Physics
પ્વાસોં સીમોં દેની
પ્વાસોં સીમોં દેની (જ. 21 જૂન 1781, બેથિવિયર્સ, ફ્રાન્સ; અ. 25 એપ્રિલ 1840) : ફ્રેંચ ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી. તેઓ નિયત સંકલ (definite integral) વિદ્યુત-ચુંબકત્વના સિદ્ધાંતો અને સંભાવના (probability) પરના તેમના સંશોધનકાર્ય માટે જાણીતા છે. તેમનાં કુટુંબીજનોએ તેમને આયુર્વિજ્ઞાનનો અભ્યાસ કરવાની ફરજ પાડી; પરંતુ ગણિતશાસ્ત્રમાં અભિરુચિને કારણે આયુર્વિજ્ઞાનનો અભ્યાસ છોડી દઈ,…
વધુ વાંચો >ફર્ટ, આલ્બર્ટ
ફર્ટ, આલ્બર્ટ (જ. 7 માર્ચ 1938) : ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2007ના નોબેલ પુરસ્કારના વિજેતા. ગીગાબાઇટ હાર્ડ ડિસ્ક ડ્રાઇવની સફળતા માટે જવાબદાર બૃહત્કાય ચુંબકીય અવરોધ(giant magnetoresistance)ની શોધ બદલ પીટર ઍન્ડ્રિયાઝ ગ્રૂન્બર્ગની ભાગીદારીમાં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળેલો. ફર્ટ અને ગ્રૂન્બર્ગે આ શોધ લગભગ એક જ સમયે પણ સ્વતંત્રપણે કરેલી. પૅરિસના ઈકોલ…
વધુ વાંચો >ફાઉલર, વિલિયમ આલ્ફ્રેડ
ફાઉલર, વિલિયમ આલ્ફ્રેડ (જ. 9 ઑગસ્ટ 1911, પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 1995, પેન્સિલવેનિયા, યુ.એસ.) : અમેરિકન ન્યૂક્લિયર ખગોળભૌતિકવિજ્ઞાની. વિશ્વમાં રાસાયણિક તત્વોના નિર્માણમાં અતિ મહત્વનું સ્થાન ધરાવતી ન્યૂક્લિયર પ્રક્રિયાઓ(nuclear reactions)ના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અભ્યાસ બદલ ફાઉલરને, જન્મે ભારતીય પણ યુ.એસ. નાગરિક એવા સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર સાથે સંયુક્તપણે 1983નો ભૌતિકવિજ્ઞાન માટેનો નોબેલ પુરસ્કાર…
વધુ વાંચો >ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (Physical Research Laboratory – PRL)
ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (Physical Research Laboratory – PRL) : ભૌતિકવિજ્ઞાનની વિવિધ વિદ્યાશાખાઓના સીમાક્ષેત્રે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક સંશોધનની અદ્યતન સુવિધાઓ પૂરી પાડતી અમદાવાદ-સ્થિત આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રયોગશાળા. ખગોળવિજ્ઞાન (astronomy), ખગોળભૌતિકી (astrophysics), અવકાશવિજ્ઞાન (space science), વાતાવરણ-ભૌતિકવિજ્ઞાન (atmospheric physics), ભૂ-ભૌતિકવિજ્ઞાન (geophysics), પ્લાઝ્મા (plasma), પરમાણુ (atom), અણુ (molecule) અને કણ-ભૌતિકવિજ્ઞાન, ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાન (nuclear physics), લેસર…
વધુ વાંચો >ફિટ્ચ વૅલ લૉગ્સડન
ફિટ્ચ, વૅલ લૉગ્સડન (Fitch, Val Logsdon) (જ. 10 માર્ચ 1923, મેરીમૅન, નેબ્રાસ્કા, યુ.એસ.એ.; અ. 5 ફેબ્રુઆરી 2015, પ્રિન્સટન, યુ.એસ.એ.) : તટસ્થ K-મેસોનના ક્ષયમાં થતા મૂળભૂત સમમિતિ સિદ્ધાંતોના ઉલ્લંઘનો – આ શોધ માટે 1980નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને પ્રાપ્ત થયો હતો. બીજો અર્ધભાગ તેમના સહકાર્યકર્તા જેમ્સ ક્રોનિનને…
વધુ વાંચો >ફિટ્સજેરલ્ડ, જ્યૉર્જ ફ્રાન્સિસ
ફિટ્સજેરલ્ડ, જ્યૉર્જ ફ્રાન્સિસ (જ. 3 ઑગસ્ટ 1851, ડબ્લિન; અ. 22 ફેબ્રુઆરી 1901, ડબ્લિન) : રેડિયો-તરંગોની ઉત્પત્તિની રીત સૂચવનાર પ્રથમ ભૌતિકશાસ્ત્રી. આ તરંગો બિનતારી સંદેશાવ્યવહાર(wireless telegraphy)ના પાયામાં રહેલી એક ભૌતિક ઘટના છે. તેમણે એક સિદ્ધાંત પણ વિકસાવ્યો, જે ‘લૉરેન્ટ્ઝ ફિટ્સજેરલ્ડ સંકુચન સિદ્ધાંત’ તરીકે હાલ ઓળખાય છે. તેનો ઉપયોગ આઇન્સ્ટાઇને તેમના વિશિષ્ટ…
વધુ વાંચો >ફિનમાન, રિચાર્ડ ફિલિપ્સ
ફિનમાન, રિચાર્ડ ફિલિપ્સ (જ. 18 મે 1918, ન્યૂયૉર્ક; અ. 15 ફેબ્રુઆરી 1988, લૉસ ઍન્જેલસ, યુ.એસ.) : વિકિરણ, ઇલૅક્ટ્રૉન તથા પૉઝિટ્રૉન વચ્ચે થતી આંતરક્રિયાની સમજૂતી માટેના મૂળ ‘ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉડાઇનૅમિક’ સિદ્ધાંતમાં રહી ગયેલી ક્ષતિઓ સુધારવા માટે, અન્ય બે વિજ્ઞાનીઓ – યુ.એસ.ના જુલિયન એસ. શ્વિંગર તથા જાપાનના સિન ઇન્દ્રિયો ટોમૅન્ગાની સાથે, 1965ના ભૌતિકશાસ્ત્રના…
વધુ વાંચો >ફિલિપ્સ વિલિયમ ડેનિલ
ફિલિપ્સ, વિલિયમ ડેનિલ (Phillips, William Daniel) (જ. 5 નવેબ્મર 1948, પેન્સિલ્વેનિયા, યુ.એસ.એ.) : લેસર પ્રકાશ વડે પરમાણુઓનું શીતલન (cooling) તથા તેમને પાશમાં લેવાની (પ્રગ્રહણ) કાર્યપદ્ધતિ વિકસાવવા માટે 1997નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર સંયુક્ત રીતે વિલિયમ ડેનિલ ફિલિપ્સ, સ્ટીવન ચુ તથા ક્લૉડ કોહેન – તનુજીને પ્રાપ્ત થયો હતો.…
વધુ વાંચો >ફૂકો, ઝ્યાં બર્નાર્ડ-લિયૉન
ફૂકો, ઝ્યાં બર્નાર્ડ-લિયૉન (જ. 18 સપ્ટેમ્બર 1819, પૅરિસ, ફ્રાંસ; અ. 11 ફેબ્રુઆરી 1868) : ફ્રેન્ચ ભૌતિકવિજ્ઞાની. તેમણે પ્રકાશનો વેગ માપવા માટે અત્યંત ચોકસાઈવાળી કાર્યપદ્ધતિ (technique) વિકસાવી. ઉપરાંત તેમણે પ્રાયોગિક રીતે પણ પુરવાર કર્યું કે પૃથ્વી પોતાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ(axis)ની આસપાસ ભ્રમણ (rotation) કરે છે. આમ તો તેમણે પોતે તબીબી…
વધુ વાંચો >ફૂરિયે રૂપાન્તર
ફૂરિયે રૂપાન્તર (Fourier transform) : કોઈ બે યોગ્ય ચલરાશિઓ x અને pને અનુલક્ષીને કોઈ વિધેય f(x)ના સંકલન–રૂપાન્તર (integral transform) દ્વારા મળતું વિધેય g(p). તે નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે : જેમાં છે. વિધેય f(x)નું ફૂરિયે રૂપાન્તર g(p) છે તો g(p)નું પ્રતીપ (inverse) રૂપાન્તર f(x) છે; અર્થાત્ સમીકરણો (1) અને (2)…
વધુ વાંચો >