્ગના પદાર્થો કે જે સ્વયંભૂ (spontaneous) ધ્રુવીભવન દર્શાવે છે તેના માટે ધ્રુવીભવન (P) અને વીજક્ષેત્ર (E) વચ્ચેનો સંબંધ બિન-રેખીય (nonlinear) છે. આ પ્રકારના પદાર્થો શૈથિલ્ય (hysteresis) વક્ર દર્શાવે…

વધુ વાંચો >

વક્રી ગતિ (retrograde motion)

વક્રી ગતિ (retrograde motion) : સામાન્યથી વિરુદ્ધ દિશાની ગતિ. ખગોળમાં ગ્રહોની ગતિના સંદર્ભમાં ‘વક્રીગતિ’ એટલે કે ‘વક્રી’ અને ‘ગતિ’ એ શબ્દ અલગ અર્થોમાં વપરાય છે. એક અર્થ ફળજ્યોતિષ એટલે કે જ્યોતિષવિદ્યા(astrology)ના સંદર્ભમાં છે, જ્યારે બીજો અર્થ ખગોળવિજ્ઞાન એટલે કે ખગોળવિદ્યા-(astronomy)ના સંદર્ભમાં છે. મૂળ તો જોકે વક્રી એટલે ફળજ્યોતિષના સંદર્ભમાં, પૃથ્વી…

વધુ વાંચો >