Painting

વાડિયા, મેહરૂ (Wadia Mehroo)

વાડિયા, મેહરૂ (Wadia Mehroo) (જ. 19 જાન્યુઆરી 1920, સિકન્દરાબાદ, આંધ્રપ્રદેશ) : ભારતીય મહિલા-ચિત્રકાર. દિલ્હી ખાતેની દિલ્હી કૉલેજ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરીને 1922માં વાડિયાએ ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછી લંડન જઈ ‘લંડન કૉલેજ ઑવ્ આર્ટ’માંથી અભ્યાસ કરી ફરીથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછીની લંડન ખાતેની રીજેન્ટ સ્ટ્રીટ પૉલિટૅકનિક ઍન્ડ સેન્ટ્રલ સ્કૂલ…

વધુ વાંચો >

વાત્યુ, જ્યાં ઍન્તૉઇની

વાત્યુ, જ્યાં ઍન્તૉઇની (જ. 1684, વાલેન્ચીનેસ, ફ્લૅન્ડર્સ; અ. 1721, પૅરિસ, ફ્રાંસ) : રોકોકો શૈલીમાં સર્જન કરનાર ફ્રેંચ ચિત્રકાર. પહેલેથી બરોક શૈલીના ફ્લૅમિશ ચિત્રકાર પીટર પૉલ રૂબેન્સના પ્રભાવ હેઠળ તેઓ આવેલા. 1702માં વાત્યુ પૅરિસ ગયા અને ત્યાં ગિલો (Gillot) નામના ચિત્રકાર હેઠળ તાલીમ પામ્યા. લક્ઝમ્બર્ગ મહેલમાં રહેલી રૂબેન્સની ચિત્રશૃંખલા ‘લાઇફ ઑવ્…

વધુ વાંચો >

વાન ઇક બ્રધર્સ

વાન ઇક બ્રધર્સ (વાન ઇક હબર્ટ  જ. ?, અ. 18 સપ્ટેમ્બર 1426; વાન ઇક ઇયાન – જ. આશરે 1390, અ. 1441, બ્રુજેસ) : ફ્લૅમિશ રેનેસાંસ-ચિત્રકાર ભાઈઓ. તૈલચિત્રણાની તકનીકના વિકાસને પૂર્ણતાના શિખરે પહોંચાડવાનું શ્રેય આ ભાઈઓને મળે છે. લાંબા સમય સુધી એક એવી ગેરમાન્યતા વ્યાપક બનેલી કે નાનો ભાઈ ઇયાન તૈલચિત્રણાનો…

વધુ વાંચો >

વાન ગૉઘ, વિન્સેન્ટ

વાન ગૉઘ, વિન્સેન્ટ (જ. 30 માર્ચ 1853, ગ્રૂટ-ઝૂન્ડેર્ટ, બ્રેબેન્ટ, નેધર્લૅન્ડ્ઝ; અ. 1890, ઑવે, ફ્રાંસ) : વિશ્વના સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ પ્રસિદ્ધ ચિત્રકારોમાંના એક. અભિવ્યક્તિવાદી ચિત્રણાનો પાયો નાખનાર ત્રણ ચિત્રકારોમાંના એક ડચ ચિત્રકાર. (અન્ય બે ચિત્રકારો : એડ્વર્ડ મુંખ અને પૉલ ગોગાં) અત્યંત ઘેરી કમનસીબીઓથી વીંટળાયેલું તેમનું જીવન કોઈ…

વધુ વાંચો >

વાન ગોયેન, ઇયાન

વાન ગોયેન, ઇયાન (જ. 1596, નેધર્લૅન્ડ્ઝ; અ. 1656, નેધર્લૅન્ડ્ઝ) : ડચ બરોક નિસર્ગ-ચિત્રકાર. તેમણે હાર્લેમમાં ઈસાઈઆસ વાન દે વેલ્ડે હેઠળ ચિત્રકલાની તાલીમ મેળવેલી. નીચે ધુમ્મસભર્યા વાતાવરણથી ઘેરાયેલા ગોરંભાયેલા આકાશ નગર કે ખંડેરોને સુદૂર ચીતરવા માટે તેઓ જાણીતા છે. અન્ય પ્રારંભિક ડચ બરોક નિસર્ગ-ચિત્રકારોની માફક વાન ગોયેનના રંગોમાં લીલી ઝાંયવાળા ભૂખરા,…

વધુ વાંચો >

વાન ડેર ગોએઝ, હ્યુગો

વાન ડેર ગોએઝ, હ્યુગો (જ. આશરે 1440, ગૅન્ટ, નેધર્લૅન્ડ્ઝ; અ. 1482) : ફ્લેમિશ રેનેસાંસ-ચિત્રકાર. ચિત્રકાર વાન ડેર વીડનનો શ્રેષ્ઠ શિષ્ય. ગુરુ પાસેથી વાન ડેર ગોએઝે ઊંડાં ધાર્મિક સ્પંદનો જગાડતી કલાનું સર્જન કરવાનું શીખેલું. એક ચિત્રકાર તરીકે અત્યંત ખ્યાતિ મળ્યા બાદ 1475માં પાંત્રીસ વરસની ઉંમરે વાન ડેર ગોએઝે છેક પ્રારંભિક કક્ષાની…

વધુ વાંચો >

વાન ડેર વીડન, રૉજીર

વાન ડેર વીડન, રૉજીર (જ. 1399/1400; અ. 1464, બ્રસેલ્સ, બૅલ્જિયમ) : ડચ રેનેસાંસ-ચિત્રકાર. ટૂર્નાઈ નગરમાં કૅમ્પિન નામના ચિત્રકાર હેઠળ તેણે ચિત્રકલાની તાલીમ લીધેલી. પીડા-યાતના અને કરુણતાના આલેખનમાં વાન ડેર વીડન એટલો પાવરધો છે કે દર્શકો તેનાં ચિત્રો જોતાં જ ગમગીની અને ગ્લાનિમાં ડૂબી જાય છે. ઈસુના મડદાને ક્રૉસ પરથી ઉતારવામાં…

વધુ વાંચો >

વાન ડેર હીડન, ઇયાન (Van der Heyden, Ian)

વાન ડેર હીડન, ઇયાન (Van der Heyden, Ian) (જ. 1637; અ. 1712) : ડચ બરોક-ચિત્રકાર. ઍમસ્ટરડૅમ નગરના તેઓ પહેલા ચિત્રકાર છે, જેમણે નગરચિત્રો (cityscapes) ચીતરવાની પહેલ કરી હોય. પદાર્થચિત્રો(still life)થી વાન ડેર હીડને આરંભ કર્યો. હાર્લેમનાં નગરચિત્રો ચીતરનાર ચિત્રકાર બર્ખીડેસ(Bercgheyoes)ની અસર પણ એમના પર છે. દીવાલો, ઈંટો અને પથ્થરોને તેઓ…

વધુ વાંચો >

વાન ડે વેલ્ડે, ઇસાઇયાસ (Van de Velde, Esaias)

વાન ડે વેલ્ડે, ઇસાઇયાસ (Van de Velde, Esaias) (જ. 1587, હાર્લેમ, ઍમસ્ટરડૅમ; અ. 1630) : ડચ બરોક-ચિત્રકાર. નિસર્ગ-દૃશ્યો અને રણભૂમિનાં ચિત્રો આલેખવા માટે એ જાણીતો છે; પણ ડચ બરોક-ચિત્રકાર ઇયાન વાન ગોયેનના ગુરુ હોવા બદલ એની આગવી પ્રતિષ્ઠા પણ છે. સંભવ છે કે ઇસાઇયાસ પોતે કૉનિન્કસ્લૂ નામના ડચ બરોક-ચિત્રકારનો શિષ્ય…

વધુ વાંચો >

વાન ડે વેલ્ડે પરિવાર (Van de Velde family)

વાન ડે વેલ્ડે પરિવાર (Van de Velde family) : વાન ડે વેલ્ડે, વિલેમ (Willem) (જ. 1611, નેધરલૅન્ડ્ઝ; અ. 1693), તથા વાન ડે વેલ્ડે, એડ્રિયાન (Adriaen) (જ. 1632, નેધરલૅન્ડ્ઝ; અ. 1672) : પિતા વિલેમ અને પુત્ર એડ્રિયાનનો બનેલો ડચ બરોક ચિત્રકાર પરિવાર. બંનેની ચિત્રશૈલી અને લઢણો એટલી બધી સરખી છે કે…

વધુ વાંચો >