Persian literature

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અજમ (ઈરાન)

અજમ (ઈરાન) : અરબ દેશ સિવાય બીજો દેશ, ખાસ કરીને ઈરાન અને તુર્કસ્તાન. અરબી ભાષા ન જાણવાના કારણે ઈરાની લોકો આરબ લોકો સામે ચૂપ રહેતા હતા, તેથી આવાં માણસોને અરબસ્તાનમાં મૂંગાં કે પ્રાણી જેવાં કહેવામાં આવતાં. તેથી ‘અજમી’નો અર્થ જે અરબસ્તાનનો રહીશ ન હોય તે અર્થાત્ ઈરાની કે તુરાની થતો.…

વધુ વાંચો >

અઝીઝ લેખરાજ કિશનચંદ

અઝીઝ, લેખરાજ કિશનચંદ (જ. 19 ડિસેમ્બર 1897,  હૈદરાબાદ, સિંધ; અ. 19 ઑગસ્ટ 1971) : સિંધી તથા ફારસીના વિદ્વાન. તેઓ ગઝલસમ્રાટ ગણાતા. ગઝલ-નઝમ-રુબાઈના તેમના સંગ્રહ ‘સુરાહી’ને 1966માં સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયેલું. ‘આબશાહ’, ‘કુલિયાત અઝીઝ’, ‘સોઝ-વ-સાઝ’, ‘પેગામ અઝીઝ’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. એમણે 1931માં રાજપૂત વીરત્વ પર આધારિત વીરરસપ્રધાન નાટકો લખ્યાં.…

વધુ વાંચો >

અત્તાર

અત્તાર (જ. આશરે 1150-55, નિશાપુર, ઇરાન; અ. આશરે 1221-30, નિશાપુર ઇરાન) : ફારસી ગ્રંથકાર. પૂરું નામ અબૂ તાલિબ અથવા અબૂ હામિદ મોહંમદ બિન અબૂ બક્ર ઇબ્રાહીમ બિન મુસ્તફા બિન શાબાન. ખ્વાજા ફરીદુદ્દીન અત્તાર તરીકે વધારે જાણીતા છે. અત્તાર એટલે અત્તર વેચનાર. કેટલાકના મંતવ્ય પ્રમાણે તેઓ દવાઓ વેચતા હતા અને વૈદ્યનો…

વધુ વાંચો >

અનવરી

અનવરી (1185 આસપાસ હયાત) : ફારસી વિદ્વાન. અનવરીની જન્મતારીખ અને તેમના જીવન વિશે ખાસ માહિતી મળતી નથી. તે દશ્તે ખાવરાનમાં આવેલ મેહનાની પાસેના અલીવર્દ નામના ગામે જન્મેલા. તેથી શરૂઆતમાં એમણે પોતાનું તખલ્લુસ ‘ખાવરી’ રાખ્યું હતું. પાછળથી અનવરી રાખ્યું. તૂસમાં આવેલ મનસૂરીયાહ નામના મદરેસામાં તેઓ ભણેલા. તર્કશાસ્ત્ર, ખગોળવિદ્યા, ભૂમિતિ, જ્યોતિષ વગેરે…

વધુ વાંચો >

અન્સારી નુરૂલ હસન

અન્સારી, નુરૂલ હસન (જ.  અ. 1987) : ફારસી ભાષાસાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન. એમ.એ., પીએચ.ડી.ની ઉપાધિઓ ભારતમાં પ્રાપ્ત કરીને વધુ ઉચ્ચ અભ્યાસ માટે ઈરાન ગયા. ત્યાંથી ડી. લિટ્.ની ઉપાધિ મેળવી. તેઓ દિલ્હી યુનિ.ના ફારસી ભાષાસાહિત્ય વિભાગના વડા હતા. અખિલ ભારતીય ફારસી સભાના અત્યંત સક્રિય અને નિષ્ઠાવાન સેક્રેટરી હતા. આ સભા તરફથી ‘બિયાઝ’…

વધુ વાંચો >

અફઘાની, અલી મોહંમદ

અફઘાની, અલી મોહંમદ (જ. 1 જાન્યુઆરી 1925, કર્માન્સાલ, ઈરાન) : આધુનિક ઈરાની લેખક. તેમની કૃતિ ‘શોહરે-આહુ-ખાનમે’ ઈરાનના બૌદ્ધિકો, વિવેચકો અને જનસમૂહમાં હલચલ મચાવી હતી. 1961માં લખાયેલી આ કૃતિને ફારસીની શ્રેષ્ઠ નવલકથા ગણી બાલ્ઝાક અને ટૉલ્સ્ટૉયની કૃતિઓ સાથે સરખાવવામાં આવી છે. તેમાં ઈરાની, પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીની દુર્દશાનું ચિત્રણ અનોખી આધુનિક ગદ્યશૈલીમાં…

વધુ વાંચો >

અબુલફઝલ

અબુલફઝલ (જ. 14 જાન્યુઆરી 1551, આગ્રા; અ. 22 ઑગસ્ટ 1602, ડેક્કન) : મુઘલ સમયનો પ્રથમ કક્ષાનો વિદ્વાન, લેખક, ઇતિહાસકાર અને ફિલસૂફ. મુઘલ સમ્રાટ અકબરના દરબારમાં અબુલફઝલને ઈ.સ. 1574માં લઈ જનાર તેનો ભાઈ ફૈઝી હતો. ધીરે ધીરે તેણે સમ્રાટની નિકટતા પ્રાપ્ત કરી લીધી. પ્રથમ તેને પત્રવ્યવહારની સેવા સુપરત થઈ, પછી તે પ્રધાનપદનો…

વધુ વાંચો >

અબુલ ફરજ રુની ગઝનવી

અબુલ ફરજ રુની ગઝનવી (જ. 1035, લાહોર; અ. 1097) : ભારતનો સર્વપ્રથમ ફારસી કવિ અને વિદ્વાન. પિતાનું નામ મસૂદ. તેને ફારસી ભાષાનો ‘ઉસ્તાદે સુખન’ ગણવામાં આવે છે. લાહોરનો કવિ મસ્ઊદ સા’દ તેનો યુવાન દેશબંધુ હતો. ઉસ્તાદ રુનીએ ઘણાં કસીદા કાવ્યો સુલ્તાન ઇબ્રાહીમ બિન મસૂદ(ઈ.સ. 1059-99)ની પ્રશંસામાં લખ્યાં છે. સર્વોત્તમ કસીદા…

વધુ વાંચો >

અબૂ તુરાબ વલી

અબૂ તુરાબ વલી (જ. ચાંપાનેર; અ. 1594) : પ્રસિદ્ધ ઇતિહાસગ્રંથ ‘તવારીખે ગુજરાત’નો કર્તા. શીરાઝના સલામી સૈયદ કુટુંબનો નબીરો. પિતા શાહ કુત્બુદ્દીન શુકરુલ્લાહ. દાદા સૈયદ શાહ મીર તરીકે જાણીતા વિદ્વાન મીર ગ્યાસુદ્દીન, જે કુત્બુદ્દીનના સમયમાં (1451-58) ગુજરાતની મુલાકાત લઈ ગયેલા અને 1492માં પુત્ર મીર કમાલુદ્દીન સાથે ચાંપાનેરમાં વસી ગયેલા. અબૂ તુરાબ…

વધુ વાંચો >